Western Times News

Gujarati News

ગુજરાત ભાજપના 4 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસઃ કોંગ્રેસના 6

BJPના પૂનમ માંડમની 147 કરોડ, અમિત શાહની 65 કરોડ, સી આર પાટીલની 39 કરોડની સંપત્તિ

ગુજરાતમાં BJPના ૨૬ પૈકી ૨૪ ઉમેદવાર કરોડપતિ: -એડીઆર રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

(એજન્સી)ગાંધીનગર, લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારોને લઇને એડીઆર રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. એડીઆરના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ભાજપના ૨૬ ઉમેદવારમાંથી ૪ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જ્યારે કોંગ્રેસના ૨૩ ઉમેદવારમાંથી ૬ ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ છે.

રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ભાજપના ૨૬ પૈકી ૨૪ ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં કોંગ્રેસના ૨૩ પૈકી ૨૧ ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમા સૌથી વધુ આવક અને સંપત્તિ ધરાવતા ઉમેદવાર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે તેમની પાસે ૧૪૭ કરોડની સંપતિ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પાસે ૬૫ જ્યારે સી.આર.પાટીલ પાસે ૩૯ કરોડની સંપતિ છે. BJP’s Poonam Mandam’s wealth is 147 crores, Amit Shah’s wealth is 65 crores, CR Patil’s wealth is 39 crores.

લોકસભાની ૨૦૨૪ ચૂંટણીના ત્રીજા તબક્કાનું ૭ મે રોજ મતદાન થવાનું છે. તે અગાઉ એડીઆર દ્ધારા ચૂંટણી લડતા ઉમેદવારોના શિક્ષણ,સંપતિ અને ગુનાહિત ઇતિહાસ અંગેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતમાં ૨૫ બેઠકો પરના ઉમેદવારો અંગેની જાણકારી આ રિપોર્ટમાં મેળવીશું.પ્રત્યેક ચૂંટણી દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે એડીઆર દ્વારા દેશમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૧૩૫૨ ઉમેદવારોની સંપત્તિ, શિક્ષણ અને ગુનાહિત ઇતિહાસનું વિશ્લેષણ કર્યું હતું જેમાં ગુજરાતની ૨૬ બેઠકના કુલ ૨૬૬ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ત્રીજા તબક્કાના ઉમેદવારોમાંથી ૬૩૯ ઉમેદવારોનો અભ્યાસ ધોરણ ૫ થી ૧૨ સુધીનો છે. ૫૯૧ ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધુ અભ્યાસ કરેલો છે. ૪૪ ઉમેદવારોએ ડિપ્લોમા સુધીનું શિક્ષણ મેળવ્યું છે. જેમાંથી ગુજરાતમાં ૧૫૨ ઉમેદવારમાંથી ૫ થી ૧૨ ધોરણનું શિક્ષણ મેળવ્યું છે. જ્યારે સાત ઉમેદવારો અશિક્ષિત છે. ત્રીજા તબક્કામાં ચૂંટણી લડનારા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ અંગે નજર કરીએ તો કોંગ્રેસના ૬૮ ઉમેદવાર માંથી ૨૬ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ્યારે ભાજપના ૮૨ ઉમેદવારમાંથી ૨૨ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ગુજરાતની વાત કરીએ તો ભાજપના ૨૬ પૈકી ચાર ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે કોંગ્રેસના ૨૩ માંથી ૬ ઉમેદવાર ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુજરાતમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર ચૈતર વસાવા પર ૧૩ કેસ, અનંત પટેલ પર ૪ કેસ, હીરાભાઈ જોટવા પર ૨ કેસ હિંમતસિંહ પટેલ પર ૨ કેસ, ચંદનજી ઠાકોર વિરુદ્ધ એક કેસ, સુખરામ રાઠવા વિરુદ્ધ એક કેસ અને ગેનીબેન ઠાકોર સામે એક કેસ નોંધાયેલો છે.

ભાજપના નેતા અમિત શાહ વિરુદ્ધ ત્રણ કેસ, રાજેશ ચુડાસમા પર એક કેસ, જશુભાઈ રાઠવા વિરુદ્ધ એક કેસ, અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા પર એક કેસ નોંધાયેલો છે.

શિક્ષણ અને ગુનાહિત ઇતિહાસ બાદ સંપતિ અંગે પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. છડ્ઢઇ દ્વારા ગુજરાતની ૨૬ બેઠકોમાં લડતા ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર સંપત્તિનું વિશ્લેષણ કર્યું છે જે જોતા ગુજરાતના કોંગ્રેસના નેતા કરતા ભાજપના નેતાની સંપત્તિ વધુ છે. કોગ્રેસના ૬૮ પૈકી ૬૦ ઉમેદવારો કરોડપતિ છે

જ્યારે ભાજપના ૮૨ પૈકી ૭૭ ઉમેદવાર કરોડપતિ છે. દેશના ૧૦ ધનિક ઉમેદવારોમાં ૫ ભાજપના,૨ કોંગ્રેસ, ૧ એસપી, એનસીપી અને અપક્ષ ઉમેદવાર છે. દેશમાં સૌથી અમીર ઉમેદવાર ગોવા ભાજપના પલ્લવી ડેમ્પો છે જેની કુલ મિલકત ૧૩૬૧ કરોડ રૂપિયા છે.

ગુજરાત ભાજપના ૨૬ પૈકી ૨૪ ઉમેદવાર કરોડપતિ છે જ્યારે કોંગ્રેસના ૨૩ પૈકી ૨૧ ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતો ઉમેદવારોમાં ભાજપના ૩ ઉમેદવારનો સમાવેશ છે.

ભાજપના પૂનમ માંડમ ૧૪૭ કરોડ,અમિત શાહ ૬૫ કરોડ,સી આર પાટીલ ૩૯ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. જ્યારે સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારમાં બીએસપીના રેખાભાઈ હરસિંગ ચૌધરી, કોંગ્રેસના નિલેશ વસાઈકર અને અન્ય એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે.

સંપતિ સાથે સાથે ગુજરાતના ચૂંટણી લડતા ઉમેદવારના માથે દેવું કેટલું છે તેની જાણકારી પણ આપવામાં આવી છે. ભાજપના પૂનમ માડમ પર ૫૩ કરોડનું દેવું છે. કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર નવ કરોડ અને કોંગ્રેસના જેની ઠુંમરના નામે ત્રણ કરોડ રૂપિયાનું દેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.