Western Times News

Gujarati News

બ્રાન્ડેડ શુઝની ડીલીવરી મળે એટલે અસલી કાઢી લઈ ડુપ્લિકેટ શુઝ મૂકી પરત કંપનીમાં જમા કરાવી નાણાંની ઉચાપત

માતરના સોખડાના યુવક શુઝની ડીલેવરી મળે એટલે તેમાંથી અસલી સૂઝ કાઢી લઈ ડુપ્લિકેટ મૂકી પરત કંપનીમાં જમા કરાવી નાણાં પરત મેળવતા હતા

મિત્ર સાથે મળીને બ્રાન્ડેડ શુઝ ઓનલાઇન શોપિંગ કરી 84 લાખની છેતરપિંડી આચરી

(પ્રતિનિધિ) નડિયાદ, માતરના સોખડાના શખ્સે અને દિલ્હી ખાતેના તેના મિત્રએ ભેગા મળીને છેતરપિંડીની એક અલગ તરકીબ અપનાવી બુટની કંપનીને ૮૪ લાખનો ચૂનો ચોટાડ્‌યો છે આ ભેજા બાજો એ ૯ મહિનામાં ખોટાખોટા આધારકાર્ડ મારફતે ઓનલાઇન પ્લેટફોર્મ પર બ્રાન્ડેડ સૂઝની શોપિંગ કરી હતી.

બુટ તેમને મળે એટલે તેઓ તેમાંથી ઓરીજનલ બુટ લઈને ડુપ્લીકેટ બુટ એ ખોખામાં મૂકીને અમે કરેલ ઓર્ડર મુજબના બુટ નથી મળ્યા તેવા બહાના કરીને એ બુટો પરત કરતા હતા.

અને કેશ ઓન ડિલિવરીના રૂપિયા પોતાના ખાતામાં પરત જમા કરી લેતા હતા આ રીતે પાંચ દસ વખત કર્યું હોય તો ઠીક છે પરંતુ આ લોકોએ ૧૦ ૭૩ વખત આ કારસ્તાન કરતા બુટ બનાવતી કંપનીના ધ્યાન પર આ કારસ્તાન આવી ગયું હતું. જેથી તપાસ કર્યા બાદ આખી છેતરપિંડની બહાર આવતા આખરે માતર પોલીસમાં આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષિય અતિકઅહેમદ સૈયદઅહેમદ સૈયદ પોતે ઈન્સ્ટાકાર્ટ પ્રા.લી. કંપનીમાં એન્ફોર્સમેન્ટ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. તેમનું કામ કંપનીમાં થતા કોઈપણ કાયદાકીય ગૂંચવણ ઊભી થાય તેનો કાયદેસર નિકાલ લાવવાની જવાબદારી છે.

આ કંપની મારફતે તેમને ગત ૨૧ માર્ચ ૨૦૨૪ના રોજ રિટર્ન સેન્ટરમાંથી હકીકત મળી હતી કે, નાઈકી બ્રાન્ડેડના મોટા પ્રમાણમાં નકલી બુટ પરત આવેલ છે અને આ બધા બુટની ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ મિન્ત્રા ડિઝાઇન પ્રા.લી. ઉપરથી કરેલ છે. જે બાદ તેમણે તપાસ કરી હતી.

આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખેડા જિલ્લાના માતર તાલુકાના સોખડા ગામે મકાન નંબર ૧૧, આશાપુરી સોસાયટીમા રહેતા પાર્થ મનોજકુમાર શર્મા ૫૦૦થી વધારે અલગ અલગ ખોટી આઈડી અને ખોટા સરનામાના ઉપરથી ઉપરોક્ત ઓનલાઇન શોપિંગના પ્લેટફોર્મ પર ઉપયોગ કરી અલગ અલગ મોબાઈલ ઉપરથી ઉપરોક્ત બ્રાન્ડના બુટ ઓર્ડર કરેલ છે.

વધુમાં પાર્થ શર્માએ ૨૨ જુન ૨૦૨૩થી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી નવ મહિનામાં ૧૦૭૩ વખત આ બ્રાન્ડેડ હાઈ વેલ્યુ બુટ જેની કિંમત રૂપિયા ૮૪ લાખ થાય છે જેનો ઓર્ડર કરેલ છે અને છેતરપિંડી આચરી હોવાની હકીકત સામે આવી હતી.

