Western Times News

Gujarati News

દેશભરમાં SUVનો જોરદાર ક્રેઝઃ વેચાણમાં 40 ટકાનો ઉછાળો

SUVના દેશભરમાં વધી રહી છે મોટી અને વધુ સારી કાર્સ ખરીદવાનું વલણ: કાર્સ24નો અહેવાલ

આંતરીક સર્વે પ્રમાણેખરીદદારોનું ફરી વખત પ્રી ઓનર્ડ કાર્સ તરફ વલણ વધી રહ્યું છે

ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝે વર્ષ 2024ની ધમાકેદાર શરૂઆત કરી છે. ઓટોટેક ક્ષેત્રમાં દેશની અગ્રણી કંપની કાર્સ24(CARS24)એ પોતાના ડ્રાઈવ ટાઈમ ક્વૉર્ટર્લી  રિપોર્ટ રજૂ કર્યો છે અને આ સાથે ગ્રાહકોના બદલાઈ રહેલા વલણને તેમાં દર્શાવવામાં આવેલ છે. આ ત્રિમાસિક ગાળાના આંકડામાં એકંદરે પ્રગતિ જોવા મળી રહી છે તે ઉપરાંત કાર ખરીદવા પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ પણ નોંધપાત્ર પ્રમાણમાં બદલાઈ ગયો છે.

પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન દેશના દરેક ખૂણેથી સેકન્ડ હેન્ડ એસયુવી કારની માંગ વધી છે. પ્લેટફોર્મ પર નોન-મેટ્રો માર્કેટ્સમાં એસયુવીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. કાર્સ24 (CARS24)એ પોતાના ગ્રાહકોનો એક સર્વે પણ કર્યો છે અને તેમા જાણવા મળ્યું છે કે ઘણાબધા ગ્રાહકો ફરી વખત સેકન્ડ હેન્ડ કારની ખરીદી કરવા ઈચ્છે છે.

હમારા દેશ બદલ રહા હૈ (આપણો દેશ બદલાઈ રહ્યો છે)સેકન્ડ હેન્ડ કાર્સની માંગમાં 30 ટકાનો વધારો

આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ટીયર-2 અને ટીયર-3 શહેરોમાંથી ગ્રાહકોની વર્તણૂંક એટલે કે વ્યવહારમાં પરિવર્તન થતું જોવા મળ્યું છે. ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં સેકન્ડ હેન્ડ કાર તરફનું વલણ 30 ટકા વધી ગયું છે, જેને પગલે નવી કારની માંગ ઓછી થઈ છે. સેકન્ડ હેન્ડ કાર્સની વધી રહેલી માંગને જોતા એ બાબત સ્પષ્ટ થાય છે કે ખરીદદારોનો દ્રષ્ટિકણ બદલાઈ રહ્યો છે, તેઓ હવે નવા મોડલ્સથી પણ આગળ વિચારી રહ્યા છે.

અમદાવાદ, કોચી, જયપુર, સુરત, ભોપાલ, ઈન્દોર અને લખનઉ જેવા શહેરોમાં ગ્રાહકો માટે કાર એ પરિવહનનું માધ્યમ હોવા ઉપરાંત સ્ટાઈલ અને સ્ટેટ્સનું સિમ્બોલ પણ બની ગયું છે. આ રુઝાનોને પગલે પ્રીમિયમ ફિચર્સની સેકન્ડ હેન્ડ કાર્સના માર્કેટનો વ્યાપ ઝડપભેર વિસ્તરી રહ્યો છે, અને ઓટોમોટીવ ક્ષેત્રમાં નવા નવા પરિવર્તન આવી રહ્યા છે.

