Western Times News

Gujarati News

કોંગ્રેસે હાઈ ટેક સિટીને ટેન્કર સિટી બનાવી દીધું છેઃ PM

પ્રતિકાત્મક

(એજન્સી)બેંગુલુરુ, કર્ણાટકની ૨૮ લોકસભા બેઠકો પર ૨૬ એપ્રિલ અને સાતમી મેએ બે તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે બેંગલુરુની તમામ બેઠકો પર ૨૬ એપ્રિલે મતદાન થશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગુલુરુમાં એક જનસભા સંબોધી હતી. “From Tech To Tanker City”: PM Jabs Congress Over Bengaluru Water Crisis

વડાપ્રધાને જનસભા દરમિયાન ગંભીર જળ સંકટ સામે ઝઝુમી રહેલા બેંગલુરુનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ‘ટેક સિટી’ને ‘ટેન્કર સિટી’ બનાવી દીધું છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વળતો જવાબ આપી પૂછ્યું કે, ‘જ્યારે કર્ણાટક પૂર અને દુષ્કાળ સામે ઝઝમી રહ્યું હતું, ત્યારે તેઓ ક્યાં હતાં?’

વડાપ્રધાને કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે, ‘નાદપ્રભુ કેમ્પેગોડાએ બેંગલુરુને એક શ્રેષ્ઠ શહેર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ કોંગ્રેસ સરકારે થોડા સમય પહેલા જ અહીંની સ્થિતિ બગાડી દીધી.

કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટીમાં બદલી શહેરને વાટર માફિયાઓના હવાલે કરી દીધી છે. એગ્રીકલ્ચર હોય કે શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોંગ્રેસ સરકાર બધામાં બજેટ ઘટાડી રહી છે. કોંગ્રેસ સરકારનું ધ્યાન માત્ર ભ્રષ્ટાચાર પર છે, બેંગલુરુના લોકોની સમસ્યા પર નહીં. કર્ણાટકમાં માત્ર કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, બેંગલુરુ યુવા શક્તિ, યુવા ટેલેન્ટ અને ટેકનોલોજીનું પાવર હાઉસ છે. જોકે કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ટેકનોલોજીના વિરોધી છે.

આજે વિશ્વભરના લોકો ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા કરી રહ્યા છે. ભારતના ફિનટેકની પ્રશંસા થઈ રહી છે. કોંગ્રેસે આધાર કાર્ડનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે જનધન ખાતાનો વિરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.