Western Times News

Gujarati News

વસામાં જાહેરમાં વરલી મટકા આંક ફરકના જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૨૦-૦૪-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના ગણેશ, ઇશ્વરભાઇ, જયેશકુમાર,

ભાવેશકુમાર,દીપકુમાર એ રીતેના એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો વસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન વસો ચોકડી પાસે આવતા સ્ટાફના પો.કો. જયેશકુમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે કે વસો કબ્રસ્તાન બહાર ખુલ્લામાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂં જાહેરમાં આંક ફરકનો વરલી મટકાનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે.

જે માહીતી આધારે સદર જગ્યાએ રેઇડ રેઇડ કરતા (૧) સાજીદહુસેન ઉર્ફે બબલુ સાબીરહુસેન શેખ રહ.વસો,ખોડીયાર પેટ્રોલ પંપ સામે અમલીવાલે સોસાયટી તા.વસો જી.ખેડા (૨) અજીતમીયા ઉર્ફે ખલી હબીબમીયા મલેક રહે.વસો,વેરાઇ ભાગોળ તા.વસો જી.ખેડા (૩) હબીબભાઇ ઉર્ફે માસ્તર અહેમદભાઇ પાનાર રહે.વસો,પાનારવાડ તા.વસો જી.ખેડા

(૪) સલીમભાઇ અહેમદભાઇ પાનાર રહે.વસો, જુના પોલીસ સ્ટેશન પાછળ તા.વસો જી.ખેડા નાઓની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૧૨૮૫૦/- તથા આંક-ફરક વરલી મટકાના હાર-જીતના આંકડા લખેલ બે ડાયરી તથા બે કાર્બન પેપર તથા બે કાર્બન-પેન તથા બે ડાયરીના પાના જે તમામની કિં.રૂ.૦૦/૦૦ ના જુગારના સાધનો સાથે જાહેરમાંથી મળી આવી પકડાઇ ગયેલ હોઇ

તેમજ જુગારનું વલણ લેનાર કાંતીભાઇ શંકરભાઇ વણકર રહે.વસો,ઇન્દીરાનગરી તા.વસો નાઓ સ્થળ ઉપર નહી મળી આવેલ હોય જે પકડાયેલ/નહિ પકડાયેલ તમામ ઇસમો વિરુદ્ધમાં વસો પો.સ્ટે જુગારધારા કલમ ૧૨-અ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.