Western Times News

Gujarati News

ધનસુરાની મધુવન સોસાયટીમાં 11 તોલા સોનું અને 30 હજાર રોકડાની ચોરી 

મોડાસા: અરવલ્લી જિલ્લામાં ધનસુરાની મધુવન સોસાયટીમાં રહેતા મૌલિકકુમાર રમણભાઈ શર્મા ના ઘરનું તાળું તોડી તસ્કરો એ સોનાની વિંટીઓ,સોનાનો દોરો સહિત 11 તોલા જેની કિંમત આશરે ૩,૫૦,૦૦૦ ના સોનાની ચોરી કરી હતી. આ સાથે   ૬૦૦ ગ્રામ ચાંદી ના દાગીના જેની કિંમત આશરે ૨૦,૦૦૦ ની ચોરી કરી હતી.સાથે ૩૦,૦૦૦ રોકડા સહિત ચાર લાખ ની કિંમત ના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

 આ ઘરનો પરિવાર જરુરી કામે બપોરે ૩:૩૦ વાગે બહાર ગયેલ હતો જે સાંજે ૯:૧૫  વાગ્યા ની આસપાસ પરત આવ્યા હતા એ સમય દરમિયાન તસ્કરો એ ઘરમાંથી આ સામાન ની ચોરી કરી હતી. તસ્કરો ચોરી કરી અંતિસરા ગામ પાસે જરુરી સામાન કાઢી અન્ય સામાન ત્યાં ફેકી ફરાર થઈ ગયા હતા.મધુવન સોસાયટી માં રહેતા આ પરિવાર ના દાગીના અને મૂડી ની ચોરી થઈ હતી જેનાથી પરિવાર પર આભ ફાટ્યું હતું.છેલ્લા કેટલાક સમયથી ધનસુરા માં તસ્કરો નો ત્રાસ વધી ગયો છે. આવી આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.અને તપાસ શરુ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.