Western Times News

Gujarati News

ટેક્સાસમાં ગુમ થયેલ ભારતીય-અમેરિકન ૧૭ વર્ષીય વિદ્યાર્થીની ઈશિકા ઠાકુર સુરક્ષિત મળી આવી

ઈશિકા બ્રાઉનવુડ ડ્રાઈવ પરના તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી

આ પહેલા ગુમ થયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પાછળથી મૃત મળી આવ્યા હતા

ટેક્સાસમાં ગભરાટ વચ્ચે ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની ઈશિકા ઠાકુર ગુમ થઈ હતી

નવી દિલ્હી, અમેરિકાના ટેક્સાસ રાજ્યના ળિસ્કો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ગુમ થયેલી ૧૭ વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી ઈશિકા ઠાકુર સુરક્ષિત મળી આવી છે. ઈશિકા બ્રાઉનવુડ ડ્રાઈવ પરના તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને છેલ્લે કાળો શર્ટ અને લાલ/લીલો પાયજામા પહેરેલી જોવા મળી હતી.અધિકારીઓએ ગંભીર ગુમ થવાની ચેતવણી જારી કરી હતી.ઈશિકાના ગુમ થવાથી દરેકની ચિંતા વધી ગઈ હતી કારણ કે આ પહેલા ગુમ થયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પાછળથી મૃત મળી આવ્યા હતા.

ઓછામાં ઓછા ૧૧ ભારતીયો અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓ ૨૦૨૪માં યુ.એસ.માં મૃત હાલતમાં મળી આવ્યા છે, જે તમામ ૨૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરના હતા. ઇશિકા ગુમ થયા બાદ તરત જ સંબંધિત અધિકારીઓએ ગંભીર ગુમ થવા અંગે ચેતવણી જારી કરી હતી.અધિકારીઓએ ઈશિકાને શોધી કાઢી વ્યાપક શોધ પ્રયાસો બાદ અધિકારીઓએ ઈશિકાને શોધી કાઢી છે. “ગુમ થયેલ ૧૭ વર્ષીય વિદ્યાર્થી, જેના માટે આજે એક ગંભીર ગુમ ચેતવણી જારી કરવામાં આવી હતી, તે શોધી કાઢવામાં આવ્યો છે,” પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અમેરિકામાં ભારતીયો અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચાલી રહેલી ચિંતા વચ્ચે ઈશિકાનો મામલો સામે આવ્યો છે.અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓનું મોતઅમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનો નથી. મંગળવારે જ ૨૫ વર્ષીય મોહમ્મદ અબ્દુલ અરાફાત અમેરિકાના ક્લીવલેન્ડ શહેરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અરાફાત ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાંથીમાં માસ્ટર્સનો અભ્યાસ કરવા ગયો હતો. અરાફાત લગભગ એક મહિનાથી ગુમ હતો અને તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.