Western Times News

Gujarati News

JEE-Main 2024નું પરિણામ જાહેર-ALLEN ગુજરાતનાં 2 વિદ્યાર્થીઓ સ્ટેટ ટોપર  

4 વિદ્યાર્થીઓને AIR ટોપ 100માં સ્થાન  -ALLEN અમદાવાદનાં 2 વિદ્યાર્થીને AIR ટોપ 200માં સ્થાન- અમદાવાદનાં કુલ 13 વિદ્યાર્થીઓને AIR ટોપ 1000માં સ્થાન

ગુજરાતી માધ્યમનાં ત્રણ વિદ્યાર્થીઓને 99+ પર્સન્ટાઈલ

અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE-Main 2024નું પરિણામ ગુરૂવારે જાહેર કર્યું છે. ફરી એકવાર, ALLEN કેરિયર ઇન્સ્ટિટ્યૂટે પરિણામમાં તેની શ્રેષ્ઠતા સાબિત કરી છે. જેમાં ALLEN ગુજરાતનાં 4 વિદ્યાર્થીઓએ AIR ટોપ 100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ALLEN અમદાવાદનાં 2 વિદ્યાર્થીઓએ AIR ટોપ 200માં અને 7 વિદ્યાર્થીઓએ AIR ટોપ 500માં  સ્થાન મેળવીને શાનદાર પરિણામ મેળવ્યું છે. Allen – JEE-Main 2024 Results

JEE Main 2024ની પરીક્ષાનું આયોજન જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં NTA દ્વારા કરવમાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં 24 જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી વચ્ચે પરીક્ષા યોજાઈ હતી જ્યારે એપ્રિલ મહિનામાં 4થી 9 તારીખ દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. આજે આ બંને પરીક્ષાના સર્વોચ્ચ NTA સ્કોરના આધારે વિદ્યાર્થીઓનો ઓલ ઈન્ડિયા રેન્ક જાહેર કરવામાં આવ્યો છે.

એલન કેરિયર ઈન્સ્ટિટ્યૂટનાં ગુજરાત ઝોનલ હેડ પંકજ કાબરાએ તમામ વિદ્યાર્થીઓને શાનદાર પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા. તેમજ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ALLEN અમદાવાદનાં કુલ 13 વિદ્યાર્થીઓએ AIR ટોપ 1000માં, 22 વિદ્યાર્થીઓએ AIR ટોપ 2000માં અને કુલ 35 વિદ્યાર્થીઓએ AIR ટોપ 3000માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ALLEN અમદાવાદનાં કુલ 16 વિદ્યાર્થીઓએ ફિઝિક્સમાં 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે 3 વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રીમાં અને 2 વિદ્યાર્થીઓએ ગણિતમાં 100 પર્સન્ટાઈલ સ્કોર કર્યા છે. જો વાત ગુજરાતી માધ્યમની તો ALLEN અમદાવાદનાં ત્રણ વિદ્યાર્થીઓએ 99+ પર્સન્ટાઈલ મેળવીને અમદાવાદ સેન્ટરને ગૌરવ અપાવ્યું છે. જ્યારે ઓવરઓલ બંને સત્રમાં ALLENનાં કુલ 56 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે.  સ્ટેટ વાઈસ ટોપર્સની વાત કરીએ તો દેશભરમાંથી કુલ 79 વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોમાં ટોપ કર્યું છે. જેમાંથી ગુજરાતનાં બે સ્ટેટ ટોપર્સ શામેલ છે.

આ વર્ષે JEE- Main 2024માં બંને સેશનનાં કુલ મળીને 14 લાખ 51 હજાર 110 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ગત વર્ષે 11 લાખ 12 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આથી આ વર્ષે ગયા વર્ષ કરતાં લગભગ ત્રણ લાખ વધુ વિદ્યાર્થીઓ હોવાથી NTAના ઈતિહાસમાં JEE-Mainમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુરૂવારે ALLENના અમદાવાદ કેમ્પસ સાધ્ય SBR ખાતે કેક કટ કરીને પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સેન્ટર હેડ પંકજ બાલ્દી, એન્જિનિયરિંગ ડિવિઝન હેડ અંકિત અગ્રવાલ, હેડ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ ઓપરેશ્ન્સ અંકિત મહેશ્વરી, એકેડમિક હેડ PNCF ડિવિઝન સહિત અન્ય ફેકલ્ટી ઉપસ્થિત રહ્યાં હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.