Western Times News

Gujarati News

રામક્રિશ્ના એકસપોર્ટના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો

વડોદરા, ૧૮માં એફજીઆઈ એવોર્ડ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુના હસ્તે વિવિધ ૧૪ કેટેગરીમાં એવોર્ડની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જેમાં લાઈવ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સુરતની શ્રીરામ ક્રિષ્ના એક્સપોર્ટ કંપનીના ચેરમેન ગોવિદભાઈ ધોળકિયાને એનાગત કરવામાં આવ્યો હતો ત્યારે ઉપસ્થિત સૌ કોઈ સ્ટેન્ડીંગ ઓવિયસન આપી તાળીઓના ગડગડાથી વધાવી લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં અલગ-અલગ ક્ષેત્રોમાં સારું કામ કર્યું છે અને સારું કામ કરવા માટે તેમની શ્રેષ્ઠતાને બિરદાવવા માટે એફજીઆઈ દ્વારા નાનાથી મોટા સૌને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને મેરિટ ઓફ વિન સર્ટીફિકેટ આપવામાં આવ્યું. પોલ્યુશન મેનેજમેન્ટ માટે દહેજની રાલીસ ઈન્ડિયા લિમિટેડને એવોર્ડ ટ્રોફી એનાયત કરવામાં આવી.

આઉટ સ્ટેન્ડીંગ એમએસએમઈ કેગેટરીમાં વડોદરાની મેટ્રીક્સ કોમસેક, આઉટ સ્ટેન્ડીંગ બિઝનેસ લીડર ફોર મેન કેટેગરીમાં ગાંધીનગરની એસએલટીએસ ગ્રુપને એકસ્પોર્ટ પરફોર્મન્સ એન્ડ પ્રમોશન કેટેગરીમાં આર્સેલોમિત્તલ નીપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ સુરતને જ્યારે આઉટ સ્ટેન્ડીંગ વુમન એન્ટરપ્રિનિયોર માટે હેમાલી વ્યાસને, બેસ્ટ પ્રેક્ટિસ ઈન એચ.આર. એન્ડ આઈ.આર.પોલિસી માટે

એલીકોન એન્જિનિયરીંગ કંપની લિમિટેડ ઈનોવેશન ઈન એગ્રિકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ માટે એવરેસ્ટ લિમિટેડ વિસનગર, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી માટે સિલોક્ષ ઈન્ડિયા લિમિટેડ અને ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસિટી કોર્પોરેશન, સોશિયલ વેલ્ફર રૂરલ ડેવલપમેન્ટ માટે સેવા યજ્ઞ સમિતિ ભરૂચ તેમજ સજા સર્વોપરી ટ્રસ્ટ કચ્છને તેમજ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ

કંપલયાન્સ માટે દહેજની કોરોમંડેલ ઈન્ટરનેશનલ કંપનીને હેલ્થ કેર સેકટરમાં મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટને અને ઈÂન્ફનિટી બાયોટેકને સ્ટાર્ટઅપ માટે એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. ૧૮માં આ એવોર્ડ ફોર એકસલન્સમાં વિવિધ ૧૪ કેટેગરી માટે રાજ્યભરમાંથી ૧૭૬ અરજીઓ આવી હતી. જેમાં નિષ્ણાંત જ્યુરી મેમ્બરો દ્વારા વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.