Western Times News

Gujarati News

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગાડીના બોનેટને કાપીને લોકોને બહાર કાઢવા પડ્યાઃ 10 મોત

ઉભેલા ટેન્કર સાથે કાર ટકરાતા ૧૦નાં મોત -અકસ્માતના પગલે ટ્રાફિકજામઃ આઠ વ્યક્તિના ઘટના સ્થળે અને બે વ્યક્તિના સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં મોત

(પ્રતિનિધિ)નડિયાદ, વડોદરા -અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક શેઢી નદીના બ્રિજ પાસે આજે બપોરે રોડની સાઈડ પર ઉભેલી ટેન્કર પાછળ કાર ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં કાર માં બેઠેલા દસ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી જે પૈકી આઠ નું ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે બે વ્યક્તિને સારવાર માટે સિવિલમાં ખસેડતા રસ્તામાં મોત થયા હોવાનું જાણવા મળે છે આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી છે

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વડોદરા થી આજે સવારે એક આ નંબર જીજે ૨૭ ઇ સી ૨૫૭૮ કાર માં દસ વ્યક્તિઓ બેસીને અમદાવાદ તરફ જવા રવાના થયા હતા આ કાર આણંદ વટાવી વડોદરાથી અમદાવાદ જઈ રહેલ અર્ટિકા કારને અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક શેઢી નદીના બ્રિજ આગળ આવી તે વખતે રોડની સાઈડ પર ઉભેલ એક ટેન્કર નંબર એમએચ ૪૩ ૬ટ ૦૨૦૫ ની પાછળ ની સાઈડ એ ધડાકા ભેર આ કાર અથડાઈ હતી

આ સર્જાયેલા અકસ્માતમાં કાર નું આગળનો ભાગ લોચો વળી ગયો હતો કાર એક્સપ્રેસ હાઈવે પર હોય એટલે સ્વાભાવિક રીતે થોડી સ્પીડમાં હોય એટલે અકસ્માતની ગંભીરતા વધી ગઈ હતી કારમાં બેઠેલા તમામ ૧૦ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી એક્સપ્રેસ હાઈવે મરણચીસો થી ગુંજી ઉઠ્‌યો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં કાર નું પડીકું વળી ગયું હતું.અકસ્માતને લઈ ભયંકર થતા ધડાકો થતા આજુબાજુના લોકો પણ અકસ્માત થયો સમજીને હાઇવે પર દોડીયા હતા કોઈએ ૧૦૮ ને જાણ કરતાં અકસ્માતની જાણ થતા જ બે ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. તો બીજી તરફ અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

ટેન્કર પાછળ એટલી સ્પીડમાં કાર અથડાઈ હોય કાળનું આગળનું ભાગ લોચો થઈ ગયો હતો. કાળમાં બેઠેલા લોકો અંદર સેન્ડવીચ થઈ ગયા હતા બચાવ માટે આવેલા લોકોએ કાળના બોનેટને કાપીને અંદરથી લાશો બહાર કાઢી હતી દ્રશ્ય ભલભલાને કંપાવી દે તેવું હતું

અકસ્માતના પગલે કારમાં બેઠેલા તમામ લોકો ગંભીર બન્યા હતા લોહીના ફુવારા નીકળતા હતા બચાવ કામગીરીમાં લાગેલા લોકોને આકસ્માતમાં એક પણ વ્યક્તિ જીવતું નથી કેવું લાગ્યું લાગતું હતું પરંતુ જેમ જેમ અંદરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ખબર પડી કે બે વ્યક્તિઓના હૃદય ધબકે છે જેથી ૧૦૮ માં મૂકીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા

પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ રસ્તામાં બંને જીવ છોડી દીધા હતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે બપોરે બનેલા અકસ્માતમાં બનાવવામાં ૧૦ વ્યક્તિઓના મોત થયાં હતા આ બનાવને લઈ ટ્રાફિકજામ થઈ ગયો હતો લાંબી લાઈનો જોવા મળતી હતી વાહન ચાલકો અકસ્માતના દ્રશ્ય જોઈ ગમગીન બન્યા હતા ટ્રાફિક પોલીસે પોતાની ફરજ બજાવીને ધીમે ધીમે ટ્રાફિક ખુલ્લું કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.