Western Times News

Gujarati News

ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચમાં ટોપી ૧૩ રૂપિયા અને ઝાડુના ૩૫ નક્કી કરાયા

ગાંધીનગર, લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કાર્યની શરૂઆત કરી દેવાઇ છે ત્યારે ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પ્રચાર માટે જે વિવિધ ખર્ચ કરવામાં આવે તેના દર અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નક્કી કરાયા છે. લોકસભા ચૂંટણી લડતા ઉમેદવારોએ તે મુજબ ખર્ચના રજિસ્ટર નિભાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર, રેલી-સરઘસ વગેરે દરમિયાન ઉમેદવારો દ્વારા ખાણી-પીણીથી લઇ કાર્યકરો માટે ટોપીથી લઇને ખેસ વિગેરેની વ્યવસ્થા પણ કરાતી હોય છે. જેમાં સાદી ટોપીનો ભાવ ૧ નંગનો ૧૩ રૂપિયા અને પ્રિન્ટવાળી ટોપીનો ભાવ ૧૭ રૂપિયા નક્કી કરાયો છે.

જો ટોપી કાગળની હોય તો ૬ રૂપિયાનો દર રખાયો છે. આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિન્હ ઝાડુ છે. ઝાડુનો ભાવ ૩૫ રૂપિયા નક્કી કરાયો છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી છે ત્યારે પ્રચાર સભામાં મોટાપાયે પાણી અને લીંબુ શરબત, છાશ વિગેરેનો ઉપયોગ કરાતો હોય છે.

તેના ભાવ પણ નક્કી કરાયા છે. તે સાથે સાદી ગુજરાતી થાળીમાં પૂરી અથવા રોટલી, બે શાક, દાળ કે કઢી, ભાત કે ખીચડી અને પાપડ, સલાડ વિગેરેનો સમાવેશ ૯૦ રૂપિયામાં કરાયો છે. જ્યારે મિષ્ટાન ફરસાણ સાથેની ગુજરાતી થાળીનો ભાવ ૧૪૦ રૂપિયા નક્કી કરાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.