Western Times News

Gujarati News

અનોખા લગ્નઃ સ્મશાનમાં વરરાજાનો ઉતારો, દુલ્હને કાળા વસ્ત્ર પહેરી ઉંધા ફેરા ફર્યા

સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરીવારને તિલાંજલી આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયું છે. –રામોદમાં કુરીવાજોને ફગાવી નવતર લગ્ન સમારોહ યોજાયો

ગોડલ, કોટડા સાગાણીમાં તાલુકાના રામોદ ગામના રામનવમી તા.૧૭ બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરીવારના આંગણે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરીવારને તિલાંજલી આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું. તેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરીધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપ્યો હતો. બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારાધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો.

વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરીવારની આવવાની છે. જેમાં વરરાજા જયેશભાઈનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરીધાનમાં ભુત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કર્યુ. વર-કન્યાની લગ્ન વીધી બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાયો. મુહુર્ત-ચોઘડીયાને ફગાવી ઉધા ફેરા રાખી બંધારણનાં સોગંદ બોલી શપથ ગ્રહણ કરી હતી.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાના જણાવ્યા અનુસાર બુધવાર તા.૧૭મીએ જાથાની ટીમી રામોદમાં સવારે ૮ કલાકે પહોચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કર્યુ હતું. પ્રારંભમાં સવારે ૯થી૧૦ એક કલાક સુધી સદીઓ જુની માન્યતાને ખંડન કરી સામૈયું સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવી. સમજણપુર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રધ્ધાને નેસ્તાનાબૂદ કરવામાં આવશે.

કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનીક મીજાજ કેળવવા સંબંધી હકીકત મુકવામાં આવી. કાળી વસ્તુ કાળું વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિળ મનોવૃત્તિ્‌ છે. હકીકત નથી. આ અલગ્ન સમારોહને સફળ બનાવવા ગોવિંદભાઈ દાનાભાઈ પ્રવીણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, મનસુખભાઈ ગોવિંદભાઈ જયંતીભાઈ રાઠોડ, અંકીત મનસુખભાઈ અને હીરેન સુરેશભાઈ સહીત ગામના જાગૃતો અને મીત્ર મંડળ જાથાના સદસ્યો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.