Western Times News

Gujarati News

૮ વર્ષના બે બાળકોએ ૩૦ રોજા પૂરા કરી અનેરી સિધ્ધિ મેળવી

મોડાસા, રમજાન મહિનાનો ઈસ્લામ ધર્મમાં અનેરુ મહત્વ છે. રમજાનમાં નમાજ, તરાવીહ, રોઝા અને ઝકાત જેવા નેક અને પરોપકારી કાર્યો થાય છે. ગુનાની તોબાહ કરી પવિત્રકામ કરાય છે. આ પવિત્ર રમજાન માસમાં બાળકો પણ રોજા રાખે છે.

તેમાં પત્રકાર મહમદઅલી દુરાનીનો પૌત્ર ૦૮ વર્ષિય અયાન ઈરશાદ દુરાની અને પત્રકાર આફતાબ દુરાનીના પૌત્ર ૦૮ વર્ષિય મોહંમદ ઈમરાન દુરાનીએ રમજાન માસના પુરેપુરા ૩૦ રોઝા કરી અનેરી સિÂધ્ધ પ્રાપ્ત કરી છે.

આવી આકરી ગરમીના માહોલમાં બે નાના બાળકોએ ૩૦ રોજા કરી ભગીરથ કાર્ય કરેલ હોઈ મુબારકબાદીના હકદાર છે. આ પવિત્ર રમજાન માસમાં પત્રકાર ઈકબાલ ચીશ્તીએ પીર સીદી મુખતીયાર દરગાહ મસ્જીદના પરિસર સંકુલમાં ઈફતાર પાર્ટી યોજી હતી જેમાં હિન્દુ-મુસ્લિમ પત્રકારો અને આગેવાનોએ ઉપસ્થિત રહી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા

જેથી અગાઉના વર્ષોમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જૈન સુમેરમલજીએ પણ આ પ્રકારની ઈફતાર પાર્ટી રાખી હતી તેની યાદ અપાવી હતી તેમજ હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં મુસ્તુફા મસ્જીદ કમિટી દ્વારા ઈફતાર પાર્ટી યોજાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.