Western Times News

Gujarati News

અમદાવાદની શાળાઓના શિક્ષકોએ અંદાજીત 3980 જેટલા ઘરે પહોંચી મતદાન માટે સમજ આપી

“દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે” આ સૂત્રને સાર્થક કરવા Turn out Implementation plan – ની મહત્વપૂર્ણ ભૂમિકા

૭મી મેના રોજ મતદાન કરનારને ૭% ડિસ્કાઉન્ટ આપવાની નારણપુરા, પાંજરાપોળ, વિસત, સાબરમતી વોર્ડના હોટેલ, રેસ્ટોરન્ટ, ફુડકોર્ટ, મેડીકલ સ્ટોર સંચાલકોની ખાતરી

ભૂતકાળમાં ૫૦ ટકા કે તેથી ઓછા મતદાન વાળી ૨૪ સોસાયટી અને પુરુષ- સ્ત્રી મતદાનમાં ૧૦ ટકા કે તેથી વધુ તફાવત ધરાવતી ૨૨ સોસાયટીની મુલાકાત કરાઈ

દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે” આ સૂત્રને સાર્થક કરવામાં Turn out Implementation Plan – TIP મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. જે અંતર્ગત તા.૨૯/૦૪/૨૦૨૪ના રોજ જાગૃતતા માટેના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. જે અંતર્ગત વેપારીઓને સમજાવતા નારણપુરા, પાંજરાપોળ, વિસત, સાબરમતી વોર્ડના હોટેલ, રેસ્ટોરન્ટ, ફુડકોર્ટ, મેડીકલ સ્ટોર સંચાલકોએ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ જે નાગરીકે વોટિંગ કર્યું હશે તેને ૭% ડિસ્કાઉન્ટ આપવા માટે બાહેધરી આપી છે.

આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર દ્વારા SVEEP અંતર્ગત મતદાન પ્રચાર પ્રસાર માટે અમદાવાદ શહેરની શાળાઓના શિક્ષક મિત્રો દ્વારા અંદાજીત ૩૯૮૦ જેટલા ઘરોની મુલાકાત કરાઈ. ડોર ટુ ડોર મુલાકાતમાં વાલીઓ તેમજ અન્ય નાગરિકોને આગામી ચુંટણીમાં મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા. તેમજ સિગ્નેચર કેમ્પેઈન પણ ચલાવવામાં આવ્યું.

જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા 15 Days પ્રવૃત્તિઓ અંતર્ગત સમગ્ર જિલ્લામાં તાબાની શાળાઓ દ્વારા ‘ડોર ટુ ડોર’ મુલાકાત અને સિગ્નેચર અભિયાન ચલાવવામાં આવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પણ ડોર ટુ ડોર મુલાકાત લઇ સિગ્નેચર કેમ્પિંગ કરવામાં આવ્યું. જેમાં કુલ ૨૫૮૩ લોકો સામેલ થયા.

સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા ભૂતકાળમાં ૫૦ ટકા કે તેથી ઓછા મતદાન વાળી ૨૪ સોસાયટી અને પુરુષ- સ્ત્રી મતદાનમાં ૧૦ ટકા કે તેથી વધુ તફાવત ધરાવતી ૨૨ સોસાયટીની મુલાકાત કરાઈ અને મતદાન જાગૃતિ અંગે બેઠક કરી મહત્તમ લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે સમજ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.