Western Times News

Gujarati News

ભોજપુરી એક્ટર રવિ કિશનની બીજી પત્ની હોવાનો એક મહિલાનો દાવો

મુંબઈ, ભોજપુરી એક્ટર અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશન મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા એક મહિલાએ દાવો કર્યો છે કે તે રવિ કિશનની બીજી પત્ની છે અને રવિથી તેમને એક પુત્રી પણ છે.

આ મહિલાનું નામ અપર્ણા ઠાકુર જણાવવામાં આવી છે અને તે બીજેપી સાંસદ પાસે પોતાની પુત્રીને સ્વીકારવાની માગ કરી રહી છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.અપર્ણાએ સોમવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

જેમાં તેણે કહ્યું હતું કે તે રવિ કિશનની પત્ની છે અને બંનેના લગ્ન વર્ષ ૧૯૯૬માં મુંબઈમાં થયા હતા, જેમાં બંનેના પરિવારજનો અને ખાસ મિત્રો પણ સામેલ થયા હતા. અપર્ણા કહે છે કે બંનેને એક દીકરી છે. તે ઈચ્છે છે કે રવિ કિશન તેને સામાજિક રીતે સ્વીકારે.

જો રવિ કિશન આમ નહીં કરે તો મહિલાએ કહ્યું છે કે તે ન્યાય માટે કોર્ટનો સંપર્ક કરશે.આ સાથે તેણે આ સાથે તેણે યોગી આદિત્યનાથને ન્યાયની અપીલ કરી છે.

આ કોન્ફરન્સમાં મહિલાની પુત્રી પણ હાજર હતી અને તેણે એવો પણ દાવો કર્યો છે કે રવિ તેના પિતા છે અને તેને મળવા પણ આવતો હતો. અપર્ણાની પુત્રીએ કહ્યું કે તેને ક્યારેય તેના પિતાનો પ્રેમ મળ્યો નથી, રવિ કિશન તેને મળવા ઘરે જતો હતો અને થોડા સમય પછી પાછો જતો હતો, તે તેની સાથે રહ્યો નહોતો.

તેણીએ કહ્યું, “મેં તેમની સાથે ઘણી વખત વાત કરી પરંતુ તેઓએ મને ક્યારેય મદદ કરી નહીં, છેલ્લી વખતે મને ૧૦ હજારની જરૂર હતી, મેં પૈસા માંગ્યા પરંતુ તેઓએ મને પૈસા આપ્યા નહીં.” તેણે કહ્યું કે તે હિરોઈન બનવા માંગતી હતી, પરંતુ રવિ કિશને તેની મદદ ન કરી. તેણી લારા દત્તા સાથે એક ફિલ્મમાં કામ કર્યું છે.

અપર્ણાએ કહ્યું કે, રવિ કિશનને તે વર્ષ ૧૯૯૫માં મળી જ્યારે તે પત્રકારત્વનો અભ્યાસ કરી રહી હતી. બંનેએ એક વર્ષ પછી લગ્ન કરી લીધા. અપર્ણા કહે છે કે રવિ કિશન હજી પણ તેના સંપર્કમાં છે, પરંતુ તે આ સંબંધ અને તેમની પુત્રીને જાહેરમાં સ્વીકારવા માંગતો નથી.

મહિલાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે અભિનેતા અને રાજનેતા રવિ કિશન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ફિલ્મ અભિનેતા કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેએ દાવો કર્યો છે કે અપર્ણા પાસે તેની પુત્રીનો ડીએનએ રિપોર્ટ છે અને તે તેને લઈને કોર્ટમાં જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.