Western Times News

Gujarati News

ફ્લાઇટના ભાડા સસ્તા થશેઃ ‘ઝીરો બેગેજ/નો-ચેક-ઇન બેગેજ ભાડાં’ ઓફર થશે

નવી દિલ્હી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે, જેમાં મુસાફરો માટે ફ્લાઇટના મૂળ ભાડાને વધુ સસ્તું બનાવવાની યોજનાઓ ચાલી રહી છે. જો તમે પણ ફ્લાઇટના જંગી ભાડાથી પરેશાન છો, તો હવે જલ્દી જ મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી રાહત મળી શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે, જેમાં મુસાફરો માટે ફ્લાઇટના મૂળ ભાડાને વધુ સસ્તું બનાવવાની યોજનાઓ ચાલી રહી છે.

ડીજીસીએનું કહેવું છે કે એરલાઈન્સ દ્વારા જારી કરાયેલા નિયત ભાડામાં તેમના દ્વારા આપવામાં આવતી કેટલીક સેવાઓ પર વસૂલવામાં આવતી ફીનો પણ સમાવેશ થાય છે. અલગ-અલગ જગ્યાએથી મળેલા ફીડબેકના આધારે એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત મુસાફરોને મુસાફરી દરમિયાન એરલાઈન્સ દ્વારા આપવામાં આવતી આ સેવાઓની જરૂર હોતી નથી.

ડીજીસીએ એ સર્ક્‌યુલરમાં કહ્યું છે કે સર્વિસીસ અને તેમના ચાર્જને અલગ કરીને મૂળભૂત ભાડું વધુ સસ્તું થઈ શકે છે. આ સાથે, ગ્રાહકોને તેઓ જે સેવાઓ મેળવવા માગે છે તેના માટે જ ચૂકવણી કરવાનો વિકલ્પ મળે છે. વિભિન્ન સર્વિસીસ ‘ઓપ્ટ-ઇન’ ધોરણે પ્રદાન કરવી જોઈએ અને ‘ઓપ્ટ-આઉટ’ આધારે નહીં. DGCA એ ૭ સર્વિસીસનું લિસ્ટ બહાર પાડ્યું છે, જેને ટિકિટના ખર્ચમાંથી બાકાત રાખવામાં આવે તો, બેઝ ભાડું ઘણું વધારે સસ્તું બની શકે છે.

-પેસેન્જર માટે સીટ સિલેક્શન ચાર્જ -ભોજન/નાસ્તો/પીણાના શુલ્ક એરલાઇન લાઉન્જનો ઉપયોગ કરવા માટેની ફી. ચેક-ઇન બેગેજ ચાર્જીસ . રમતગમતના સાધનોના શુલ્ક સંગીતના સાધનોના શુલ્ક. મૂલ્યવાન સામાન માટે સ્પેશિયલ ડિક્લેરેશન ફી. અનુસૂચિત એરલાઇન્સને એરલાઇન બેગેજ પોલિસીના ભાગરૂપે ફ્રી બેગેજ એલાઉન્સ સાથે ‘ઝીરો બેગેજ/નો-ચેક-ઇન બેગેજ ભાડાં’ ઓફર કરવાની પરવાનગી આપવામાં આવશે.

આ સાથે DGCA એ કહ્યું છે કે જો તમે એરલાઈન કાઉન્ટર પર ચેક-ઈન માટે સામાન લઈને આવો છો, તો તમને લાગુ પડતા શુલ્ક વિશે માહિતી આપવામાં આવશે. સાથે તેને ટિકિટ પર પ્રિન્ટ કરીને પણ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.