Western Times News

Gujarati News

મોટા માથાની ટિકીટો કાપી આ ત્રણ ઉમેદવારોને ટિકીટ આપી BJPએ ચોંકાવી દીધા

ભાજપની વધુ એક યાદી જાહેરઃ કિરણ ખેરની કપાઈ ટિકિટ-યુપીની મૈનપુરી સીટથી જયવીર સિંહ ઠાકુર-રીટા બહુગુણાની ટિકિટ રદ કરીને અલ્હાબાદ બેઠક પરથી નીરજ ત્રિપાઠીને ઉમેદવાર બનાવાયા

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ઉમેદવારોની ૧૦મી લિસ્ટ જાહેર કરી દીધી છે. તેમાં ૯ ઉમેદવારોના નામ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે ભાજપે આસનસોલ સીટ પર નવો ઉમેદવાર ઉતાર્યો છે.

પહેલા આ સીટ પરથી ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર પવન સિંહને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો હતો. હવે તેની જહ્યાએ એસએસ આહલૂવાલિયાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ચંદીગઢથી કિરણ ખેર અને પ્રયાગરાજથી રીટા બહુગુણા જોશીનું પત્તુ આ વખતે કપાઇ ગયું છે. આ સીટો પર બીજેપીએ નવા ઉમેદવારો ઉતાર્યા છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા મુખ્યાલય પ્રભારી અરુણ સિંહે બીજેપી ઉમેદવારોની ૧૦મી લિસ્ટ જાહેર કરી છે. ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ આ વખતે કપાઇ ગઇ છે. તેના સ્થાને ભાજપે સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત અલ્હાબાદ લોકસભા સીટ માટે પણ બીજેપીએ આ વખતે ઉમેદવારો બદલી નાંખ્યા છે.

રીટા બહુગુણા જોશી અહીંથી બીજેપીની વર્તમાન સાંસદ છે પરંતુ ભાજપે આ વખતે નીરજ ત્રિપાઠીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જણાવી દઇએ કે, અલ્હાબાદ લોકસભા સીટની ગણતરી હંમેશા વીવીઆઇપી સંસદીય ક્ષેત્રોમાં થાય છે. આ લોકસભા સીટે દેશને ઘણા પ્રધાનમંત્રી આપ્યા છે.

પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પર બધાની નજર હતી. ભાજપે પહેલા અહીંથી ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર પવન સિંહને પોતાનો ઉમેદવાર બનાવવાની ઘોષણા કરી હતી, પરંતુ પવન સિંહે ચૂંટણી લડવાથી જ ઇનકાર કરી દીધો હતો. તેવામાં ભાજપે આ સીટ પરથી ઉમેદવાર બદલવો પડ્યો. બીજેપી તરફથી જાહેર કરવામાં આવેલી ૧૦મી લિસ્ટમાં એસએસ આહલૂવાલિયાને આસનસોલ લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપે ઉમેદવારોની ૧૦મી લિસ્ટમાં ઉત્તર પ્રદેશની ૭ લોકસભા સીટ માટે ઉમેદવારો જાહેર કર્યા છે. બલિયા સીટથી નીરજ શેખર, મછલીશહરથી બીપી સરોજ, ગાઝીપુરથી પારસનાથ રાય, મૈનપુરીથી જયવીર સિંહ ઠાકુર, કૌશામ્બી, વિનોદ સોનકર, ફૂલપુરથી પ્રવીણ પટેલ

અને અલ્હાબાદથી નીરજ ત્રિપાઠીને ટિકિટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે મનોજ સિન્હા ગત લોકસભા ચૂંટણીમાં ગાઝીપુરથી ભાજપના ઉમેદવાર હતા. જ્યારે રીટા બહુગુણા જોશી અલ્હાબાદથી ભાજપના વર્તમાન સાંસદ છે.

ભાજપ એક પછી એક બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરે છે જેના પગલે સ્થાનિક કાર્યકરો પ્રચારમાં જોતરાઈ ગયા છે અને ટુંક સમયમાં બાકીની બેઠકો ઉપરના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે. ગુજરાતમાં બાકી રહેલી બેઠકોના ઉમેદવારો અંગે દિલ્હીમાં ચર્ચા થઈ ગઈ છે તે જોતા ગુજરાતના ઉમેદવારો ટુંક સમયમાં જાહેર થાય તેવું મનાઈ રહયું છે. વડાપ્રધાન મોદી ચુંટણી પ્રચાર કરવા સાથે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં પણ સક્રિય જોવા મળી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.