Western Times News

Gujarati News

દુનિયામાં અબજો લોકોની ભીડમાં બહુ જુજ લોકો એવા છે કે જે લોકો સંયમ પાળી શકે છે

જો આ ચાર બાબતો પર સંયમ હશે તો તમને કોઈ નહીં પછાડી શકે-વાણીના દ્વારનું સંયમ એ આપણી સફળતા તેમજ શાંતિનું મહત્વનું અંગ છે, જે જાળવી રાખવું જરૂરી છે

સંયમ શબ્દ આમ નાનો છે. પરંતુ તેનું અનુસરણ અત્યંત અઘરું છે. દુનિયામાં અબજો લોકોની ભીડમાં બહુ જુજ લોકો એવા છે. કે જે લોકો સંયમ પાળી શકે છે. અને એટલે જ અબજોની ભીડમાં બહુ જુજ લોકો છે. જેઓ લીડર હોય છે! જોકે સંયમને જુદા જુદા ધર્મોએ જુદી જુદી રીતે. જુદા જુદા સંદર્ભોમાં સમજાવ્યો છે. પરંતુ મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મે સંદર્ભોમાં સમજાવ્યો છે.

એ ચાર માર્ગો કયા ? તો કે હાથ-પગ,વાણી, ઉદર અને ઉપસ્થ જનનેન્દ્રિયનો ભાગ વળી ભીષ્મ તો અહી પર ચોકકસ માર્ગદર્શિકા આપે છે.તેઓ કહે છેકે જુગાર કે સટ્ટા ન રમવા બીજાના ધન કે સંપત્તિ પર તરાપ ન મારવી બીજાના અન્ન પર તરાપ ન મારવી તેમજ ક્રોધમાં આવીને કોઈના પર હાથચાલાકી ન કરવી એ હાથ -પગ પરનો સંયમ છે.

ભીષ્મ કેવું સરળ કહી આપ્યું. મોટાભાગે આપણપે આટલી બાબતોની આસપાસ જ ખેલ કરતા હોઈએ છીએ જે ખેલ આપણને અંતતઃ મીડીયોકર સાબીત કરતા ખેલ કરતા હોઈએ છીએ, જે ખેલ આપણને કરતા હોયય છે. તેની સંપત્તિ પર તરાપ નહી મારીશું કે જુગાર–સટ્ટા નહી રમીશું તો પણ આપણા માટે ઘણો મોટો લાભ થશે. ખાસ તો એ મર્યયાદા આપણા સીધી અસર આપણા વર્તન પર પડે છે.

જોકે આપણે પાછા યુધિષ્ઠિરના સીધી લીટીના વારસદારો છીએ. એટલે આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણપે કયાં જુગાર સટ્ટા કે બીજાનું ખાઈ જનારા છવીએ? જોકે ભીષ્મે હાથ અને પગના સંયયમમાં જે બાબતો ગણાવી એ બાબતોમાં આપણે સુક્ષ્મ રીત પણ સંડોવાયેલા તો હોઈએ જ છીએ. પરંતુ આપણે આપણી એ કુચેષ્ટાઓ ને જુદાં જુદા સ્વરૂપો આપી દેતા હોઈએ છીએ.

ભીષ્મ જે બીજું દ્વાર ગણાવ્યું એ વાણીનું દ્વર છે. આ માટે ભીષ્મ કહયું છે કે જરૂર વિના બોલવું નહી. કોઈને ગાળો ન દેશો. બીજાની પંચાયયત કે નિંદા ન કરવી અને હંમેશાં સાચું બોલવું. હવે આમાં તો આપણે સહમત થઈશું જ કે આપણે વાણી બાબતે મોટાભાગે સંયમ રાખતા નથી. કોઈ કહેશે કે હું ગાળો નથી બોલતો પરંતુ એ વ્યકિત બીજાની નિંદાથી ફરવાથી દુર નહી રહેતો હોય અને જે નિંદા નહી કરતો હોય એ સાચું બોલવા બાબતે તો કાચો પડતો જ હશે !

