Western Times News

Gujarati News

ગાડીમાં LED હેડ લાઈટ લગાવી હોય તો ચેતી જજોઃ કડક કાર્યવાહી થઈ શકે છે

પ્રતિકાત્મક

વ્હાઈટ હેડલાઈટને રોકવા માટે આરટીઓ દ્વારા ખાસ ડ્રાઈવ

(એજન્સી)અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વાહનો પર વધારાની મોડીફાઈડ વ્હાઈટ હેડલાઈટ લગાવી ફરતા વાહનચાલકોની સંખ્યા વધી રહી છે. જેના લીધે સામેથી આવતા વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. ક્યારેક તો અકસ્માત સર્જાતા જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે.
ત્યારે આ વ્હાઈટ હેડલાઈટને રોકવા માટે આરટીઓ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

વાહનોમાં કંપની દ્વારા અપાતી લાઈટ સિવાય અન્ય લાઈટ લગાવી રૌફ જમાવતા લોકો સામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કારણ કે પ્રતિબંધિત અને હાઈ બીમ લાઈટ સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં પડતા ૨-૫ સેકન્ડ સુધી દેખી શકાતું નથી. જેના લીધે અકસ્માત થવાનો ભય વધી જાય છે.

તેથી વધતા અકસ્માતને અટકાવવા અને વધારાની આ પ્રકારની લાઈટો લગાવી હોય તેમની સામે વાહન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વાહનચાલકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જાન્યુઆરી, ૨૦૨૪ થી લઈને અત્યાર સુધીમાં કુલ ૧૫૦ થી પણ વધુ વાહનચાલકો પાસેથી રૂપિયા ૧.૫ લાખથી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

જેમાં પાછલા બે વર્ષની અંદર ૪ હજાર જેટલા વાહન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હજુ પણ રસ્તા પર ઘણા વાહનો વ્હાઈટ LED હેડ લાઈટવાળા વાહનો જોવા મળે છે. જેમની સામે આગામી સમયમાં યોગ્ય પગલાં ભરી લાઈસન્સ જપ્ત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.