Western Times News

Gujarati News

ભર ઉનાળાની ગરમીમાં માથાના દુખાવામાં આયુર્વેદ 

રાતના મોડે સુધી મોબાઈલ, ટીવી, વાંચવાની નિરર્થક ટેવ પડી ગઈ હોય જે મુળભુત કારણ છે

ચિંતા, ઉતાવળ, અનિયમિતતા, પોષણનો અભાવ, ખોરાકમાં ભેળસેળ, પરીક્ષાલક્ષી રાત્રી વાંચનનું વ્યાપક પ્રમાણ, મિથ્યા દોડદોડ, લાંબા પ્રવાસ, રાત્રી કાર્યક્રમો, રાત્રે શોખરૂપ વાંચનની નિરર્થક ટેવ, માંદાની માવજતનું રાત દિવસનું ખેંચાણ, રાત્રી નોકરી, નોકરીમાં કે વ્યવહારમાં અસંતોષ, જીવનના ઐચ્છિક વિકાસમાં પારાવાર અવરોધ, વેગાવરોધની આદત તે મન સાથે વધુ સંબંધ ધરાવતાં હોવાથી મગજના સ્ત્રોતો વાયુથી બગડી વાત જ શિરશૂલ કરે છે.

સર્વે કરવામાં આવેતો આજે લાખો માણસ આવા શિરશૂલથી પીડાતાં જોવા મળેશે. એક માથું દુખવું અને બીજુ આધાશીશી ચડવી. શિરઃશૂલ એટલે માથાનો દુખાવો.અંગ્રેજીમાં તેને હેડેક કહે છે.આ શિરશૂલનું પ્રમાણ હવે દિન પ્રતિદિન વધતુ જ જાય છે. શિરશૂલનું સૌથી મુખ્ય કારણ અને વ્યાપક કારણ છે કબજીયાત.સમાજના ૮૦% લોકો આજે મિથ્યા આહાર વિહાર અને મનોવ્યાપારના કારણે કબજિયાતથી પીડાય છે.

ચક્કીમાં પીસેલો લોટ,સીંગતેલમાં તળેલાં ફરસાણ,કસ વિનાનો ખોરાક,ઉતાવળું અને તન્મયતારહીત ભોજન કરવાની આદત કે પરિસ્થિતિ,ઊજાગરા અને ચિંતાનો અસહ્ય બોજો,વેગાવરોધની ટેવ,અનિયમિત જીવન,આરોગ્યના નિયમો પ્રત્યે બેદરકારી અને પ્રતિલોમ વાયુ વગેરે કારણોથીકબજીયાત આને સાર્વત્રિક રોગ બની ગયો છે. હવે મૌખિક આપવાની શાસ્ત્રીય દવાઓ જે માત્રા અનુપાનથી યોજના કરી શકાયતેનો વિચાર કરીએ.

ShriramVaidya-logo
Mo. 9825009241

આખાય શરીરનું સંચાલન મગજને આધીન હોવાથી અને તમામ જ્ઞાનતંત્ર મગજ સાથે સંકળાયેલ હોવાથી શિરઃશૂલ વખતે દરદી ખૂબ જ હેરાન પરેશાન થઇ જાય છે સૂતા કે જાગતા ક્યાંય ચેન પડતું નથી, શારિરીક કે માનસિક કાર્ય ખોરવાઇ જાય છે. આયુર્વેદિકના આદિ ગ્રંથ ચરક સંહિતામાં શિરોરોગ, શિરઃશૂલ,મસ્તકશૂળ વગેરે પર પર્યાયો આપી તેના સર્વ પ્રકારને સમાવે તેવા અગીયાર પ્રકાર ગણવામાં આવેલાછે.

આ બધા જ પ્રકારમાં આમ જનતામાં કેવળ બે નામથી શિરઃશૂલ પ્રચલિત છે. આ શિરઃશૂલનાં સર્વને ઉપયોગી સામાન્ય કારણો જાણીયે. ૧૧ પ્રકારના શિરોરોગનાં કારણો અલગ અલગ વર્ણવવામાં આવેલા છે.છતા બધા જ પ્રકારમાં સંબંધ ધરાવતા મુખ્ય કારણો મહર્ષિ ચરકે આ રીતે ગણાવ્યાં છે. આ ૧૧ પ્રકારના શિરોરોગમાં એક યા બીજા સ્વરૂપે દરેક પ્રકારનાં શિરશૂલ સમાઇ જતા હોવાંછતા જેને શિરોરોગ ન કહીએ તો પણ ચાલે છતાં કેવળ પ્રાંસંગીક શિરશૂલ થવાનાં કારણો પણ જાણવા જેવાં છે. જેમાંનું એક કારણ છે દુર્ગંધ.

