Western Times News

Gujarati News

સરોગેટ બાળકની કસ્ટડી માટેની NRIની અરજી ફગાવી દેવાઈ

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે સરોગસી દ્વારા જન્મેલા બાળકની કસ્ટડી માટેની એક દ્ગઇૈંની અરજી ફગાવી દીધી છે. અમદાવાદમાં સરોગસી દ્વારા જન્મેલી અને હાલમાં તેની માતા સાથે જર્મનીમાં રહેતી તેની બે વર્ષની પુત્રીની કસ્ટડીની માંગણી કરતી એક દ્ગઇૈંની હેબિયસ કોર્પસ અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ન્યાયાધીશોએ આ અરજીને ધ્યાનમાં લેવાનો ઈનકાર કર્યો હતો અને અવલોકન કર્યું હતું કે તે તેના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે બાળકનો જન્મ અમદાવાદમાં સરોગસી દ્વારા થયો હતો, જ્યારે બાળકના માતા-પિતા હાઈકોર્ટના પ્રાદેશિક અધિકારક્ષેત્રની બહાર રહે છે.

આ કેસની વિગતો જોઈએ તો અરજદાર ૨૦૧૭માં જર્મની ગયો હતો અને એક વર્ષ પછી તેની પત્ની પણ જર્મનીમાં તેની સાથે જોડાઈ હતી. આ બંને જણા પુણેના હતા. જોકે, દંપતીને સંતાન ન હોવાથી તેમણે સરોગસી દ્વારા બાળક મેળવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે આ દંપતી અમદાવાદ આવ્યા હતા. સરોગસી દ્વારા ૨૦૨૨માં તેમના બાળકનો જન્મ થયો હતો.

બાળકના જન્મ બાદ આ દંપતી પરત જર્મની ગયું હતું. ૨૦૨૩માં પતિ ભારત પરત ફર્યો હતો. જોકે, તેની પત્ની તેની સાથે આવી ન હતી. તેની પત્ની તેમની પુત્રી સાથે જર્મનીમાં રહી ગઈ હતી. તેથી પતિએ પુત્રીની કસ્ટડી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. આ અંગેની સુનાવણીમાં જસ્ટિસ એવાય કોગજે અને જસ્ટિસ એસજે દવેની ખંડપીઠે અરજદારના વકીલને પૂછ્યું હતું કે, શું અરજદાર મહારાષ્ટ્રમાં રહે છે અને શું તેની પત્ની અને પુત્રી જર્મનીમાં છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે, જ્યારે આ લોકો ક્યારેય ગુજરાતમાં રહેતા નથી, ત્યારે આ કેસ ગુજરાત હાઈકોર્ટના પ્રાદેશિક અધિકારક્ષેત્રની બહાર છે. આ અંગે અરજદારના વકીલે એવી રજૂઆત કરી હતી કે દંપતી ભલે ગુજરાતમાં રહેતું નથી પરંતુ સરોગસી દ્વારા તેમના બાળકનો જન્મ અમદાવાદમાં થયો હતો.

જેના કારણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે. બેન્ચે આ દલીલ સ્વીકારી ન હતી અને અભિપ્રાય આપ્યો હતો કે માત્ર અમદાવાદમાં સરોગસી થઈ હોવાથી તે ગુજરાત હાઈકોર્ટને અધિકારક્ષેત્ર આપતી નથી. આ સાથે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.