Western Times News

Gujarati News

કાશ્મીરમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલન થતાં ગુજરાતના ટુરીસ્ટો ફસાયા (જૂઓ વિડીયો)

જમ્મુ કાશ્મીર, મેદાની વિસ્તારોમાં આકરી ગરમી વચ્ચે પહાડોમાં ભારે વરસાદ ચાલુ છે. હવે વરસાદે સામાન્ય જનજીવન ખોરવ્યું છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે.

જેના કારણે કિશ્તવાડ વિસ્તારમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. Landslide in Poonch’s Bedar village damages several homes.

ગુજરાતથી શ્રીનગર ફરવા ગયેલા આશરે 150થી વધુ લોકો કાશ્મીરથી જમ્મુ પાછા ફરતી વખતે ભૂસ્ખલને કારણે રસ્તામાં જ ફસાઈ ગયા હતા અને બસોને રસ્તામાં જ રોકાઈ જવાની ફરજ પડી હતી.

જ્યાં સુધી હવામાનમાં સુધારો ન થાય અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી લોકોને એનએચ-૪૪ પર મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી સૂચનાઓ મુજબ, વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે , ૨૯ એપ્રિલ, જિલ્લા રામબનની તમામ શાળાઓ બંધ રહેશે.

જો કે પરીક્ષા રદ કરવામાં આવશે નહીં. રામબન જિલ્લામાં ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પથ્થરો પડવાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો હતો. ખરાબ હવામાનને કારણે જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમ વરસાદ પડશે. સ્કાયમેટ અનુસાર, પશ્ચિમ હિમાલયમાં ૨૯ એપ્રિલ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના હતી, સાથે જ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. જો કે આ પછી પણ હળવો વરસાદ ચાલુ રહેશે. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.