એસયુવીની વધી રહી છે માંગનોન-મેટ્રોના ગ્રાહકોને આકર્ષી રહી છે મોટીપ્રીમિયમ કાર્સ

નોન-મેટ્રો શહેરો એટલે કે નાના નગરોની વાત કરવામાં આવે તો આ ત્રિમાસિક ગાળામાં એસયુવીના વેચાણમાં 40 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે ટીયર 2 અને ટીયર 3ના ગ્રાહકોનું વલણ મોટી તથા પ્રીમિયમ કાર્સ પ્રત્યે વધી રહ્યું છે. એસયુવી કાર્સમાં આરામદાયક તથા અત્યાધુનિક ફીચર્સને લીધે ફોર્ડ ઈકોસ્પોર્ટ, હ્યુન્ડાઈ ક્રેટા, ટાટા નેક્સોન, મારુતિ સુઝુકી બ્રેઝા, હ્યુન્ડાઈ વેન્યુ જેવા મોડલ્સની માંગ ઘણી વધી ગઈ છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્રાહકો તેમની રાઈડ્સને વધુ સ્ટાઈલિશ બનાવવા ઈચ્છે છે.

ઓટોમેટિક કાર્સના વેચાણમાં વધારોગ્રાહકો આપી રહ્યા છે આરામદાયક અને લક્ઝરી કારને વધુ મહત્વ

આ ઉપરાંત, ત્રિમાસિક ગાળા દરમિયાન નોન-મેટ્રો શહેરોમાં ઓટોમેટીક કાર્સના વેચાણમાં પણ 30 ટકાનો વધારો થયો છે, આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્રાહકો ઉપયોગ કરવામાં સરળ હોય તેવા લક્ઝરી ફિચર્સ તરફ વળી રહ્યા છે.

વર્તમાન સમયમાં ગ્રાહકો પોતાની કારમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવા પ્રીમિયમ ફીચર્સ ઈચ્છે છે. સનરુફ, કારપ્લે/એન્ડ્રોઈડ ઓટો કમ્પેટીબિલિટી, એલૉય વ્હિલ્સ, જીપીએસ સિસ્ટમ તથા રિયર વ્યૂ કેમેરા વગેરે આજના ડ્રાઈવર્સની પ્રમાણિત જરૂરિયાત બની ગઈ છે. આ ફીચર્સ તેમનો ડ્રાઈવિંગને લગતો અનુભવ સરળ અને આનંદદાયક બનાવે છે.

અનુભવમાં રોકાણઃ મૂલ્યવર્ધિત સેવાઓમાં થઈ રહ્યો છે વધારો

આ ઉપરાંત, મૂલ્ય વર્ધિત સેવાઓ (VAS)માં રોકાણમાં 37 ટકાની ટકાઉ વૃદ્ધિ નોંધાઈ છે, જે સમગ્ર કારની માલિકીને લગતા અનુભવને વધારવાની દિશામાં એક પ્રવૃતિને લગતો ચોક્કસ સંકેત આપે છે. વિસ્તારવામાં આવેલ વોરન્ટીઝ અને ટેકનોલોજી સંબંધિત અપગ્રેડ્સ જેવી સર્વિસિસ પર સરેરાશ રૂપિયા 9,600 જેટલા વધારાના ખર્ચ સાથે ગ્રાહકો ઝડપભેર એવા પ્રકારની કારને શોધી રહ્યા છે કે જે તેમની ઉપયોગીતાને પૂરી કરવા ઉપરાંત લક્ઝરી, કમફર્ટ અને મનને શાંતિ આપે તેવી હોય. આ પરિવર્તન એવી કાર્સની વ્યાપક ઈચ્છાને દર્શાવે છે કે જે વર્તમાન સમયમાં ગ્રાહકોની વધતી જરૂરિયાતો તથા પ્રાથમિકતાને દર્શાવી એકંદરે માલિકીપણાનો અનુભવ કરાવે છે.

મારુતિ હજુ પણ છે દિલોની ધડકનજોકે હ્યુન્ડાઈ અને હોન્ડા ડીએમ પણ છે આકર્ષણ!

