Western Times News

Gujarati News

વકીલોના મતોથી બારમાં ચૂંટાયેલા લાયબ્રેરી સેક્રેટરીના હોદ્દાનું મહત્વ વધારે ?! કો-ઓપ્ટ સભ્યનું ?!

ગુજરાત બાર કાઉન્સિલમાં કો-ઓપ્ટ સભ્ય બનવા કેટલાક વકીલો BJPના ધારાસભ્યો તથા અન્ય હોદ્દેદારો સુધી કથિત દબાણો લાવતા હોવાની ચકચાર વચ્ચે કો-ઓપ્ટ સભ્યોની સત્તા કેટલી ?!

અને કો-ઓપ્ટ સભ્યોને બાર કાઉન્સિલની ચૂંટણી જીતવા કામે લગાવતા હોવાની પણ ચકચાર ?! આત્મનિરીક્ષણનો ચકચાર મુદ્દો ?! ગુજરાત બાર કાઉન્સિલના કો-ઓપ્ટ સભ્યો જનરલ બોર્ડની મિટીંગમા મત આપી શકતા નથી ?! બાર કાઉન્સિલની નિતિ વિષયક નિર્ણયમાં પોતાનું નેતૃત્વ કરી શકતા નથી અને ભા.જ.પ. લીગલ સેલ માટે કાર્યરત રહેવું પડે છે ?! ત્યારે વકીલોની આ ચકચારમાં તથ્ય શું ?!

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની કચેરીની છે !! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! ગુજરાત બાર કાઉન્સિલના વકીલોની સ્ટેચ્યુટરી બોડી છે !! જેમાં વકીલોની સનદ મેળવવા માટેની ફી સહિત અનેક રૂપિયા વધુ લેવાય છે ?! જેની સામે દેશની સુપ્રિમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે ત્યારે વકીલોના મતોથી ચૂંટાતા ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો વકીલો માટે ચૂંટાયા પછી કેટલું હિત જુવે છે ?! ગુજરાત બાર કાઉન્સિલનું રાજકીયકરણ ?!

જ્ઞાતિવાદીકરણ ?! વકીલોની વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વિકાસ માટે જોખમી હોવાનું મનાય છે !! ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાવા માટે કો-ઓપ્ટના હોદ્દાની લાણી કરાય છે તેનું શું ?! અને સ્ટેચ્યુટરી બોડીનું રાજકીયકરણ વકીલોની પ્રતિભા માટે પણ જોખમી છે !!

કારણ કે નિષ્પક્ષ, કાબેલ અને સંનિષ્ઠ ન્યાયાધીશો આગળ રાજકીય કંઠી બાંધેલા વકીલોની વેલ્યુ કેટલી ?! કારણ કે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી.વાય. ચંદ્રચુડે જ વકીલોને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા માટેની ટકોર કરી છે અને વકીલોને માર્ગદર્શનમાં ઘણું બધું કહી જાય છે !! માટે કો-ઓપ્ટ સભ્યો વિચારે કે તેમના હોદ્દાનું મહત્વ અને સત્તા કેટલી ? !

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી ચિન્મય જાનીએ કહ્યું હતું કે, “સત્તાની પાછળની દોડ ! આ દોડમાં સૌથી વધારે ભોગ “સત્ય”નો અને “ન્યાય”નો લેવામાં આવે છે”!! જે વકીલોને “સત્યના લડવૈયા” માની લેવામાં આવે છે એ જ વકીલો “ન્યાયની ગંગા” ને પણ દુષિત કરી શકે છે, એ ભુલી જવામાં આવે છે”!! સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈએ કહ્યું છે કે, “વહીવટી તંત્ર પોતાની ફરજોનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે તો ન્યાયતંત્રે મેદાનમાં ઉતરવું પડશે”!!

જો ન્યાય ક્ષેત્રે નિષ્પક્ષ, સ્વતંત્ર, નિષ્ઠાવાન રાખવું હશે તો વકીલોએ “રાજકીય માનસિકતા” ના ગુલામ ન બનવું જોઈએ !! ગુજરાત બાર કાઉન્સિલનું રાજકીયકરણ થતાં ગુજરાત બાર કાઉન્સિલમાં કથિત સત્તા વગરના કો-ઓપ્ટ સભ્ય બનવા ભા.જ.પ.ના કથિત ધારાસભ્યોના ખાનગીમાં ફોન કરાવે છે ?! ભા.જ.પ.ના રાજકીય મંત્રીઓના ફોન કરાવે છે ?!

ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિ ઉત્પન્ન થાય છે “કો-ઓપ્ટ સભ્ય” પાસે બાર કાઉન્સિલના વહીવટી ક્ષેત્રે સત્તા ઝીરો છે ?! તો પછી સત્તા વગરના કો-ઓપ્ટ સભ્ય બનવા ધારાસભ્યોનો હસ્તક્ષેપ કેમ ?! ગુજરાતના વકીલાત ક્ષેત્રના આ કાયદાશાસ્ત્રીઓ જો આ પ્રકારની હરકત કરતા હોય તો આવા વકીલો પોતાના અસીલોનો શું બચાવ કરવાના હતાં ?!

ગુજરાતના પ્રગતિશીલ, બુધ્ધિજીવી તરીકે વકીલાતનો પવિત્ર વ્યવસાય કરનારા વકીલો બારમાં હોદ્દા પર વકીલોના મતોથી ચૂંટાયેલો હોદ્દો અગત્યનો કે રાજકીય મહેરબાનીથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં “કો-ઓપ્ટ” મેમ્બરની નિયુક્તિનો હોદ્દો અગત્યનો ?! શ્રી રસિકભાઈ પટેલ જેવા નિડર, બાંહોશ અને વિદ્વાન ન્યાયશાસ્ત્રી જેવા વકીલોએ વિચારવું પડશે ?!

અમેરિકાની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અર્લ વોરને સરસ કહ્યું છે કે, “સભ્ય સમાજમા કાયદો “નૈતિકતાના સાગર”માં તરતો હોય છે”! કેટલી સરસ વાત કરી છે !! દિવસે, દિવસે ભારતનું ન્યાયતંત્ર કથિત પાખંડી રાજનેતાઓના સરમુખત્યારશાહી વિચારોનો સામનો કરતું હોવાનું કેટલાક પ્રતિભાશાળી વકીલો માનતા થયા છે !! માટે તો અનેકવાર વકીલોના જૂથો દ્વારા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસશ્રીને પત્રો લખી રજૂઆત કરાય છે !!

વકીલ મંડળોનું ગુજરાત બાર કાઉન્સિલોનું રાજકીયકરણ થશે અને જે રાજયમાં જે પક્ષોની સરકાર હશે તેના પ્રભાવ હેઠળ પ્રવૃત્તિઓ થશે ફોજદારી બાર અને જે સમય જતાં ન્યાયક્ષેત્રને પ્રભાવિત કરશે એવું અનેક વકીલોને લાગે છે !! મંતવ્ય આપી રહ્યા છે !! તેવા સમયે કમસેકમ ફોજદારી બારની લાયબ્રેરી સેક્રેટરી શ્રી રસિકભાઈ પટેલે તો વિચારવું જોઈએ કે કો-ઓપ્ટના હોદ્દા કરતા બીનરાજકીય વકીલોના મતોથી ચૂંટાયેલા હોદ્દાનું મહત્વ વધારે જણાય છે !!

રસીકભાઈ પટેલ (લાયબ્રેરી સેક્રેટરી હાલના કો-ઓપ્ટ સભ્ય (ગુજરાત બાર કાઉન્સિલ)

અને શ્રી રસીકભાઈ પટેલ ભા.જ.પ. લીગલ સેલનો આભાર માન્યો છે એ જ દર્શાવે છે કે, ગુજરાત બાર કાઉન્સિલના કો-ઓપ્ટ સભ્ય કરતા ભા.જ.પ. લીગલ સેલનો હોદ્દો મોટો અને અગત્યનો છે !! માટે એક વાત એ પણ છે કે, ગુજરાત બાર કાઉન્સિલના કથિત સત્તા વગરના કો-ઓપ્ટ સભ્ય કરતા ભા.જ.પ. લીગલ સેલ મોટું છે ?! ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલોના મતોથી ચૂંટાયેલા સભ્ય આગળ કો-ઓપ્ટ સભ્યોની સત્તા શું ?!

કાંઈ જ નહીં ?! આ હકીકત જાગૃત અરજદાર પ્રતિભાશાળી અને સંનિષ્ઠ વકીલો વિચારશે ?! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.