Western Times News

Gujarati News

સરકારી શાળામાં અભ્યાસ કરતી અર્ચના વસાવા ૧૩ વર્ષની ઉંમરે પ્રથમ લેખિકા બની

અર્ચના વસાવા લેખિકા બની હોવાની પ્રથમ ઘટના હોય શકે છે ઃ મોરારી બાપુએ પુસ્તકનું વિમોચન કર્યું

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે ધોરણ ૮ માં અભ્યાસ કરતી દિકરી અર્ચના વસાવા માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની હોવાની પ્રથમ ઘટના છે.વાગલખોડ પ્રાથમિક શાળા નાં આચાર્યએ વિધાર્થીને અભ્યાસ કરાવવાની લગન અને નિષ્ઠાએ દિકરી અચૅના વસાવા નેં માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બનવામાં મદદરૂપ થઈ

કથાકાર મોરારી બાપુ ના વરદ હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં સહભાગી બની કતૅવ્ય નિભાવ્યું છે. અને તે પણ સરકારી પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી અચૅના વસાવા માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની પુસ્તકનું વિમોચન ધરમપુર ખાંડા ખાતે કથાકાર મોરારી બાપુની ચાલતી કથા સ્થળે મોરારી બાપુનાં વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.મોરારી બાપુએ દિકરી અને શાળાના શિક્ષકગણને આશીર્વાદ આપ્યા હતા.

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકામાં પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા વાર્તા નિર્માણ સ્પર્ધામાં તાલુકા જીલ્લા અને રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો અને શિલ્ટ મેળવ્યા હતા ત્યારે શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિત અને જશુબેન ને દીકરીને વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરી હતી

અને અર્ચના દિકરીએ ૨૦ જેટલી વાર્તાઓ લખી ત્યાર બાદ આ વાર્તાઓ નું પુસ્તક છપાવવામાં આવ્યું.આ પુસ્તક છપાતાં ચિત્રકૂટ એવોર્ડ વિજેતા કાલિદાસ રોહિત ને વિચાર આવ્યો કે મારી શાળા ની દીકરીનું પુસ્તક મોરારીબાપુ ના હાથે વિમોચન થાય તે માટે તેમણે પૂજ્ય મોરારી બાપુ નો સંપર્ક કરતાં બાપુ એ દીકરીને પુસ્તક વિમોચન કરવાની હાં પાડી અને હાલ ધરમપુર ખાંડા ખાતે મોરારી બાપુની કથા ચાલી રહી છે.

જ્યાં શાળા નાં મુખ્ય શિક્ષક દિકરી અર્ચના જીતેન્દ્રભાઈ વસાવા અને માતા પિતા સાથે એ સ્થળે પહોંચ્યા હતા અને વાગલખોડ જેવા ખોબલા જેવડા ગામની દીકરી પરમ પૂજ્ય સંત મોરારી બાપુ ના વરદ હસ્તે શાળાનું પતંગિયું નામનું પુસ્તક વિમોચન કર્યું હતું.

આ સાથે મોરારી બાપુએ વિમોચન કરી અર્ચના તથા શાળાના શિક્ષક કાલિદાસ રોહિત જશુબેન દીકરીના પિતા જીતેન્દ્રભાઈ શિક્ષકના પુત્ર મયુરભાઈ ને સાલ ઓઢાડી સન્માનિત કરી પુસ્તક વિમોચન કરી દીકરી અને શિક્ષકોને આશીર્વાદ આપ્યા હતા

અને દીકરીને ખૂબ આગળ વધો આશીર્વાદ મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે મારા “ચિત્રકૂટ એવોર્ડ” વિજેતા શિક્ષકે સુંદર કામગીરી કરી દીકરીને આગળ લાવ્યા તે બદલ ધન્યવાદ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.