Western Times News

Gujarati News

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ચકાસણી અને જમા કરાવવા બાબતે નોટિસ જાહેર કરાઈ

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા બાબતે નોટિસ જાહેર કરાઈ –૧૨/૦૪/૨૦૨૪થી ૧૯/૦૪/૨૦૨૪ દરમિયાન રજાના દિવસ સિવાય સવારે ૧૧.૦૦થી બપોરે .૦૦ વાગ્યા દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મળશે

ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ પોતાની અખબારી યાદીમાં જણાવે છે કે, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતવિભાગ માટેની ચૂંટણી નોટિસ તા.૧૨/૦૪/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જે મુજબ,

(૧) ચૂંટણી અધિકારી ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૨/૦૪/૨૦૨૪થી તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારીપત્ર મેળવી શકાશે અને ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

(ર) ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ, જિલ્લા સેવા મદન, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવશે.

(9) ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ તા. ૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.

(૪ ) ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૭.૦૦થી સાંજના ૬.૦૦ કલાક વચ્ચે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.