Western Times News

Gujarati News

રાજૂ એન્જિનિયર્સે વિસ્તારેલી રાજકોટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું

વિસ્તરણ થયેલા પ્લાન્ટમાં હાલના ચાર મશીનથી એક જ સમયે 12 મશીનોનું ઉત્પાદન થવાની સંભાવના છે

રાજકોટ, 18 એપ્રિલ, 2024 – પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનરીના ક્ષેત્રે અગ્રણી કંપની રાજૂ એન્જિનિયર્સ લિમિટેડ રાજકોટમાં તેની વિસ્તારેલી ફેસિલિટીના ઉદ્ઘાટનની ગર્વભેર જાહેરાત કરે છે. કંપનીએ વધતી માંગને સંતોષવા તથા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે તેની ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી કરી હોવાથી આ વિસ્તરણ કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રજૂ કરે છે. Rajoo Engineers Limited Unveils Rajkot Facility Expansion, Boosting Manufacturing Capacity

આ વિસ્તરણ એક વિશાળ સ્ટ્રક્ચર છે જે ગત ઓગસ્ટમાં ખરીદવામાં આવેલી બાજુની 28,210 ચોરસ ફૂટ જમીનમાં ઊભું કરવામાં આવ્યું છે. આ વિસ્તરણ કરવામાં આવેલી ફેસિલિટી ઉત્પાદન ક્ષમતાને 30 ટકા વધારશે. ક્વોલિટી કંટ્રોલ માટેની સમર્પિત જગ્યાથી કંપનીને ગ્રાહક અનુભવમાં વધારો કરવા માટે મદદ મળશે.

કંપનીએ ફેક્ટરી શેડમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે જે લગભગ 18,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને 100 ફૂટ ઊંચો છે. આ રોકાણ નવીનતા, ગુણવત્તા, વિકાસ અને ગ્રાહક સંતોષ માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એડવાન્સ્ડ ટેક્નોલોજીથી સજ્જ આ વિસ્તરણ થયેલી ફેસિલિટી પ્રોડક્શનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે અને અદ્વિતીય ચોક્સાઇ અને વિશ્વસનીયતા સાથે વિશ્વભરની વિવિધ જરૂરિયાતો સંતોષશે.

આ વિશેષ પ્રસંગે રાજૂ એન્જિનિયર્સ લિમિટેડના ચેરમેન આર એન દોશીએ જણાવ્યું હતું કે “અમારી રાજકોટ ફેસિલિટીના વિસ્તરણનું ઉદ્ઘાટન એ અમારી સફરમાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન છે. અમારા નેશનલ અને ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ પૂરી પાડવા માટે અમે દ્રઢપણે ધ્યાન આપી રહ્યા છીએ. આ ઉદ્ઘાટન નવીનતા, ગુણવત્તા તથા ટકાઉ વિકાસ માટે અમારી દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે જે રાજૂ એન્જિનિયર્સ માટે એક નોંધપાત્ર હરણફાળ છે.”

આ વિસ્તરણ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક સમાપન એ તમામ હિસ્સેદારો માટે વિકાસ તરફનું આગળનું પગલું દર્શાવે છે. તે ઉચ્ચ ઉત્પાદકતા અને ઓપરેશનલ ઉત્કૃષ્ટતા માટેનો માર્ગ મોકળો કરે છે. રાજૂ એન્જિનિયર્સ નવા ઉત્સાહ તથા પ્રતિબદ્ધતા સાથે તેના સફળ પ્રવાસને ચાલુ રાખવા માટે આતુર છે. 

આ વિસ્તારેલી ફેસિલિટી સ્થાનિક સ્તરે ડિઝાઇન કરેલી અને એસેમ્બલ કરેલી મશીનરીનું ઉત્પાદન કરશે જે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાના ભારતના વિઝન સાથે જોડાયેલું છે. તે આયાતના અવેજીની ભાવના અને મેક ઈન ઈન્ડિયા પહેલને મૂર્ત બનાવે છે. આ પ્રગતિ સાથે રાજૂ એન્જિનિયર્સ નવીનતા તથા ઉત્કૃષ્ટતા પ્રત્યે તેનું સમર્પણ મજબૂત બનાવે છે અને ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે દેશને આગળ ધપાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.