Western Times News

Gujarati News

બંગાળમાં સૌથી વધુ ૭૭.૫૭ ટકા અને બિહારમાં સૌથી ઓછું ૪૬.૩૨ ટકા મતદાન

દેશમાં પ્રથમ તબક્કામાં કુલ ૬૦ ટકા જેટલું મતદાન થયું -પ્રથમ તબક્કામાં શુક્રવારે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન પૂર્ણ થયુંઃ પહેલા તબક્કામાં ૧૬૦૦થી વધુ ઉમેદવાર મેદાનમાં ૨૦૨૪ લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણઃ૧૦૨ બેઠકો પર સાંજે ૬ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૯.૭૧ ટકા મતદાન; બંગાળમાં સૌથી વધુ ૭૭.૫૭ ટકા મતદાન

લોકસભાના પ્રથમ તબક્કામાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર સાંજે ૬ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૯.૭૧ ટકા મતદાન થયુ છે. સીટોની દ્રષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. હજુ અંતિમ મતદાનની ટકાવારી આવી નથી.

પીએમ મોદીએ વોટિંગ પહેલા વોટ આપવાની અપીલ કરી હતી. તેમણે હિન્દી, તમિળ, મરાઠી સહિત ૫ ભાષાઓમાં ટ્‌વીટ કર્યું. વોટર ટર્નઆઉટ એપ અનુસાર, સાંજે ૫ વાગ્યા સુધી સૌથી વધુ મતદાન બંગાળમાં ૭૭.૫૭% હતું. બિહારમાં સૌથી ઓછું ૪૬.૩૨% મતદાન થયું હતું. ૨૧ રાજ્યોમાં સરેરાશ ૬૨.૮% મતદાન થયું છે.

વોટિંગ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં ગોળીબાર, બંગાળના કૂચબિહારમાં હિંસા અને છત્તીસગઢના બિજાપુરમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો.
૨૦૧૯માં આ ૧૦૨ લોકસભા બેઠકોમાંથી, ભાજપે ૪૦, ડીએમકે ૨૪ અને કોંગ્રેસ ૧૫ જીતી હતી. અન્યને ૨૩ બેઠકો મળી હતી. આ તબક્કામાં મોટા ભાગની બેઠકો માટે આ ત્રણ પક્ષો વચ્ચે જંગ છે.

પ્રથમ તબક્કામાં ૧,૬૨૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી ૧,૪૯૧ પુરુષ અને ૧૩૪ મહિલા ઉમેદવારો છે. આ વખતે ૮ કેન્દ્રીય મંત્રીઓ, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ પણ મેદાનમાં છે.

આ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન ૨૬મી એપ્રિલે થશે. કુલ ૭ તબક્કામાં ૫૪૩ બેઠકો માટે ૧ જૂને મતદાન સમાપ્ત થશે. તમામ બેઠકોનાં પરિણામ ૪ જૂને આવશે.
છત્તીસગઢની બસ્તર લોકસભા સીટ માટે આજે મતદાન થયું. અહીં, નક્સલ પ્રભાવિત કોંડાગાંવ જિલ્લાના અત્યંત સંવેદનશીલ કડેનાર અને બેચા વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આ વિસ્તારોમાં બપોરે ૩ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું.

અહીં મતદાન કર્મીઓને હેલિકોપ્ટર દ્વારા મતદાન મથક સુધી મોકલવામાં આવ્યા હતા. સાંજે લગભગ ૫ વાગ્યે ટીમ હેલિકોપ્ટર દ્વારા પરત આવી હતી. કલેક્ટર કુણાલ દુદાવતે ૈં્‌મ્ઁ કેમ્પના હેલીપેડ ખાતે પુષ્પગુચ્છ આપીને પોલિંગ પાર્ટીનું સ્વાગત કર્યું હતું.

સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, ‘ભાજપનો પ્રથમ દિવસ, પહેલો શો ફ્‌લોપ રહ્યો. હવે જનતાને ન તો ભાજપના લોકોનો અભિનય ગમી રહ્યો છે, ન સ્ટોરી, ન જૂના ડાયલોગ. ભાજપની બારી ખાલી છે. દેશની જાગૃત જનતાને તેમનું નવું ભવિષ્ય પસંદ કરવા બદલ અગાઉથી અભિનંદન અને એ તમામ સમાજની નવી રાજકીય ચેતનાને સલામ કે જેમણે પરંપરાથી અલગ થઈને ઈન્ડિયા એલાયન્સના ઉમેદવારોને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે અને મત આપ્યો છે.

