Western Times News

Gujarati News

ડાર્ક ફિલ્મ લગાવીને ફરતી ગાડીઓમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસના આંખ આડા કાન

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેર સહીત સમગ્ર ગુજરાતમાં ખાનગી માલીકીની મોટર કારમાં કે પછી પેસેન્જર વ્હીકલમાં ડાર્ક ફિલ્મ લગાવવા પર મનાઈ હોવા છતાં કાયદાનો ભંગ કરીને રપથી૩૦ ટકા લોકો ડાર્ક ફીલ્મ લગાવી રહયા છે.

બીજીતરફ પોલીસ આરટીઓ કચેરીના અધિકારીઓ અને અમ્યુકોના અધિકારીઓ આ નિયમનું પાલન કરવાની બાબતમાં જોઈએ તેવી સક્રીયતા ન દાખવતા હોવાથી ખાનગી કારમાલીકે બેફામ ડાર્ક ફીલ્મ લગાવી રહયા છે. બીજા શબદોમાં કહીએ તો પોલીસ આરટીઓ કચેરી અને અમ્યુકોના અધિકારીઓ આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહયા છે.

હા ડાર્ક ફીલ્મ લગાવનારાઓ સામાન્ય રીતે ગરમીથી બચવા અને કારના એરકન્ડીશનર્સનું કૂલીગ વધારે આવે તે માટે ડાર્ક ફીલ્મનો ઉપયોગ કરે છે. ગેરકાયદે ડાર્કફીલ્મ લગાવીને કેટલાલક લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરીને પણ લાભ ઉઠાવી રહયા છે. દારૂ અને ડ્રગની હેરફેર કરનારાઓ પણ ડાર્ક ફીલ્મવાળી મોટરકારની કે વાહનનો ઉપયોગ કરતાં હોવાનું જાણવા મળી રહયયું છે.

તેમ જ ફોરેન બ્રાન્ડના ઈન્ડીના મેડ લીકીરનો ધંધો કરવા માટે પપણ ડાર્ક ફીલ્મ લગાવેલી મોટરકારનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. ચોકકસ હેતુસર કોલેજીયન યુવાનો પણ તેમની કારમાં ડાર્ક ફીલ્મ લગાડતા હોવાનું જોવા મળે છે.

પોલીસ કેટલીકવાર તેમને પકડે છે આ તબકકે પોલીસે તેમની ડાર્ક ફીલ્મ રસ્તા પર જ ઉખેડી નાખવાનો કામગીરી કરાવે છે. પોલીસની આ કામગીરી અધુરી જણાય છે. અમદાવાદના ઓટોપાર્ટસના બીઝનેસના હબ ગણાતા મીરઝાપુર નગરી હોસ્પિટલ પશ્ચિમ અમદાવાદમાં પકવાનના ચાર રસ્તા નજીકના વિસ્તાર સહીતના વિસ્તારમાં ડાર્ક ફીલ્મ લગાવી આપવાનો ધંધો બેફામ ચાલી રહયો છે.
કારના કાચ પર ફીલ્મ લગાડી આપનારાઓ ઓટો પાર્ટસની દુકાનની આસપાસ કોઈપણ જાતના ધંધાકીય સ્થળ વીના એટલે કે દુકાન ઓફીસ વિના જ રસ્તા પર ઉભા રહીને તેનો ધંધો કરી રહયા છે. પરીણામે દાયકાઓ સુધી જમીનમાં ન ઓગળી શકતી પ્લાસ્ટીકની ડાર્ક ફીલ્મનો કચરો રસ્તા પર જ પડી રહે ે છે. રસ્તા પર પડી રહેતો હોવાથી અમ્યયુકોના અધિકારીઓ આસપાસની દુકાનના માલીકોને તેને માટે જવાબદાર ગણીને તેમને દંડ કરે છે. આમ કમાય છે. કોઈ અને દંડાય છે. કોઈ જેવો ઘાટ થઈ રહયયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.