સ્લીક સ્વિફ્ટ, બોલ્ડ બલેનો ઉપરાંત મારુતિ સુઝુકી સૌના દિલ જીતી રહી છે. તે ફક્ત કાર જ નથી; તે ક્રશ ઓન વ્હિલ્સ પણ છે. અલબત, આ ક્ષેત્રમાં કેટલીક સ્પર્ધા રહેલી છે! હ્યુન્ડાઈ અને હોન્ડા ફક્ત સાઈડ-લાઈનથી જ જોવામાં આવતી નથી;  તે સ્ટાઈલ અને ડિઝાઈન સાથે ડીએમમાં સ્લાઈડિંગ થઈ રહી છે, તે કાર્સ લવર્સને ખાસ વાત કહેવા ઉપરાંત રોમાંચિકતાથી ભરપૂર સવારીની પણ ખાતરી આપે છે.

અગાઉની તુલનામાં ઘણા લોકોએ આ બ્રાન્ડની એસયુવીને  પસંદ કરી છે. બ્રેન્ઝા, સીઆરવી અને અર્ટિગા બાદ ક્રેટા પણ સૌથી લોકપ્રિય છે. (કંપનીના મોડ્યુલ પ્રમાણે, સ્ટેશન વેગન પણ એસયુવીનો હિસ્સો છે).

ત્રિમાસિક ગાળામાં મહત્વના પ્રશ્નો: કિતના ચલી હૈ ઔર મેઈન્ટેનન્સ કોસ્ટ (કેટલી ચાલી છે અને જાળવણી ખર્ચ)

“કિતના ચલી હૈ (કેટલી ચાલી છે)?” અને મેઈન્ટેનન્સ કા એન્યુઅલી કિતના ખર્ચ હોગા (જાળવણીનો વાર્ષિક કેટલો ખર્ચ થશે)?” આ ત્રિમાસિક ગાળામાં જૂની કારોના ખરીદદારોમાં આ એક પ્રચલિત વાત હોય છે. આ પ્રશ્ન ખરીદદારોની પરિપક્વ તથા વિચારશીલ દ્રષ્ટિકોણને દર્શાવે છે, જે તાત્કાલિક કારને લગતી અપીલ ઉપરાંત લાંબા ગાળાના આર્થિક પ્રભાવોને પણ પ્રાથમિકતા આપે છે. આ ઉપરાંત, ખરીદદાર ઉત્સાહપૂર્વક એવું પણ પૂછે છે કે “શું કારનો ઈતિહાસ એટલો જ સાફ કે જેટલી તે દેખાય છે?” અને “શું આ કારના માલિક બનવાથી સારો પ્રભાવ પડશે?”

આ ઉપરાંત અન્ય એક મહત્વનો પ્રશ્ન એ પણ હોય છે કે, “હું કેટલી જલ્દીથી ખરીદીને પૂરી કરી શકું છું અને ગાડીને ચલાવવાનું શરૂ કરી શકું છું?” આ પ્રશ્નોનો ઉદ્દેશ કારના પર્ફોમન્સ તથા જાળવણી ખર્ચનું આંકલન કરવા ઉપરાંત તેના ભૂતકાળ, તેની અસરકારક ક્ષમતા તથા ખરીદીની પ્રક્રિયાની ગતિ અંગે પણ વિચાર કરે છે. આ દ્રષ્ટિકોણ એ બાબતને પણ દર્શાવે છે કે ખરીદનાર ફક્ત નવી કાર મેળવવા જ ઉત્સુક નથી, પણ ખર્ચને લગતી વિશ્વસનીયતા તથા તેમાં સામેલ સમગ્ર પ્રક્રિયાને લઈ પણ સાવધાનિપૂર્વક વિચાર કરી રહ્યા છે.

