Western Times News

Gujarati News

અમદાવાદના એક સાથે 60 રૂટ પર દોડશે ડબલ ડેકર બસ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદને ૬૦ જેટલા રૂટ પર ડબલ ડેકર બસની સોગાત મળશે. વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર શરૂ કર્યા બાદ હવે બીજા રૂટ પર પણ ડબલ ડેકર બસો ચાલશે.

મહત્વનું છે કે, બજેટમાં ફક્ત સાત બસો ચલાવવાનું આયોજન હતું પણ પર્યાવરણને ધ્યાનમાં લઈને હજી વધ ૬૦ જેટલા રૂટ પર ડબલ ડેકર બસોની શરૂઆત કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે. તાજેતરમાં અમદાવાદમાં ઇલેક્ટિÙક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી.

જોકે હવે આ ઇલેક્ટિÙક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી ૬૦ ઇલેક્ટિÙક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં સાત જેટલી ઇલેક્ટિÙક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી ૬૦ ઇલેક્ટિÙક બસ ખરીદવામાં આવગનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.