Western Times News

Gujarati News

61 કરોડના ખર્ચ 13 હજાર બાંધકામ શ્રમીકોને રહેવા માટે 17 શ્રમિક બસેરા તૈયાર કરાશે

પ્રતિકાત્મક

અમદાવાદમાં ૭ સહિત કુલ ૧૭ શ્રમીક બસેરા સ્થપાશે -બાંધકામ શ્રમીકોને હવે માત્ર પાંચ રૂપિયામાં રહેવાની સુવિધા અપાશે

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારે પ્રથમ તબકકે અમદાવાદ મહાનગર સહીત ૩ મહાનગરોમાં અને ગીફટસીટી ખાતે શ્રમીકોને રહેવા માટે તમામ સગવડોથી સંપન્ન એવા ૧૭ બસેરા રૂ.૬૧.ર૬ કરોડનાખર્ચે ઉભા કરવરાનું નકકી કર્યું છે. જેમાં શ્રમીકો પાસેથી રહેરવા માટે કેવળ દૈનિક રૂ.પ ચાર્જ લેવામાં આવશે.

પ્રથમ તબકકે અમદાવાદ વડોદરા, રાજકોટ મ્યુદિસીપલ કોર્પોરેશન વિસ્તારોમાં તથા ગિફટસીટીમાં સ્થપાનારા આ શ્રમીક બસેરા માટે જે તે કોર્પોરેશનોએ તથા ગીફટસીટી કંપનીએ જગ્યાઓ ફાળવી દીધી છે. અને રાજયના શ્રમ-કૌશલ્યય વિકાસ-રોજગાર વિભાગે જરૂરી બાંધકામ હાથ ધરવરા ટેન્ડરો બહાર પાડી દીધાં છે., આઠ-દસ મહીનામાં જ તૈયાર થશે.

અમદાવાદમાં ગોતા, જગતપુર, નારોલ દક્ષીણ-૧ વટવા જુના વાડજ, નરોડા-૧ અને વેજલપુર ખાતે શ્રમીક બસેરા ઉભા થશે. જેમાં કુલ ૭,પ૦૦ જેટલા શ્રમીકો રહી શકશે. આવી જ રીતે વડોદરામાં ૧,૭ર૮,રાજકોટમાં ૩,ર૮૯ અની ગીફટસીટીમાં ૩૦૪ શ્રમીકો માટે રહેવાની સગવડ ઉભી થશે. સુરત મહાનગરમાં પણ બસેરા ઉભા કરવાનો પ્લાન ઘડામણમાં છે.

આ શ્રમીક બસેરા ખાતે પ્રત્યેક શ્રમીકને ૪ બાય ૬ ના એરીયામાં ગાદડી-ઓશીકા કવર સાથેનો બેડ, બારી, નાનું કબાટ, ઉપરાંત ટોવેલ-સાબુ સાથેના કોમન કબાટ, ઉપરાંત ટોવેલ-સાબુ સાથેના કોમન સંડાસ-બાથરૂમ, બાળકોને રમવા માટે પ્લે એરીયા, ર૪ કલાક પાણી-લાઈટ, સીકયોરીટી, ઉપલબ્ધ થશે.

આ બસેરાની નજીકમાં શ્રમીક અન્નપુર્ણ્‌ સેન્ટર તથા આરોગ્ય માટે ધન્વનતરી રથની સુવિધા મળી રહે તે પ્રકારે આયોજન થઈ રહયું છે.  રાજયમાં બાંધકામ શ્રમીકોના કલ્યાણ માટે વેલ્ફેર બોર્ડ દ્વારા નવા પ્રત્યેક બાંધકામની કિંમતના ૧ ટકા સેસ વસુલ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.