Western Times News

Gujarati News

દેશ અને દુનિયામાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

નવીદિલ્હી, આજે સમગ્ર દેશ અને દુનિયાભરમાં ક્રિસમસ પર્વની ધૂમધામી ઉજવણી કરવામાં આવી હતી રાતે ઘડીયાળનો કાંટો જેવો જ ૧૨ના આંકડા પર પહોંચ્યો કે ગિરિજાઘરોમાં વિશેષ પુજા પ્રાર્થના શરૂ થઇ ગઇ.દિલ્હી સહિત દેશભરના તમામ ચર્ચ રોશનીઓથી સજાવવામાં આવ્યા હતાં.ક્રિસમસ પ્રસંગ પર દેશભરના તમામ ગિરિજાઘરોને સજાવવામાં આવ્યા હતાં. આ પ્રસંગ પર મોટી સંખ્યામાં લોકોએ પ્રભુ યીશુને યાદ કર્યા અને કેક ખવડાવી એકબીજાને ક્રિસમસના અભિનંદન પાઠવ્યા હતાં ગિરિજાઘરોમાં ઝુમરોથી પણ શણગારવામાં આવ્યા હતાં.આ સાથે જ અનેક ગિરિજાઘરોમાં યીશુના જન્મને દર્શાવતી ઝાંખીઓ પણ લગાવવામાં આવી હતી.

ક્રિસમસની પૂર્વ સંધ્યાની રાતે તમામ નાના મોટા ચર્ચમા ંલોકો એકત્રિત થયા હતાં પ્રભુ યીશુના પ્રતીક જન્મની ઝાંકી સજાવતા એક બીજાને ક્રિસમસના અભિનંદન પાઠવ્યા હતાં ચર્ચમાં યીશુના સંદેશોને સંભળાવતા પણ ક્રિસમસના સેલિબ્રેશનની જાહેરાત કરવામાં આવે.

ક્રિસમસ પ્રસંગ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી,પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના આગેવાનોએ ખ્રિસ્તી ભાઇ બહેનોને ક્રિસમસની હાર્દિક શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઇસા મસીહનું શિક્ષણ આપણા બધાને પ્રેરિત કરે છે.તેમણે ટ્‌વીટ કરી કહ્યું મેરી ક્રિસમસ,આપણે ઇસા મસીહના જીવન અને શિક્ષાઓને યાદ કરીએ છીએ અને તેની ઉજવણી કરીએ છીએ. શાંતિ એકતા અને કરૂણાનો તેમનો સંદેશ આપણે બધાને પ્રેરિત કરે છે.

દરમિયાન વેટિકન સિટીમાં પોપે ક્રિસમસ મનાવના લાખો લોકોને કરૂણાની અપીલ કરી હતી.વર્ષભર ચાલેલી હિંસાના તબક્કા બાદ ક્રિસમસની પૂર્વ સંધ્યા પર પોપ ફ્રાંસિસે વેટિકનમાં મોટા જનસમૂહને સંબોધિત કરતા લોકોને કરૂણા અને સદ્‌ભાવના ભાવને અપનાવવાનું આહ્‌વાન કર્યું પહેલીવાર તેમના (પોપના) સંબોધનની થ્રીડી દ્વારા સીધુ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં ૫ હજારથી લોકો એકત્રિત થયા હતાં.

દુનિયાભરમાં રોમન કોથોલિક સમુદાયના ૧.૨ અબજ લોકોને આધ્યાÂત્મક નેતાએ લોકોને અહંકાર,ધમંડ અને બીજાથી ઇર્ષાની પ્રવૃતિ છોડી નેકી અને વિનમ્રતાથી જીદગી જીવવાનું આહ્‌વાન કર્યું હતું. સમારોહ પહેલા ધર્મગુરૂએ ખ્રિસ્તીઓના ઉત્પીડનની વધતી પ્રવૃતિ પર ચિંતા વ્યકત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.