Western Times News

Gujarati News

ભાવનગરમાં શરૂ થશે મિલ્ક બેંકઃ નવજાત શિશુને પાવડરની જરૂર નહીં પડે

માતાનું ધાવણ સ્ટોર કરવામાં આવશેઃ મિલ્ક બેન્ક નવજાત શિશુઓ સ્તનપાન કરી શકતા નથી તેના માટે આશીર્વાદ સમાન બની રહેશે

(એજન્સી) નવી દિલ્હી, ભાવનગર શહેરમાં સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. જેમાં માતાનું ધાવણ સ્ટોર કરવામાં આવશે. મિલ્ક બેન્ક નવજાત શિશુઓ સ્તનપાન કરી શકતા નથી તેના માટે આશીર્વાદ સમાન બની રહેશે.

ભાવનગર શહેરની રોટરી કલબ સંચાલિત હાલની જનાના અને અદ્યતન સુવિધા સાથે મિલક બેન્ક શરૂ થવાની છે. આ બેન્ક શરૂ થતાં બાળકોને પાવડર વાળુ દૂધ આપવું પડશે નહી. આગામી દિવસોમાં બેંક શરૂ થશે. બાદ કેવી રીતે માતાનું ધાવણનું વિતરણ કરવામાં આવશે? કોને આપવામાં આવશે તે નિર્ણય કરાશે.

કુપોષણવાળા તેમજ ઓછા વજનવાળા બાળકોને પેટીમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત ધાવણ નહીં લઈ શકતા બાળકોને તેમજ જે માતાને ધાવણ આવતું નથી, તેવી માતાઓના બાળકોને પાવડરનું દૂધ આપવામાં આવે છે. જોકે મધર મિલક બેન્ક બનવાથી આવા બાળકોને માતાનું દૂધ મળતા પોષણની ખોટ પુરી શકાશે.

તેમ રોટરી કલબના સંચાલક જીતેનભાઈ શાહે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, બાળકો માટે માતાનું ધાવણ મહત્વનું હોય છે. પરંતુ અમૂક નવજાત શિશુ કે જેમના માતા ન હોય તેઓને અન્ય માતાના ધાવણનું દૂધ જ મળે તે માટે સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત અમૂક માતાઓને દૂધ ન આવતું હોય તો તેમના શિશુને પણ મિલક બેન્ક મારફત દૂધ અપાશે. જેથી નવજાત શિશુના વિકાસમાં ચૂક ન થાય. મિલ્ક બેન્કને લઈને પીડીયાટ્રીક વિભાગના હેડ ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે, હ્યુમન મિલ્ક બેન્કમાં ડોનર માતાઓ દ્વારા એકત્ર કરાયેલા દૂધની સંપૂર્ણ ચકાસણી બાદ જ બાળકોને દૂધ આપવામાં આવશે.

કુપોષણ વાળા અને ઓછા વજનવાળા બાળકોને પેટીમાં રાખવામાં આવતા હોઈ છે. આ ઉપરાંત ધાવણ નહીં લઈ શકતા બાળકોને તેમજ જે માતાને ધાવણ આવતું નથી, તેવી માતાઓના બાળકોને પાવડર દૂધ અપાય છે. જોકે આવા બાળકોને માતાનું દૂધ મળતા પોષણની ખોટ પુરી શકાશે. નવજાત શિશુઓને જો આ સંજોગોમાં માતાનું દૂધ મળે તો તેનું સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય છે.

વજન વધે છે અને તેમને નિયોનેટલ ઈનસેટિવ કેર યુનિટમાંથી ઝડપભેર રજા મળી જતી હોય છે કોઈપણ સ્વસ્થ અને નીરોગી પ્રસુતા માતા પોતાના વધારાનું દૂધ અથવા તો જેનું સંતાન જન્મ પછી બચી શકયું નથી, તેવી માતાઓ પોતાના દૂધનું દાન કરી શકે છે. માતામાં આવતું ધાવણ કુદરતી રીતે જ તેના બાળકની જરૂરિયાત કરતા વધારે હોય છે. આથી દુધદાન પછી પોતાના બાળકને ક્યારેય દૂધની કમી થતી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.