Western Times News

Gujarati News

25 પિસ્તોલ સાથે 6 આરોપીની ધરપકડ: ચૂંટણી સમયે હથિયારોની હેરાફેરીનું નેટવર્ક

હથિયારોની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ મધ્યપ્રદેશથી હથિયારો સૌરાષ્ટ્ર સપ્લાય કરાતા હતા

(એજન્સી)અમદાવાદ, હથિયાર માફિયાઓ સામે ગુજરાત એટીએસએ ઓપરેશન હાથ ધર્યુ છે. ચૂંટણી વચ્ચે કુલ ૨૫ પિસ્તોલ અને ૯૦ કારતૂસ સાથે ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હથિયારોની હેરાફેરીનું આ રેકેટ મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ચાલી રહ્યુ હતુ. જેમા રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાંથી હથિયારો સાથે શસ્ત્ર માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીઓ પૂર્વ સતર્ક બનેલી ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. મધ્ય પ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ચાલતા દેશી બનાવટના હથિયારોની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી ૨૫ પિસ્તોલ તથા ૯૦ રાઉન્ડ સાથે ૦૬ આરોપીઓને ગુજરાત એ.ટી.એસ.દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

એટીએસને બાતમી મળી હતી કે બસ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા મધ્ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો ઈસમ ગેર કાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો લઈ અમદાવાદના નારોલ બ્રિજ નજીક ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડિલીવરી કરવા આવનાર છે.

આ બાતમીના આધારે એટીએસની ટીમો નારોલ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને મળેલ બાતમીના વર્ણન મુજબની બે વ્યક્તિ દેખાતા તેઓને અટકાવી તલાશી લેતા શિવમ ઉર્ફે શિવા ઇન્દરસીંગ ડામોરની પાસેથી પિસ્ટલ નંગ-૦૫ તથા પિસ્ટલના કારતૂસ નંગ-૨૦ મળી આવ્યા હતા. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે સમગ્ર ઓપરેશ અંગે મીડિયા બ્રિફિંગ કરતા જણાવ્યું કે શિવમને એટીએસ હેડ ક્વાર્ટર ખાતે લાવી પૂછપરછ કરતા જાણવા મળેલ કે,

પકડાયેલ આરોપી નામે શિવમ ઇંદ્રસિંહ ડામોર ચાલુ વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સ બસમાં મધ્ય પ્રદેશથી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો. જે દરમ્યાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.