દુર્ગંધના કારણે પણ માથુ ચડી આવે છે.મેં એવા પણ દર્દી જોયા છે કે જેને મુસાફરીમાં,મોટર બસમાં કે સ્કુટરમાંની પેટ્રોલની ગંધ પણ સહન ન થઇ શક્તી હોય, કેરોસીન, ડુંગળી, લસણ, હીંગ, અત્તરો જેવાં રોજબરોજનાં સાહજિક દ્રવ્યોની ગંધ શિરશૂલ કરતી હોય ત્યાં મળ,મૂત્ર,દુર્ગંધિત વાયુઓ,મરીને સડી ગયેલા પ્રાણીકે સડી ગયેલી વસ્તુઓની ગંધતો તેને શિરશુલ કરે જ. વિલાયતિદવાઓ, ફ્‌લીટ કે ફિનાઇલ, ડેટોલ વગેરેથી પણ કેટલાકને શિરશૂલથઇ જતુ હોય છે.વેગાવરોધ એટલે કે છીંક, બગાસુ,શ્વાસ, નિંદ્રા, શોક, મળ, મૂત્ર વગેરેની હાજત ન રોકવી.

આ શારીરીક હાજતો રોકવાથી શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે અને તે માથામાં રહેલા પ્રાણ કે વ્યાન જેવા વાયુ દ્વ્રારા મસ્તકના સ્ત્રોતોનો અવરોધ કરી દોષો કે ધાતુઓને સૂકવી શિરા ધમનીઓને સૂકવી કે ફુલાવી ,વિકૃત કરી શિરઃશૂલ ઉત્પન્ન કરે છે. બીજુ કારણ દિવસની નિદ્રા ગણવામાંઆવે છે.રાત્રે નિદ્રા લેવી તે કુદરતી ક્રમ છે.જ્યારે દિવસે લેવી તે અકુદરતી છે.

કુદરતનો ભંગ કરવાથી કફ કે પિત્તનો પ્રકોપ થઇ કફ,પિત્ત કે રક્તજન્ય શિરશૂલ થવાથી શક્યતા વિશેષ જણાય છે.એ રીતે રાતનો ઉજાગરો પણ અનૈસર્ગિક છે.તેનાથી ઊંઘ દરમ્યાનનો આરામ ન મળવાથી ઘસારો પૂરો ન પડતાં મુખ્યત્વે માથામાં વાયુ વધે છે અને વિશેષ કરીને વાતજ્ન્ય કે ક્ષયજ શિરઃ  શૂલ પેદા કરાવે છે.

મ્ધ્યાહનનાતાપમાં તપવુંતે પણ શિરોરોગનું કારણ ગણાયું છે.તેમાં તાપના ઉષ્ણ –તીક્ષ્ણ ગુણથી પિત્તજ,રક્તજ કે શંખક જેવારોગ થવાનું કારણ થવાનું ઊભું થાય છે.કેટલાક લોકોને ઉંચે સાદે બોલવાની ટેવ હોય છે.આ ટેવ ગળાના કે છાતીના રોગતો કરે જ છે. તદ્દઉપરાંત માથાનો વાયુજન્ય દુખાવો પણ કરી શકે છે. આ બધા નિદાનોમાં વાયુ વધારનારા સામાન્ય કારણોનું પ્રમાણ વધારે છે.

તેથીજ વાતજ શિરઃશૂલ વધારે પ્રમાણમાં થતાં જોવામાં આવે છે. તદ્દઉપરાંત વાયુયોગવાહી એટલે કે મળતાવડા ગુણ વાળો હોવાથી પિત્ત કે કફમાં ભળી તેના રોગોને પણ મદદ કરે છે.

આ વાતજ શિરઃશૂલ વિષે વિશેષ જાણી લેવું જરૂરી છે.

જાણીતા દુખાવાના એક પ્રચાર સૂર્યાવર્તને સૂર્યના ઉગવા અને ઉપર ચડવા ઉતારવા સાથે સંબંધ છે.સૂર્યોદય પછી આ દુખાવો આગળના અર્ધા માથામાં શરૂ થાય છે. કારણકે માથામાં રહેલો કફ પીગળવાને,માથામાં રહેલા પિત્તને વધવાને સૂર્યના ઉગવા સાથે સંબંધ છે. ઉષ્ણ,તીક્ષ્ણ બનતો જાય અને ઉપર ચડતો જાય તેમ તેનાં સીધાં અને ઉગ્ર કિરણો દર્દીના માથામાં રહેલા દોષોંવ વધુ દોષિત કરે છે.

