Western Times News

Gujarati News

ફોટોશૂટ કરી રહેલા કપલના 7.40 લાખના દાગીના લૂંટનાર રાણીપનો શખ્સ ઝડપાયો

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

ગાંધીનગરના દંતાલી ગામની સીમમાં ર૧મી એપ્રિલે બનાવ બન્યો હતો

ગાંધીનગર, ગાંધીનગર તાલુકાના દંતાલી ગામની સીમમાં ર૧મી એપ્રિલે કેનાલ પાસે બેઠેલા યુગલને છરી બતાવી રૂ.૭.૪૦ લાખના દાગીના લૂંટનાર બે શખ્સ પૈકી અમદાવાદના રાણીપમાં રહેતા સીબીત ઉર્ફે રાહુલ મુન્નાલાલ જગદીશભાઈ શર્માને અડાલજ પોલીસે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સિંધુભવન નજીક રહેતો સુજલ દેવાણી તેની વાગ્દતા ધ્રુવી સાથે ર૧મી એપ્રિલે કાર લઈ અદાણી શાંતીગ્રામ તરફ ફરવા ગયો હતો. ત્યારે બંને દંતાલી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ તરફ રેલવે બ્રિજ નજીક કાર ઉભી રાખીને ફોટોશુટ કરી રહ્યા હતા તે વખતે સાંજના સાતેક વાગ્યાના સુમારે બાઈક ઉપર બે અજાણ્યા લુંટારુ ધસી આવ્યા હતા.

એક લૂંટારુએ ખિસ્સામાંથી છરી કાઢી સુજલનો મોબાઈલ આંચકી લઈ સોનાની ચેઈન આપી દેવાની સુચના આપી હતી. ત્યારે ગભરાઈ ગયેલા સુજલે સોનાની ચેઈન કાઢીને આપી દીધી હતી.

બાદમાં પૈસાની માંગણી નહીં સતોષાતા લુંટારુઓએ છરીની અણીએ સુજલને હાથમાંથી પ લાખની કિંમતનું સોનાનું ડાયમંડવાળુ કડુ લઈ લીધું હતું. દરમિયાન ધ્રુવીના ગળામાંથી પણ સોનાની ચેઈન કઢાવી લઈ લુંટારુઓ કુલ રૂ.૭.૪૦ લાખના દાગીનાની લૂંટ ચલાવી કારની ચાવી આંચકી લીધી હતી અને આગળ જઈ કારની ચાવી ફેંકી નાસી ગયા હતા.

લૂંટના ગુનાનો અંજામ આપનાર બે લૂંટારુઓ પૈકીનો સોબીત ઉર્ફે રાહુલ મુન્નાલાલ જગદીશભાઈ શર્મા (રહે. રાણીપ હરીઓમ ઓડાના મકાનની સામે, શેલાભાઈ ભરવાડના મકાનમાં ભાડેથી અમદાવાદ શહેર, મુળ રહે. ન્યુ રાણીપ સરસ્વતી) વિશે જાણકારી મળી હતી કે તે વૈષ્ણવદેવી સર્કલ બ્રિજ નીચે આવવાનો છે

તેના આધારે સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ વી.બી. વાઘેલાની ટીમે વોચ ગોઠવી ફોટાના આધારે સોબીત ઉર્ફે રાહુલને પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે કેનાલ તરફથી ભાગેલા લુંટારુઓનું પગેરૂ મેળવવા ૧૦૦થી વધુ અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાના કુટેજ તેમજ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના (નેત્રમ) કેમેરો ચેક કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.