કલર ટ્રેંડઃ વાઈબ્સ સાથે મેચિંગ

ઓટોમોટિવ પ્રાથમિકતાઓના પેલેટ એક ઉલ્લેખનીય પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહેલ છે, કારણ કે કલરનો વિકલ્પ ગ્રાહકોના વિકસિત થઈ રહેલ સ્વાદ (ટેસ્ટ) અને ઓળખને પ્રતિબિંબિત કરવા માટે બદલાઈ રહેલ છે, ખાસ કરીને જેન ઝેડ વચ્ચે. સિલ્વર એ  વ્હિકલ એઈસ્થેટીક્સમાં એક નવા બેંચમાર્કને સ્થાપિત કરીને  પરંપરાગત પસંદગી, વ્હાઈટને ઝડપભેર પાછળ છોડી દીધેલ છે.

આ ત્રિમાસિક ગાળામાં અમે વધારે વાઈબ્રન્ટ કલર્સને અપનાવ્યા છે- જેમ કે વાઈબ્રન્ટ રેડ અને કૂલ બ્લુ એ લોકપ્રિય વિકલ્પ બની ગયેલ છે,જે પરંપરાથી હટીને સંકેત પાઠવે છે. આ ઉપરાંત, એક બિનઅપેક્ષિત કન્ટેન્ડકર, અર્થી બ્રાઉન છે,જે પ્રાથમિક રંગોના પ્રભૂત્વને પડકારે છે અને વ્યક્તિગત શૈલી તથા લોકાચારને પ્રતિબિંબિત કરનારા વાહનો પ્રત્યે વ્યાપક રુઝાનને દર્શાવે છે.

આ સ્પષ્ટ છે કે આજના ખરીદદાર ખાસ કરીને જેન ઝેડ ડેમોગ્રાફિકથી એવી કારને શોધી રહ્યા છે કે જે તેમની વ્યક્તિગત ભાવનાઓ અને જીવનશૈલી સાથે તાલમેલ ધરાવે છે. જેથી કલરની પસંદગી અંગે નિર્ણય એ એક અભિન્ન ભાગ બની ગયેલ છે. અમે આશ્ચર્ય છે કે શું ‘બ્રાઉન મુન્ડે’ની ‘બ્રાઉન કાર્સ’ સાથે કોઈ લેવા-દેવા હતી?

ફાયનાન્સરનું સપનુઃ રૂપિયા 335 કરોડની કાર લોનનું વિતરણ થયું

દેશભરમાં સેકન્ડ હેન્ડ કારને લઈ ફાયનાન્સિગ એટલે કે ધિરાણનું ચલણ પણ ઝડપભેર વધી રહ્યું છે. ફાયનાન્સિંગને લગતી સરળ પદ્ધતિને પગલે છેલ્લા 90 દિવસમાં રૂપિયા 335 કરોડની કાર લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. જેને લીધે ગ્રાહકો ખાસ કરીને પ્રથમ વખત કાર ખરીદનાર માટે વાહન ખરીદવું વધારે સરળ બની ગયું છે. આ સાથે જ  આ આંકડા યુવાનોમાં ખાનગી પરિવહન એટલે કે પર્સનલ ટ્રાન્સપોર્ટની વધી રહેલી માંગને પણ દર્શાવી રહેલ છે.

આ ઉપરાંત આ રુઝાન ફક્ત ભારતના શહેરો પૂરતા નથી; આ ત્રિમાસિક ગાળા દરમિયાન લોન માટે 30 ટકા અરજદારો ટીયર 2 અને ટીયર 3 શહેરથી છે. એટલે કે નાના અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ફાયનાન્સિંગની સુવિધા કારની ખરીદીને વધારે સરળ બનાવી રહેલ છે. આ દ્રષ્ટિથી જોઈએ તો દેશભરના વિવિધ ક્ષેત્રોમાં ગ્રાન્ડ આઈ10 એ ગ્રાહકોની પહેલી પસંદગી રહી છે. વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સેકન્ડ હેન્ડ કારની સરેરાશ ઈએમઆઈ રૂપિયા 10,200 રહી છે.