મધ્યાહને શિરઃશૂલ અસહ્ય બને છે .પણ  જેવો સૂર્ય અસ્તાચલ તરફ ગતિ કરે છે કે તુરત ઉષ્ણ તીક્ષ્ણતા ઘટવાથી શાંત થતાં પીડા ઘટે છે.સાંજે અને રાત્રે સાવ આરામ જણાય છે. પ્રચલિત એ અવા માથાના દુખાવાનો એક ભેદ છે અર્ધાવભેદકઃએટલે અર્ધ+અવભેદક=અર્ધામાથાને ભેદી નાખનાર દુખાવો.આ અર્ધાવભેદકનું અપભ્રંશ નામ આધાશીશી પડ્‌યું હશે.લોકોમાં શિરોરોગનો આ પ્રકાર વધુ પ્રચલિત છે. ધીરેધીરે સૂર્યાવતને લોકોએ આધાશીશીમાં બંધ બેસતો કરી દીધેલ લાગે છે. અર્ધાવભેદકને ડૉકટરી પરિભાષામાં હેમિક્રેનિયા અથવા માયગ્રેન રોગ સાથે સરખાવી શકીએ.

બીજુ કારણ છે વ્યસ્નો-પ્રાસંગિક શિરશૂલમાં વ્યસનો પણ ઘણો ભાગ ભજવે છે.બંધાણી લોકોને સમયસર ચા,તમાકુ,કોફી,દારૂ,બીડી,સિગારેટ,ગાંજો કે અફીણ ન મળેતો તેના મનનીબેચેની અને નબળાઇના કારણે તુરત જ શિરશૂલ શરૂ થઇ જાય છે.અને તે તે વ્યસ્નનું સેવન કર્યા વિના ઉતરતું નથી.એટલે જ તો ચા જેવું વ્યસન સવારે,બપોર,સાંજે અમુક સમય સાથે ચોક્કસ સંબંધ ધરાવતું હોય છે.

અન્ય કારણમાં ચસ્માના નંબરને ગણાવી શકાય-વ્યસનની જેમ આ યુગમાં એક નવું કારણ ઉમેરાણું છે તે ચશ્માના નંબરનું.એવા ઘણા દર્દીને અનુભવ થતો હોય છે કે શિરશૂલની સારવાર બરાબર આપવા છતાં દર્દીને પરિણામ જણાતું નથી.ત્યારે વાંચતી વખતે માથું દુખતું હોયતો દ્રષ્ટિકોણના કારણે શિરશૂલછે તેવુંઅનુમાન કરવું જોઇએ. વિદ્યાર્થીઓ, મુનીમો, ચિત્રકારો, લેખકો, સોની લોકો, પ્રોફેસરો અને વૈજ્ઞાનિકોમાં આવું બનવાની ઘણી શક્તયા રહે છે.

મહાવાતવિધ્વંસ રસઃ ૧-૧ ગોળી ત્રણ કલાકે મધમાં,દૂધમાં કે ગરમ પાણીમાં આપવી. .સૂતશેખર રસઃ૧/૪ ગ્રામ મધ,દૂધ,પાણીના અનુપાનથી આપવો..ગોદંતી ભસ્મઃ૧/૨ ગ્રામ મધ,પાણીના અનુપાનથી આપવી. .શિરશૂલાદિ વજ્ર રસઃ૧-૨ ગોળી પાણીમાં આપવી.

પથ્યાદિ ક્વાથઃગરમ ઉકાળામાં ગોળ મેળવી પીવરાવવી. હવે સરળ ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકીએ તેવા યોગોનો વિચાર કરીએ..ષડબિંદુ તેલનીનાની બાટલી સારી ફાર્મસીમાંથી ખરીદી ઘરમાં રાખી મુકવી અને તેનું નસ્ય આપવું તથા તે તેલ કપાળે ઘસવું. .દૂધમાં સૂંઠ નાખી તેનું નસ્ય આપવું..ગોળમાં પાણી,સૂંઠ મેળવી તેનું નસ્ય આપવું.

સૂંઠનાં બારીક ચૂર્ણનું નસ્ય આપવું. .માથામાં,કપાળે અને ગરદન પર તલતેલ,દિવેલ કે ઘીનું માલીશ કરવું.ઘરમાં પંચગુણ તેલ હોયતો તેનું માલિશ કરવાથી ઝડપી પરિણામ જણાશે. .તેલ માલિશ કરીને કે અમસ્તો વરાળિયો સાદો શેક કરવો..કોઇપણ ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્ય પંચગુણ  તેલ,બામ,અજમો,અમૃતબિંદુ,અજમેટનાં ફુલ વગેરે હાજર હોય તેનાથી નાસ લેવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.