Western Times News

Gujarati News

આ દેશમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને માત્ર ૪૫ ટકા સંપત્તિ મળે છે

સેમ પિત્રોડાએ વારસાઈ ટેક્સની વાત કરતા કોંગ્રેસ પાર્ટી ભીંસમાં-અમેરિકામાં ૫૫ ટકા સંપત્તિ સરકારના ખાતે જાય છે: પિત્રોડા

(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસના સેમ પિત્રોડાએ સંપત્તિના વિતરણ અંગે ટિપ્પણી કરી તેના કારણે મોટો વિવાદ થઈ ગયો છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ભાજપના નેતાઓએ આ મુદ્દો પકડી લીધો છે. સેમ પિત્રોડાએ અમેરિકામાં શિકાગોમાં કહ્યું હતું કે અમેરિકામાં વારસાઈ ટેક્સ એટલે કે ઈનહેરિટન્સ ટેક્સ હોય છે. જેમાં કોઈ અબજોપતિ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને માત્ર ૪૫ ટકા સંપત્તિ મળે છે જ્યારે ૫૫ ટકા સંપત્તિ સરકારના ખાતે જાય છે. Row over Sam Pitroda’s remarks on inheritance tax What Sam Pitroda said has to be viewed in the background of the survey and wealth redistribution that the Congress manifesto talks about.

સેમ પિત્રોડાની આ ટિપ્પણી કોંગ્રેસને ભારે પડી રહી છે. કોંગ્રેસ ભારતમાં પણ આ પ્રકારનો વારસાઈનો ટેક્સ લાગુ કરવા માંગે છે તેમ કહીને ભાજપે મોટો મુદ્દો બનાવ્યો છે જેના કારણે કોંગ્રેસ હવે આ આગ ઠારવામાં લાગી ગઈ છે. જોકે, સેમ પિત્રોડાએ સ્પષ્ટતા કરી કે મેં એવું નથી કહ્યું કે ભારતમાં પણ ૫૫ ટકા સંપત્તિ સરકારે લઈ લેવી જોઈએ, હું તો માત્ર અમેરિકાનું ઉદાહરણ આપતો હતો.

સેમ પિત્રોડા એક સમયે રાજીવ ગાંધીના વિશ્વાસુ હતા અને ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં તેમને મહત્ત્વની વ્યક્તિ ગણવામાં આવે છે. પરંતુ હાલમાં તેઓ એક ટિપ્પણીના કારણે ભાજપના નિશાના પર છે. પિત્રોડાએ કહ્યું હતું કે “અમેરિકામાં વારસાઈ ટેક્સ એ એક રસપ્રદ કાયદો છે. તેમાં એવું કહેવાય છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છો, તો તમારે લોકો માટે સંપત્તિ છોડી જવી જોઈએ.

બધી સંપત્તિ નહીં પણ અડધી સંપત્તિ બીજા લોકો માટે રાખી જવી જોઈએ. મને લાગે છે કે આ બરાબર છે. પિત્રોડાએ આગળ કહ્યું હતું કે ભારતમાં આવો કોઈ વારસાઈનો કાયદો નથી.

તેથી ભારતમાં ૧૦ અબજ રૂપિયાની સંપત્તિ ધરાવતી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો બધા રૂપિયા તેના સંતાનોને મળે છે, લોકોને કંઈ નથી મળતું. તેથી આપણે આવા મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ. અંતમાં તેનું શું તારણ આવશે તેની મને ખબર નથી પરંતુ આપણે હવે સંપત્તિની વહેંચણીની વાત કરીએ છીએ, આપણે લોકોના હિતની વાત કરીએ છીએ, માત્ર સુપર રિચ લોકોના હિતની વાત નહીં.

અમિત શાહે કહ્યું કે પિત્રોડાના નિવેદન પછી કોંગ્રેસ એક્સપોઝ થઈ ગઈ છે. સૌથી પહેલા ઘોષણાપત્રમાં સરવે, મનમોહન સિંહનું નિવેદન જેમાં તેમણે દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર માઈનોરિટીનો છે એવું કહ્યું છે. હવે પિત્રોડાએ સંપત્તિની વહેંચણી પર વિચાર થવો જોઈએ એમ કહ્યું છે. અમેરિકાનો હવાલો આપીને તેમણે કહ્યું કે ૫૫ ટકા સંપત્તિ સરકારી ખજાનામાં જાય છે. અમિત શાહે કહ્યું કે વડાપ્રધાને મુદ્દો ઉઠાવ્યો ત્યારે આખી કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.