Western Times News

Gujarati News

ઓનલાઈન નોકરી મેળવવાના ચક્કરમાં ફસાઈ જતા યુવાને ગુમાવ્યા લાખો રૂપિયા

સુરત, આજના સમયમાં જેમ જેમ સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે તેમે તેમ ઓનલાઇન છેતરપિંડીના બનાવો પણ વધી ગયા છે. લોકો પૈસા કમાવવા કે જોબની લાલચમાં આવીને સાઇબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે.

ત્યારે સુરત શહેરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઈએ કે, સુરતના એક ફરિયાદીને ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર અજાણ્યા ઈસમોએ પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવ્યું હતું. હોટલ બુકિંગના ટાસ્ક પૂરા કરવાથી સારું મળતર આવશે તેવી લાલચ આપીને ફરિયાદી સાથે ૧૧ લાખ ૪૫ હજારની છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

સુરતમાં રહેતા એક વ્યક્તિને ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર પાર્ટ ટાઈમ જોબ અપાવવાના બહાને કેટલાક ઈસમોએ છેતરપિંડી કરી હતી. ૨૫/૦૫/૨૦૨૩થી ૧૧/૦૯/૨૦૨૩ દરમિયાન ટેલિગ્રામ આઇડી ઉપર વાત કરનારા લોકોએ ફરિયાદીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં હોટલમાં બુકિંગનો ટાસ્ક પૂરો કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી પહેલો ટાસ્ક ફરિયાદીએ પૂરો કરતા તેને ૭૭૪નું કમિશન આપ્યું હતું.

ત્યારબાદ અલગ અલગ ટાસ્ક માટે ફરિયાદી પાસેથી ૧૨,૨૧,૨૪૯ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ૧૨,૨૧,૨૩૯ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ ફરિયાદીને માત્ર ૭૫,૬૯૨ પરત આપ્યા હતા અને ૧૧,૪૫,૫૪૭ રૂપિયા પરત આપ્યા ન હતા જો કે અંતે સુરતના વ્યક્તિ પોતે છેતરાયા હોવાનું લાગતા તેમને સુરત સાયબર ક્રાઇમ પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરીને સુરતમાં રહેતા ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આ ત્રણ ઈસમોમાં નિકુંજ મોરડીયા કે જે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ શ્રીજી નગરનો રહેવાસી છે.

હાર્દિક ઉર્ફે ભૂરો જોડિયા કે જે સુરતના કાપોદ્રા શ્રીરામ ચોક પાસે આવેલા આદર્શ નગરનો રહેવાસી છે અને નિકુલ ઉર્ફે નાનકો જીંજાળા કે જે સુરતના પુણાગામ પાસે આવેલ સીતારામ સોસાયટીમાં રહે છે તેની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગુનામાં જે બેંકના કરંટ અકાઉન્ટનો ઉપયોગ થયો હતો તે નિકુંજ મોરડીયાએ ૬૫૦૦૦ કમિશન લઈને હાર્દિક ઉર્ફે ભૂરાને આપ્યુ હતું.

ત્યારબાદ હાર્દિકે ૨૫૦૦૦ રૂપિયાનું કમિશન લઈને તે એકાઉન્ટ ઉપયોગ કરવા માટે નિકુલને આપ્યું હતું અને નીકુલે પણ ૨૦ હજાર રૂપિયાનું કમિશન લઈ આ એકાઉન્ટ અન્યને વાપરવા માટે આપ્યું હતું. આમ હાલ આ ત્રણેયની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરાઇ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.