Western Times News

Gujarati News

એરપોડ્‌સની અંદર 18 લાખનું ગોલ્ડ સંતાડી આવેલો પેસેન્જર ઝડપાયો

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી ૧૮ લાખ રૂપિયાનું ગોલ્ડ મળી આવ્યું

(એજન્સી) સુરત, દુબઈમાં ધોધમાર વરસાદને લીધે જ્યારે મોટાભાગના ટૂરિસ્ટ ત્યાંથી પોતાનો જીવ બચાવી સ્વદેશ પરત ફરવાનું વિચારી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ આ આપત્તિ સમયે પણ ગોલ્ડ સ્મગલિંગ કરવાનું મન બનાવી લીધું હતું.

તે ભારતમાં કોઈપણ પ્રકારની કસ્ટમ ડ્યુટી ભર્યા વિના દુબઈથી ગોલ્ડ સ્મગલ કરવા માટે તૈયાર હતો. એક બાજુ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો બીજી બાજુ આ શખસે એરપોર્ડ્‌સમાં ૧૮ લાખ રૂપિયાનું ગોલ્ડ છુપાવી દીધું હતું. તેની ફ્લાઈટ પણ થોડાક જ સમયમાં ટેક ઓફ થવાની હતી.

દુબઈની ફ્લાઈટમાં સવાર આ પેસેન્જરે ૨૪ કેટેર પ્યોર ગોલ્ડના પિસ અને અન્ય પેસ્ટ પોતાની સાથે રાખી હતી. જેમાં તેને એવું માઈન્ડ વાપર્યું હતું કે તેણે એરપોડ્‌સમાં ગોલ્ડનો ભૂકો, ગોલ્ડના પિસ અને જ્યુસરના મેગ્નેટિક એરિયા હતો તેમાં પણ ગોલ્ડ છુપાવ્યું હતું. આમ કુલ કરીને તેણે ૨૪૦ ગ્રામ ગોલ્ડ સ્મગલ કર્યું હતું.

સૌથી પહેલા તો તેને દુબઈના બેડ વેધરનો થોડો ફાયદો ઉઠાવી ત્યાંથી સુરતની ફ્લાઈટમાં બેસી ગયો હતો. બીજી બાજુ તેની પાસે આટલુ બધુ ગોલ્ડ હશે એની માહિતી કોઈ પાસે નહોતી.

અહીં સુરત એરપોર્ટ પર તેને કસ્ટમ અધિકારીઓએ રોક્યો હતો. તેની પાસેથી લગેજ જે જે પણ મળ્યું એ બધુ ચેક કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી એકપણ ગોલ્ડની વસ્તુ તેને મળી નહોતી. બીજી બાજુ અધિકારીઓ પણ ચેકિંગ કરતા વિચારવા લાગ્યા કે આ વ્યક્તિ પાસે ગોલ્ડ હોવાની બાતમી મળી છે છતાં કશુ જ નથી એટલે હવે શું કરીએ. તેમને બાદમાં એક બેગ જોઈ જેમાં એરપોડ્‌સ અને જ્યુસર હતા. આ એરપોડ્‌સ પેટી પેક હતા.

ઓફિસર્સે ત્યારપછી આ બોક્સ ઓપન કર્યું અને જોયુ તો અંદર કેબલ અને કેસમાં પોડ્‌સ જ હતા. આ સમયે પણ અધિકારીઓને થયું કે આ વ્યક્તિ પાસે કશું જ નથી. પરંતુ ફરી એકવાર તેમને આ પોડ્‌સ ઓપન કરીને જોવાનું શરૂ કર્યું. તેમને આના ચાર્જિગ કેસને ડિસલોકેટ કર્યું તો તેમના વાયરિંગની વચ્ચે ગોલ્ડના પાર્ટિકલ્સ વાળી એક સ્ટ્રિપ જોવા મળી હતી. એટલું જ નહીં બાદમાં તેમણે એર બડ્‌સ જોયા તો તેમાં જ્યાં સ્પિકર હોય તેના વાયરિંગમાં પણ ગોલ્ડ પાર્ટિકલ્સ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.