પરંતુ વાણીના દ્વારનું સંયયમ એ આપણી સરળતા તેમજ શાંતીનું મહત્વનું અંગ છે. આપણી મોટાભાગની બબાલો આપણી વાણીને કારણે જ થતી હોયય છે. પરંતુ જેમ ભીષ્મ કહે છેકે એમ આપણે જરૂર વિના બોલીએ જ નથી. તો ? વાણીને કારણે થતી બબાલો તો દુર થશે જ ે પરંતુ આપણે આપણી ઉર્જાની પણ બચત કરી શકીશું. જે આપણને આપણા અનેક ક્રિએટીવ ઈનોવેટીવ કાર્યયોમાં ખપમાં આવે તેમ છે.

ભીષ્મે જે ત્રીજાદ્વાર આ માટે ભીષ્મ કહે છે કે ખોરાક લેવામાં આપણે અત્યંત સતર્ક રહેવાનું છે. ભીષ્મ વધુ પડતા ઉપવાસ કરવાની ના પાડે છે. તેઓ કહે છે કે પંદરેક દિવસે લીડર એકઆદ દિવસ ઉપવાસ રાખે તો ઠીક છે. બાકી લીડરે હંમેશા ખોરાકના માધ્યમથી યોગ્ય પોષણ તેમજ ઉર્જાા ગ્રહણ કરવી જેથી તે હંમેશા ઉર્જાના રહે.

બીજી તરફ ભીષ્મ વધુ પડતો ખોરાક લેવાની પણ ના પાડે છે. તેઓ કહે છે કે લીડરે હંમેશાં સાત્વીક ખોરાક લેવો અને ખાતી વખતે પેટ જરા ખાલી રાખવુ. ભરપેટ ખાતા લીડરને ભીષ્મને પ્રાણી સાથે સરખાવ્યા છે. તેઓ કહે છેકે પ્રાણીઓ હંમેશા ભરપેટ ખાતાં હોયય છે. બાકી જે સંયમી છે એ પ્રમાણસરનો ખોરાક ગ્રહણ કરતા હોયય છે. તો ભીષ્મની છેલ્લી વાત છે ઉપસ્થના સંયમ વિશેની !

ભીષ્મ આ બાબતે બહુ અગત્યની વાત કરે છે. તેઓ કહે છે કે સંયમી પુરુષે હંમેશાં પોતાના જીવનસાથી સાથે જ સમાગમ કરે અને એકપત્નીત્વ વ્રત ધારણ કરે. ઈન્સ્ટાગ્રામ ડીએમ્સના જમાનામાં આ સંયમ અનેક લોકોને આકરો લાગી શકે છે. પરંતુ આ બાબતમાં જો સંયમ ન રખાય તો લીડરશીપ તો દુરની વાત છે. પરંતુ વ્યકિતનો સંસાર આખો છીન્નભીન્ન થઈ શકે છે. ને જેઓ આ સંયમ પાળવામાં પાછા પડે છે. તેમનાં વાણી અને વર્તનમાં પણ મર્યાદા રહેતી નથી. તેઓ છાકટા થઈને વર્તતા હોય છે. જેને કારણે તેઓ બીજી મુશ્કેલીઓ પણ પડતા હોય છે.

જોકે આ બધા સંયમોનું અનુસરણ કરવું એ અત્યંત કપરું કામ છે. કારણ કે મતીની ગતી હંમેશાં ન્યારી હોયય છે. વળી, આ બધીય બાબતો કયાંક ને કયાંક મોહ અથવા લોભ કે સત્તા સાથે સંકળાયેલી છે. પરંતુ આ સંયમો લીડરશીપ માટે અનિવાર્યય બાબતો છે. જો એનું પાલન થયું તો માણસને કોઈ પછડાટ નહી આપી શકે અને માત્ર પોતાના સંયમ દ્વારા જ તે અજેય બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.