Western Times News

Gujarati News

ગાયબ નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસી કાર્યકરોનો જ ભારે વિરોધ

ગોવા ફરવા ઉપડી ગયા હોવાની વાત સામે આવતા ‘જનતાનો ગદ્દાર’ જેવા બેનરો ઘર બહાર ચોંટાડીને વખોડ્યા

સુરત, સુરત લોકસભા બેઠકમાં ચૂંટણી પૂર્વે જ પરિણામની જાહેરાત થઈ ચૂકી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારોની શંકાસ્પદ ભૂમિકા બાદ અન્ય ઉમેદવારો દ્વારા પણ છેકછેલ્લી ઘડીએ દાવેદારીપ્ પરત ખેંચી લેતાં ભાજપના ુકેશ દલાલનો નિર્વિરોધ વિજય નીવડ્યો છે.

આ ઘટનાને પગલે સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. આજે સવારે કોંગ્રેસી કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, નિલેષ કુંભાણી સહિત તેમના પરિવારજનો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ કોંગ્રેસી કાર્યકરો દ્વારા તેમના ઘરની બહાર જ પોસ્ટરો ચિપકાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર દેશમાં સુરત લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો દ્વારા રચવામાં આવેલા કારસાને કારણે કોંગ્રેસ પાર્ટીની હાલત દયનીય બની છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ગઠબંધન વચ્ચે નિલેશ કુંભાણી પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.

જો કે, શરૂઆતથી જ નિલેશ કુંભાણીની નિષ્ક્રિયતા અંગે ખુદ કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. કુંભાણીના સંબંધી એવા ટેકેદારો પણ છેક છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જતાં ભારે વિવાદ સર્જાયો છે.

આજે સવારે કોંગ્રેસી કાર્યકરોએ સરથાણા ખાતે નિલેશ કુંભાણીના ઘરની બહાર સૂત્રોચ્ચાર સાથે જનતાનો ગદ્દાર… દેશનો ગદ્દાર… જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અલબત્ત, કોંગ્રેસી કાર્યકરોના વિરોધની આશંકાને પગલે નિલેશ કુંભાણીના ઘરે ખંભાતી તાળું લટકતું હતું અને તેમનો પરિવાર હાલ ભૂગર્ભમાં ઉતરી ચૂકયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.