Western Times News

Gujarati News

પેટલાદમાં MGVCLના બીલ કલેક્શન સેન્ટર બંધ

ગ્રાહકોને ભારે હાલાકી પુનઃ શરૂ કરવા ચેમ્બરની રજૂઆત

એજન્ટ પ્રથાને પ્રોત્સાહન
પેટલાદ શહેરમાં વીજ બીલ કલેક્શન સેન્ટર બંધ થવા બાબતે ચેમ્બર દ્વારા સ્ય્ફઝ્રન્ને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે સ્ય્ફઝ્રન્ દ્વારા શહેરની ભૌગોલિક અને શૈક્ષણિક પરિસ્થિતીને ધ્યાનમાં લીધા સિવાય ઓનલાઈન પેમેન્ટનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી એજન્ટોનો રાફડો ફાટી નીકળવાનો ભય છે. જેને કારણે ગ્રાહકોને ભારે હાડમારી ભોગવવી પડે તેમ છે. આ નિર્ણય એજન્ટોને પ્રોત્સાહન આપનારો છે. સ્ય્ફઝ્રન્ દ્વારા ઓનલાઈન કે ડિજીટલ પેમેન્ટ વ્યવસ્થા શરૂ કરે તેમાં વાંધો નથી, પરંતુ કલેક્શન સેન્ટર થકી ઓફ લાઈન સેવા પણ ચાલુ રહેવી જોઈએ.

પોલીસી મેટર છે ઃ રેવન્યુ સુપ્રિ.
આ બાબતે પેટલાદ સ્ય્ફઝ્રન્ના રેવન્યુ સુપ્રિટેન્ડેન્ટ સુનીલ રામીએ જણાવ્યું હતું કે દેશ ડિજીટલ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. પેપર લેસ, પેન લેસ કામગીરીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે વડોદરા સ્થિત કોર્પોરેટ ઓફિસનો આ નિર્ણય છે. પેટલાદ ડિવીઝન હેઠળ આવતા પેટલાદ અને ખંભાતના સેન્ટરો બંધ કરેલ છે.

દરેક ગ્રાહક ઊઇ કોડ, ેંઁં કે ગુગલ પે થકી ગ્રાહક ઘેરબેઠાં પેમેન્ટ કરી શકે છે. દરેક વીજ ગ્રાહક સ્ય્ફઝ્રન્ની એપ ડાઉનલોડ કરશે તો તેઓને બીલ પેમેન્ટ સહિત અગાઉના બીલોની માહિતી, રિસીપ્ટ, બીલ કોપી, ટ્રાન્ઝેક્શન વગેરે ઘણું જાણવાનું પણ મળશે. સિનીયર સિટીઝનોને પડનાર તકલીફ સંદર્ભે તેઓએ કહ્યું હતું કે અઘરૂં છે પણ અશક્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ શહેરના આશરે ચારેક હજાર ગ્રાહકોને અન્યોન્ય મંડળી સેન્ટરનો લાભ મળતો હતો. શહેરનું સેન્ટર પુનઃ શરૂ કરવા અમને ચેમ્બર ઓફ કોમર્સની લેખિત રજૂઆત મળી છે, જે આજરોજ અમે વડોદરા કોર્પોરેટ ઓફિસને ફોરવર્ડ કરેલ છે.

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ શહેરમાં એમજીવીસીએલ દ્વારા રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વીજ પુરવઠો મેળવતા ગ્રાહકો છે. આ ગ્રાહકો પાસેથી વપરાશ મુજબ દર બે મહિને બીલના નાણાં લેવામાં આવે છે. આ બીલના નાણાં ગ્રાહકો સહેલાઈથી ભરી શકે તે માટે સ્ય્ફઝ્રન્ દ્વારા શહેરની એક મંડળીને એજન્સી આપી હતી. જ્યાં ગ્રાહકો પોતાના સમયે બીલ ભરતા હતા.

વર્ષોથી કાર્યરત આ કલેક્શન સેન્ટર કોઈપણ પૂર્વ સૂચના સિવાય એમજીવીસીએલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યુ છે. જેથી શહેરના ગામતળમાં રહેતા અને એમજીવીસીએલના ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં વીજ ગ્રાહકોને આશરે ત્રણ કીમી ફરીને એમજીવીસીએલ કચેરીએ બીલ ભરવા જવાનું થતાં ભારે રોષ ફેલાયો હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર મામલે પેટલાદ ચેમ્બર કોમર્સે સેન્ટર પુનઃ ચાલુ કરવા વડોદરા સ્થિત સ્ય્ફઝ્રઙ્મ ખાતે રજૂઆત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરના ચાવડી બજારમાં એમજીવીસીએલનું વીજ બીલ કલેક્શન કાર્યરત હતું. વર્ષોથી અન્યોન્ય સહાયક સહકારી મંડળી ખાતે ચાલતા આ કલેક્શન સેન્ટર ઉપર દર મહિને ગ્રાહકો બીલ ભરવા આવતા હતા. શહેરથી આશરે દોઢેક કિમી સુધી ગ્રાહકોને બુલ ભરવા જવું ના પડે તેવા આશયથી આ મંડળીએ સેન્ટર શરૂ કર્યું હતું. તેમાંય શહેરના ગામતળ વિસ્તારમાં રહેતા સિનીયર સિટીઝન વીજ ગ્રાહકોને આ સેન્ટરથી ખૂબ જ રાહત હતી.

પરંતુ અચાનક તા.૨ એપ્રિલથી કલેક્શન સેન્ટર એમજીવીસીએલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે ગ્રાહકોને છેક એમજીવીસીએલ સુધી બીલ ભરવા જવાની નોબત આવી છે. હાલની કાળઝાળ ગરમીમાં સિનીયર સિટીઝન ગ્રાહકોને ભાડે વાહન કરી બીલ ભરવા જવાની નોબત આવી છે. તેમાંય સ્ય્ફઝ્રન્ પાસેની રેલ્વે ફાટકનું કામ ચાલુ હોવાથી જીઆઈડીસીમાંથી ડાયવર્ઝન આપેલ છે.

જેથી શહેરના ગ્રાહકોને લગભગ ચારેક કીમી ફરીને સ્ય્ફઝ્રન્ ખાતે બીલ ભરવા જવું પડે છે. જેને કારણે શહેરના હજારો ગ્રાહકોને સમય, શક્તિ અને નાણાંનો વ્યય થવા સાથે ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે આજરોજ પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્ય્ફઝ્રન્ને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અન્યોન્ય મંડળી સ્થિત કલેક્શન સેન્ટર તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.