જે બાદ કંપનીના એન્ફોર્સમેન્ટ ઓફીસરે ગુનો દાખલ કરવા ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જે અરજીના તપાસ બાદ ગુનો બનતો હોય આજે આ મામલે તેમણે માતર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. વધુમાં તેમને ધ્યાને હકીકત આવી હતી કે, આ પાર્થ શર્મા તેના નવી દિલ્હી ખાતે રહેતા મિત્ર આર્યવિરસીગ નામના વ્યક્તિ સાથે મળીને આ ગુનાને અંજામ આપતો હતો.

બંને લોકો ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર અલગ અલગ એકાઉન્ટ બનાવી ઉપરોક્ત કંપનીના મોંઘાદાટ બુટ ખરીદી કરતા હતા. આ એક બુટની કિંમત રૂપિયા ૮૦૦૦થી ૨૩૦૦૦ હજાર સુધીની હતી?. કેશ ઓન ડિલિવરી ઓર્ડર કરતા અને બુટની ડીલેવરી આવ્યા બાદ ૧૫ દિવસની રિટર્ન પોલિસી સુવિધાનો દુરઉપયોગ કરી પાંચેક દિવસમાં ઓર્ડરના બોક્સ અને પેકિંગ લેબલ સ્ટીકરનો ઉપયોગ કરી બોક્સમાં આવેલ ઓર્ડર જેવા જ ફર્સ્ટ કોપીના સસ્તી કિંમતના બુટ મૂકી ઓર્ડર રિટર્ન કરી દેતા હતા.

આ ઓર્ડર કંપનીને પરત મળતા તેઓએ કેશ ઓન ડિલિવરી વખતે ચૂકવેલ રકમના નાણા અલગ અલગ બેંક ખાતાઓમાં જમા થઈ જતા આ પ્રકારનું કામ છેલ્લા તેઓ નવ એક મહિનાથી કરતા હતા જેમાં અત્યાર સુધીમાં ૧૦૭૩ વખત ઉપર મુજબના પ્રકારે ઓર્ડર અને રિટર્ન પોલિસીમાંથી કંપની સાથે છેતરપિંડી કરી નાણાકીય લાભ મેળવેલ હોવાની વિગતો બહાર આવી હતી.

આ ઉપરાંત ઓર્ડરથી મંગાવેલ ઓરીજનલ બુટ તથા બ્રાન્ડેડ કંપનીના ફર્સ્ટ કોપીના બુટ પાર્થ શર્માના ઘરના ઉપરના રૂમમાં સ્ટોક કરેલો હતો જે બુટ જોડી નંગ ૨૨૬ ના મુદ્દામાલ અરજીની તપાસમાં કબજે લીધેલ હોવાની વિગતો બહાર આવી છે.

આ સાથે અલગ અલગ વ્યક્તિઓના કુલ ૧૨ ખોટા આધારકાર્ડ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત કલર પ્રિન્ટર, લેપટોપ સહિત કુલ રૂપિયા ૯ લાખ ૨ હજાર ૭૦૦નો મુદ્દામાલ પણ કબજે લેવાયો છે. જેથી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના ઇરાદાથી પાર્થ મનોજકુમાર શર્મા અને આર્યવિરસિંગે અગાઉથી પૂર્વ આયોજીત કાવતરાના ભાગ રૂપે અગલ-અલગ વ્યક્તિઓના નામે ખોટા આધારકાર્ડ બનાવી

તેઓ ખોટા આધારકાર્ડ જાણતા હોવા છતા તેનો સાચા તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ મેળવવા માટે ઓનલાઇન ઓર્ડરથી મંગાવેલ બુટ તથા બ્રાન્ડેડ કંપનીના બુટનુ કેશ ઓન ડીલેવરીથી (રોકડ) થી ચુકવણુ કરી તે ઓર્ડરને જાણી જોઇને નાની મોટી ખામી દર્શાવી

તે ઓરીજીનલ બુટની જગ્યાએ ઓરીજીનલ બુટ તથા બ્રાન્ડેડ કંપનીના બુટની ફસ્ટ કોપી રિટર્ન કરી ડીલેવરી વખતે કેશમાં ચુકવેલ રોકડા રૂપિયાનુ રિટર્ન અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મેળવી ગુનાહીત છેતરપીંડી આચરી હોવાનું જાણવા મળતા આ સંદર્ભે કંપનીના એન્ફોર્સમેન્ટ ઓફીસર અતિકઅહેમદ સૈયદે ઉપરોક્ત બંને ઈસમો વિરૂદ્ધ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.