છત્તીસગઢના બીજાપુરના ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારના ગલગામમાં ગ્રેનેડ બ્લાસ્ટમાં ઘાયલ ઝ્રઇઁહ્લ-૧૯૬ બટાલિયનનો એક જવાન શહીદ થયો છે. સૈનિકનું નામ દેવેન્દ્ર કુમાર છે. સૈનિકો વિસ્તારના વર્ચસ્વ માટે બહાર હતા. આ દરમિયાન પોલિંગ બૂથથી ૫૦૦ મીટર દૂર ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો.

ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈ લાઈખુટલેનબીના લોકોનો આરોપ છે કે સશસ્ત્ર બદમાશો આવ્યા અને તેમનો મત આપ્યો. જ્યારે વાસ્તવિક મતદારો આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમનો મત પડી ગયો છે. જેનાથી રોષે ભરાયેલા લોકોએ ઈવીએમ મશીનમાં તોડફોડ કરી હતી.

બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સાંજે ૪ વાગ્યે મતદાન સમાપ્ત થયું. જો કે, જે મતદારો મતદાન મથકો પર પહોંચી ગયા છે અને કતારમાં ઉભા છે તેમને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. વિધાનસભા મતવિસ્તાર માટે આવા પંદર મતદાન મથકો છે. હાલમાં નવ વિધાનસભા મતવિસ્તારોમાં સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલશે.

નાગાલેન્ડના ૬ જિલ્લામાં લગભગ ૦% મતદાન થયું હતું. આ જિલ્લાઓ છે- સોમ, લોંગલેંગ, તુએનસાંગ, નોક્લાક, શમાટોર અને કિફિરે. તે બધા પૂર્વ નાગાલેન્ડમાં આવે છે. ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન આ જિલ્લાઓ માટે અલગ વહીવટ અને વધુ નાણાકીય સ્વતંત્રતાની માગ કરી રહ્યું છે. આ સંગઠને આ જિલ્લાના લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

યુપીના સહારનપુરના કોતવાલી મંડીના જોટેવાલામાં બૂથ નંબર ૬૨ પર ઈવીએમ બગડી ગયું. ૧ કલાક સુધી મતદાન અટકાવવામાં આવ્યું હતું. મતદાન કરવા આવેલા કેટલાક મતદારો નારાજ થઈને ઘરે પરત ફર્યા હતા.

છત્તીસગઢમાં બસ્તર લોકસભા સીટની ચૂંટણી દરમિયાન બીજાપુરના ચિહકામાં ૈંઈડ્ઢ બ્લાસ્ટ થયો હતો. આમાં એરિયા ડોમિનેશન પર નીકળેલા સીઆરપીએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મનુ એચસીના ડાબા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ હતી. ઝ્રઇઁહ્લના જવાન ચિહકા મતદાન મથકની આસપાસના વિસ્તારમાં એરિયા ડોમિનેશન પર નીકળ્યા હતા. આ પહેલા બીજાપુરમાં પોલિંગ બૂથથી ૫૦૦ મીટર દૂર ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. જેમાં એક જવાન ઘાયલ થયો હતો.

મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા સીટ પર ફાયરિંગના સમાચાર છે. બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું. જેમાં ૩ લોકો ઘાયલ થયા છે. ઈમ્ફાલ ઈસ્ટના થોંગજુમાં એક બૂથ પર ઈવીએમ તોડફોડના સમાચાર છે. રાજ્યની બે બેઠકો- આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર આજે મતદાન થઈ રહ્યું છે.

આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર ૨૬ એપ્રિલે પણ મતદાન થશે. મણિપુરમાં ગયા વર્ષે ૩ માર્ચથી હિંસા ચાલી રહી છે. બીજાપુર જિલ્લાના ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારના ગલગામમાં સીઆરપીએફ-૧૯૬ બટાલિયનના સૈનિકો એરિયા ડોમિનેશન પર હતા. દરમિયાન, ેંમ્ય્ન્ સેલ બ્લાસ્ટને કારણે એક સૈનિક ઘાયલ થયો હતો. તેનાથી ૫૦૦ મીટરના અંતરે મતદાન મથક છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.