Western Times News

Gujarati News

સરદારધામ ખાતે તાલીમ મેળવી UPSC પરીક્ષામાં સફળ થયેલા 8 વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

આ સમારોહ ૨૮ એપ્રિલ રવિવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે યોજાશે

વર્ષ ૨૦૨૪-૨૫માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૨૫ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે, જેમાંથી સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી યુપીએસસીની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના ૮ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે, જે સમસ્ત પાટીદાર સમાજ તેમજ સરદારધામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. Sardardham to felicitate eight Patidar students for clearing UPSC exams

સમસ્ત પાટીદાર સમાજના ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ૨૮ એપ્રિલ રવિવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદાર ધામ ખાતે યોજાશે.

યુપીએસસીની પરીક્ષામાં  સમસ્ત પાટીદાર સમાજના ૮ વિદ્યાર્થીઓ જે ઉત્તિર્ણ થયા છે, તેમાં મિતુલ પટેલ (AIR ૧૩૯), અનિકેત પટેલ ( AIR ૧૮૩), હર્ષ પટેલ  AIR (૩૯૨),  ચંદ્રેશ શાંખલા (AIR ૪૩૨),  રાજ પટોળિયા (AIR ૪૮૮),  જૈનીલ દેસાઈ (AIR ૪૯૦), સ્મિત પટેલ  (AIR ૫૬૨),  દીપ પટેલ (AIR ૭૭૬)નો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરદારધામ સિવિલ સર્વિસ સેન્ટરમાં તાલીમ મેળવી ૮ વિદ્યાર્થીઓ UPSC (IAS/ IPS) પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છે. સિવિલ સર્વિસ સેન્ટરમાં હાલ GPSC/UPSC સ્પર્ધાત્મક પરીક્ષા માટે ૭૦૦ વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. સિવિલ સર્વિસ સેન્ટરમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે તેવી ઈ-લાઇબ્રેરીની સુવિધા છે, જેમાં ૩૧૦૦ વિડિઓ છે, ૬૦૦૦ ઈ-બુક છે, ૬૪૦૦૦ પ્રશ્ન બેંક સાથે ઇ-ઈએક્સામિનેશન સૉફ્ટવેર,

૪ હાઈટેક ક્લાસ, ૪ ડિશકશન રૂમ, ૪ ઇન્ટરવ્યૂ બોર્ડ અને ૩૫૦૦થી વધુ પુસ્તકો સાથેનું પુસ્તકાલય અહી ઉપલબ્ધ છે. આ ઉપરાંત નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવે છે,  આ બધી તાલીમ વિના મુલ્યે આપવામાં આવે છે. ૮૦૦ દીકરીઓને રહેવા જમવાની વ્યવસ્થા ૧ રૂપિયા ટોકન પર કરવામાં આવે છે.

એટલું જ નહીં,  સિવિલ સર્વિસ સેન્ટર મારફતે તાલીમ મેળવી અત્યાર સુધીમાં વર્ગ ૧માં ૯૪, વર્ગ ૨માં ૭૧૮ અને વર્ગ ૩માં ૨૪૦૩ એમ થઇને કુલ ૩૨૧૫ જેટલા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા છે.

આ સમારોહમાં સરદારધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયા,  મુખ્ય ઉદ્ઘાટક તરીકે રાજા ઇન્ડસ્ટ્રીના શ્રી દિલીપભાઈ પટેલ, એસ્ટ્રલ સ્ટેરીટેક પ્રાઇવેટ લિમિટેડના શ્રી દુષ્યંતભાઈ પટેલ, ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, સિવિલ સર્વિસ કેન્દ્ર સરદાર ધામના ચેરમેન શ્રી ટી.જી ઝાલાવાડીયા, ડાયરેક્ટર સી.એલ.મીના, એડવાઈઝર શ્રી મનોજભાઈ ડોબરીયા, એડવાઈઝર શ્રી સંજયભાઈ સાવલિયા, એડવાઈઝર શ્રી આનંદભાઈ પટેલ, જીએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંત.એ. પટેલ, સરદારધામના માનદમંત્રી CA બી.કે.પટેલ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.