Western Times News

Gujarati News

કોટડા પ્રાથમિક શાળામાં અભિનય ગીતમાં વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડતર જ્ઞાન મેળવે છે

દાહોદ:ગરીબ અમીર ગામડાનું શહેરનું કે વિદેશનું દરેક બાળક માટે જીવનનું શિક્ષણ અતિ મહત્વનું છે  બાળકનું જન્મ માતા પિતાને આભારી છે જ્યારે જીવન શિક્ષકને આભારી છે  દાહોદ જિલ્લા ડાયટદ્વારા માર્ગદર્શન પ્રેરિત કોટડા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 વિદ્યાર્થીઓને અભિનય ગીત દ્વારા ભણતર પૂરું પાડવામાં આવી રહ્યું છે અંતરિયાળ વિસ્તારના બાળકોની ગેરહાજરીની સમસ્યા ન રહે અને બાળક હોશે હોશે અભ્યાસ મેળવી ઉચ્ચકક્ષાએ કારકિર્દીનું અને ઘડતર મેળવે તેવા અભિનય ગીતો દ્વારા બાળકોને અભ્યાસ પૂરું પાડવામાં આવે છે

કોટડા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભિનય ગીત દ્વારા પ્રેમ લાગણી અને કરુણા સંપ એકમને અનુરૂપ વિષય વસ્તુને આધારિત બાળકો મોજ શોખમાં ભણતર ભણી આગળ વધે તેમજ અંતરિયાળ વિસ્તારમાં બાળકોની સતત ગેરહાજરીની સમસ્યા ઉદ્ભવ ના થાય તેને અનુરૂપ જોડકણાં વાર્તા બાળગીત અભિનય ગીત દ્વારા વિદ્યાર્થીઓને હોશે હોશે શાળાએ આવે તેવા અભિનય ગીતો કરાવી બાળકો પોતાનું ઘડતર અને કારકિર્દી મેળવી પોતાના પગ પર ઊભા થાય તેવા આયોજનો કરવામાં આવે છે રોટલો હળવો મહત્ત્વની વસ્તુ નથી


પરંતુ રોટલો એક એક કોળિયાને મીઠો બનાવવો ખરી કેળવણી છે કહેવત પ્રમાણે મારા બાળકો મને ખવડાવશે ત્યારે ખવડાવશે પણ હાલ તો મારી શાળાના  બાળકોને કારણે મારો અને મારા પરિવારના પેટનો ખાડા પુરાય છે જો આ વાક્ય દરેક શિક્ષકના મનમાં કોતરાઈ જાય તો ગરીબ બાળકો અને ગામડામાં નાનામાં નાની શાળાઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને જીવન સુગંધિત થઈ જાય આમ બાળક ગરીબનું હોય કે અમિરનું ગામડાંનું હોય કે શહેરનું દેશનું હોય કે વિદેશનું આમ કારકિર્દી કરતા જીવનનું શિક્ષણ અતિ મહત્ત્વનું છે મારો જન્મ મારા માતા પિતાને આભારી છે પરંતુ મારું જીવન મારા શિક્ષકને આભારી છે

આવા દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ગુલતોરા પગાર કેન્દ્રની તેતરીયા સીઆરસી નિ કોટડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચીખલી તાલુકાના ધોળીકુવા ગામના વતની જીજ્ઞેશકુમાર ભીખુભાઇ પટેલ દાહોદ ડાયટના અધ્યાપક રાજેશ જી મુનિયા અને  દિગેન્દ્રનગર જે એસ પટેલ હાઈસ્કૂલના શિક્ષક નિરૂબેન ઠાકોર પાસે માર્ગદર્શન મેળવી અભિનય ગીત દ્વારા  બાળકોને  એકમને અનુરૂપ અભિનયગિત દ્વારા પૂરતું જ્ઞાન  આપવામાં આવી રહ્યું છે જેથી ગામના લોકોમાં બહુ જ ખુશી જોવા મળી રહી છે  અને બાળકો પણ ખુશ ખુશાલ પોતાની આનંદ અને ઉત્સાહથી દરરોજ શાળાએ પહોંચી જતા હોય છે

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.