આજના સમયમાં લોનની મંજૂરી મેળવવી ખૂબ જ સરળ અને સુરક્ષિત બની ગયેલ છે, ગ્રાહકોને ફક્ત છ કલાકમાં જ કાર લોન માટે મંજૂરી મળી જાય છે, જેને પગલે ગ્રાહકો માટે કાર ખરીદવી ખૂબ જ સરળ બની ગઈ છે. અન્ય એક હકીકત એ પણ રહી છે કે આ દરમિયાન 20 ટકા લોન મહિલા ગ્રાહકોને આપવામાં આવી છે.

આ પરિવર્તનથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર થઈ રહી છે. સ્વતંત્રપણે કાર ખરીદવાનો નિર્ણય લઈ રહી છે અને પુરુષ પ્રધાન ક્ષેત્રોમાં લિંગ સમાનતા એકંદરે વધી રહી છે. આ આંકડા ભારતમાં પરિવર્તન આવી રહેલા સામાજીક નિયમો તથા આર્થિક સશક્તિકરણ તરફ સંકેત પાઠવે છે.

લોકોએ કાર્સ24ને રૂપિયા 1385 કરોડની કારનું કર્યું વેચાણ

વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીયોએ કાર્સ24ને રૂપિયા 1385 કરોડની કિંમતની તેમની કાર્સનું વેચાણ કર્યું છે. આ સમયગાળો વેચનારની સહભાગીતામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જે વાઈબ્રન્ટ અને એક્ટિવ માર્કેટના સંકેત પાઠવે છે. આ આંકડા દર્શાવે છે કે કેવી રીતે ગ્રાહકો નવી કાર્સને સર્ક્યુલેશનમાં લાવીને માંગ તથા પુરવઠા વચ્ચે જે અંતર છે તેને દૂર કરવામાં યોગદાન આપી રહ્યા છે.

યુવાનો આ દ્રષ્ટિકોણમાં પ્રી-ઓનર્ડ કાર માર્કેટમાં સંભવિત ખરીદદારો માટે ઉપલબ્ધ વિકલ્પોની શ્રૃખલાને વિસ્તારી રહ્યા છે. કાર્સને પ્લેટફોર્મ પર લિસ્ટેડ કર્યાં બાદ ગણતરીની મિનિટોમાં જ ગ્રાહકો તે યાદી જુએ છે, સ્પષ્ટ છે કે દેશભરમાં કારોની ખરીદીને લઈ લોકોના રુઝાન બદલાઈ રહ્યા છે.

ફન ઈનસાઈટ- મારુતિ ઝેનને યાદ કરો

આ ટીની ટાઈટનને સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં ‘બજેટ કિંગ’ નો ખિતાબ મળેલ છે. 8 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં આ કોમ્પેક્ટ ક્રુઝર રૂપિયા 1,15,000માં વેચવામાં આવી છે. આ ડીલ થઈ તે અગાઉ 200થી વધારે લોકો તેની પર નજર રાખી રહ્યા હતા.

કાર્સ24ના સહ-સ્થાપક ગજેન્દ્ર જાંગિડે કહ્યું છે કે “આ ત્રિમાસિક ગાળામાં પ્લેટફોર્મ પર દરેક કલાકે 6 જેટલી કારની ખરીદવામાં આવી રહી છે. સેકન્ડહેન્ડ કાર્સ તરફ લોકોનું વલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. તે ફક્ત નિયમોમાં જ તબદિલી આવી રહી નથી, પણ તે રિયલ-ટાઈમમમાં પુનઃલખવામાં આવી રહ્યા છે. તે એક રડાર પરની નાની એવી ઘટના નથી, તે પરિવર્તનનું સેઈસ્મિક વેવ છે. કારના ખરીદદારો જૂની ટેવોને બદલીને નવા વલણોને અપનાવી રહ્યા છે, અને અમે સૌ ખેલાડીઓ આ મહત્વના પરિવર્તનમાં સામેલ છીએ”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.