Western Times News

Gujarati News

દેશમાં પ્રથમ વખત અમદાવાદમાં થઈ રહ્યો છે સૌથી વધુ મતદાન થાય તે માટેનો પ્રયોગ

અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીની  અધ્યક્ષતામાં TIP(Turnout Implementation plan) સંદર્ભે અમદાવાદ શહેર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં કાર્ય કરવા સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી.ભારતી અને અમદાવાદ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સામાજિક આગેવાનો, સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર, રેડિયો જોકી તથા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોની બેઠક

ગત લોકસભા ચુંટણીમાં અમદાવાદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભામાં ઓછુ મતદાન થયુ હોય તેવા પ્રત્યેક વિસ્તારના દસ બૂથ એમ કુલ ૧૬૦ બૂથ પર મતદાન માટે જાગૃતિ વધે તેવા પ્રયાસ

અમદાવાદ શહેરમાં ૩૮૦ બી.આર.ટી.એસ  બસો, ૭૯૨ એ.એમ.ટી.એસ બસો ઉપરાંત ૪,૩૫૦ બસ સ્ટેન્ડ, ૩૦ મેટ્રો સ્ટેન્ડ પર મતદાન જાગૃતિના સંદેશા લગાવાશે

અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.થેન્નારસનની  અધ્યક્ષતામાં TIP (ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન) સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી.ભારતી અને જિલ્લા ચૂંટણી અધિકારી, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.  પણ ઉપસ્થિત રહ્યા હતા.

મતદાર જાગૃતિ માટેના ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP)ની આ બેઠકમાં શહેર જિલ્લાના સામાજિક આગેવાનો, સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર, રેડિયો જોકી તથા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સાથે વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કાર્ય કરવા બેઠકનું આયોજન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લોકસભા ચુટણીમાંઓછુ મતદાન થયુ હતું. આ વર્ષે વધુ મતદાન થાય તે માટે TIP(Turnout Implementation plan) દેશમાં પ્રથમ વખત આ પ્રયોગ થઈ રહ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દેશમાં લોકસભા ચુટણીના સરેરાશ ૬૭.૧૦% મતદાનની સામે ગુજરાતમાં ૬૪.૫૧ % મતદાન, જ્યારે વિધાનસભાની ૨૦૨૨ની ચુટણીમાં રાજ્યમાં ૬૪.૮૪% મતદાન થયુ હતુ.

અમદાવાદ જિલ્લામાં લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભામાં ગત લોકસભા ચુંટણીમાં જ્યાં ઓછુ મતદાન થયુ હોય તેવા પ્રત્યેક વિસ્તારના દસ બૂથ એમ કુલ ૧૬૦ બૂથ પર મતદાન કેમ ઓછુ થયું તેના કારણો શોધી મતદાન માટે જાગૃતિ વધે તેવા પ્રયાસ આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાયા હોવાનુ જણાવી મ્યુનિસિપલ કમિશ્નર શ્રીએમ. થેન્નરાસ્સને કહ્યું હતું કે, આ વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જે તે સોસાયટી-ફ્લેટના ચેરમેનો સાથે પણ બેઠક કરાઈ છે.

સોસાયટીઓના નોટીસ બોર્ડ પર જાણકારીઆપવાની સાથે સાથે મતદાન જાગૃતિ અંગે ફિલ્મ બતાવાઈ છે અને મતદાનના સંકલ્પ લેવડાવ્યા છે.  મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસને લોકશાહીના આ પર્વની ઉજવણીમાં સહભાગી થઈ દેશહિતમાં મતદાન કરવા અને કરાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાની માહિતી આપી હતી. આ ઉપરાંત કમિશનરશ્રીએ સામાજિક આગેવાનો તથા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર દ્વારા મતદાન અંગે જાગૃતતા લાવવા ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી.ભારતીએ ઉપસ્થિત સૌ લોકોને ‘મતદાન જાગૃતિ’ અંગે સહભાગીથી કાર્ય કરવાની અપીલ કરી તેમણે મહત્તમ મતદાન થાય તે સંદર્ભે  સૂચનો આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુશ્રી પી.ભારતીએ આ બેઠકમાં વધુમાં વધુ ફેમિલી વોટિંગ કરાવવા પર ભાર મૂક્યો હતો.

TIP(Turnout Implementation plan)ના નોડલ અધિકારી શ્રી સી.એમ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંતર્ગત  ગત લોકસભા ચુટણીમાં જ્યાં ઓછુ મતદાન થયુ છે એવા બૂથમાં સમાવિષ્ઠ મતદારોને આ વખતે તેમના મતનાન મથકો ક્યાં છે તેની પણ પ્રત્યક્ષ જાણકારી અપાઈ છે. આ અભિયાનમાં કેમ્પસ પ્રોગ્રામ  અંતર્ગત ૧૩૨ કોલેજો અને ૧૮ યુનિવર્સિટીઓને આવરી લેવાઈ છે. જાગૃતિઅભિયાનમાં ૨૦૦૦ આશા બહેનોની પણ મદદ લેવાઈ છે..શહેરની હોટેલો-રેસ્ટોરંટ્સ, ફૂડ કોર્ટ-ચેઈનના માધ્યમથી યુવાનોને સહભાગી બનાવવામાં આવ્યા છે.

શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આવાગમન માટે શહેરના હાર્દ સમી ૩૮૦ બી.આર.ટી.એસ  બસો, ૭૯૨ એ.એમ.ટી.એસ બસો ઉપરાંત ૪,૩૫૦ બસ સ્ટેન્ડ, ૩૦ મેટ્રો સ્ટેન્ડ પર મતદાન જાગૃતિના સંદેશા લગાવાશે એટલું જ નહી  બી.આર.ટી.એસ  બસો તથા મેટ્રો ટ્રેનમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સીસ્ટમનો ઉપયોગ કરી મતદાન જાગૃતિ માટે પ્રેરણા અપાશે. શહેરમાં કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે સુદૃઢ નેટવર્ક ગોઠવાયેલુ છે, આ કચરા કલેક્શન માટે જતા વાહનો પર જાગૃતિ માટે બનાવાયેલી જિંગલ્સ વગાડવામાં આવે છે…

વર્લ્ડ હેરીટેજ દિવસે શરેનની મધ્યમાં આવેલા નગરદેવી ભદ્રકાળી મંદિર પાસે વિશાળ રંગોલી દ્વારા મતદાનનો, જેમાં ૧૮૮૫ની પ્રથમ ચુંટણીથી માંડીને આજ સુધીની ચુંટણીલક્ષી તસ્વીરો પ્રદર્શિત કરાઈ છે.

આ ઉપરાંત SWEEP અંતર્ગત મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ દ્વારા મતદાન જાગૃતિ સંકલ્પ, રેલી, રંગોલી, સિગ્નેચર કેમ્પેઈન, સેલ્ફી પોઈન્ટ જેવા આયામો પણ હાથ ધરાયા છે. શાળઓમાં બાળકો પાસે પોતાના વાલીઓ મતદાન કરે તેવા સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આવા ૯.૫૦ લાખ સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા છે  એમ તેમણે ઉમેર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૨ એપ્રિલથી આ કાર્યક્રમ શરુ કરાયો છે, જે ૫ મે સુધી ચાલશે.પ્રથમ દિવસે આ અંતર્ગતવિસ્તારમાં સમાવિત સોસાયટીઓમાં બેઠક, સંકલ્પ વાંચન, નરોડા ઈન્ડસ્ટ્રીઅલ એરિયામાં રેલી, ૨૩ એપ્રિલના રોજ AVSAR Discount અંતર્ગત વિવિધ દૂકાનદારો-એશોસીએશન, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, મેડિકલ સ્ટોર્સ સાથે બેઠક યોજાઈ હતી. મતદાનના દિવસે મતદાન કરીને આવનારને વિવિધ સેવાઓમાં ૭% જેટલુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

૨૪ એપ્રિલના રોજ સમાજના અગ્રણીઓ-શ્રેષ્ઠીઓ, ઉધોગકારો, કલાકારો, સોશ્યલ ઈન્ફ્લ્યુએન્સર્સ સાથે બેઠક કરાઈ હતી. ૨૫ એપ્રિલના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે કેમ્પસ એમ્બેસેડર્સ સાથે એક લાઈવ કાર્યક્રમ, મંહેંદી કાર્યક્રમ યોજાયોહતો., ૨૬ એપ્રિલે સ્કુટર-બાઈક રેલી, નાટક, ૨૭ એપ્રિલે જાહેર સ્થળૉ-બગીચાઓમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરી પ્રભાત ફેરી- મતદાન  સંકલ્પ લેવડાવાશે.

૨૮ એપ્રિલે ચુનાવ પાઠશાળા-  ‘તમારા મતદાના મથકને જાણો’ અભિયાન હાથ ધરાશે. ૨૯ એપ્રિલે ઘર ઘર મૂલાકાત કરી સિગ્નેચર કેમ્પેઈન હાથ ધરાશે. ૩૦ એપ્રિલે માનવ સાંકળ રચાશે. ૧લી મેના દિવસે મ્હેંદી સ્પર્ધા, ૨જી મે ના દિવસે સાયકલોથોન, ૩જી મે એ વિવિધ જાહેર સ્થળૉએ વિશાળ રંગોલી દોરાશે, ૪થી મે એ પ્રભાત ફેરી ઉપરાંત ડોર ટુ ડોર સંપર્ક-જાગ્રુતિ અભિયાન અને ૫મે એ ‘રન ફોર વોટ’ યોજાશે…

આ બેઠકમાં આજદિન સુધીમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત થયેલા ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંગે કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો, સામાજિક અગ્રણીઓ. કલાકારો, સોશ્યલ ઈન્ફ્લ્યુએન્સર્સ સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસરો અને વહીવટી તંત્ર તથા કોર્પોરેશનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.