Western Times News

Gujarati News

ઓફિસમાં કર્મચારીઓ લાંબા ગાળા સુધી ટકતા નથી? પૈસા કે પગાર એક માત્ર કારણ નથી હોતુ

પ્રતિકાત્મક

સારા કર્મચારીઓ મળવા અને તેમની કંપની જોડે લાંબાગાળા સુધી જોડી રાખવા તે હંમેશા એક પડકાર રહે છે. પૈસા કે પગાર એક માત્ર કારણ નથી હોતુ કે જેનાથી કર્મચારી કંપની સાથે જોડાયેલો રહે.

તેમને સતત પ્રોત્સાહિત રાખીને તેમને કામના વખાણ કરીનેે તેમને સન્માનિત કરવા તેમના કુટુબીજની સિધ્ધીની પણ નોંધ લેવી વગેરે. આ રીતે તેઓ પોતાના કામ પરત્વે પ્રોત્સાહિત રહેશે.અને કામની ગુણવત્તા જળવાયેલી રહેશે. નાની નાની બાબતોની પણ નોંધ લઈને તે માટે તેમને શાબાશી આપવામાં આવશે તો તેની સીધી અસર તેમની કાર્યક્ષમતા પર દેખાશે.

કર્મચારીઓને લાંબાગાળા સુધી જોડી રાખવા એ હંમેશા પડકાર

પ્રતિભા માટેના આજના યુધ્ધમાં કંપનીઓને તેનું મેનેજમેન્ટ વૃધ્ધી અને કર્મચારી ઉત્પાદકતામાં વધારો કરતી વખતે તેમના ટોચના કર્મચારીઓનેે આકર્ષવા અને જાળવી રાખવા માટેની વ્યુહરચના શોધી રહ્યા છે.

ફલેકસિબલ કાર્યસ્થળોને ડીઝાઈન કરવા માટે નવા લાભો ઓફર કરવાથી કાયસ્થળને શ્રેષ્ઠ કરવાના કંપનીના પ્રયાસો હંમેશાની જેમ મજબુત છે. પરંતુ નવા વિચારો અને અભિગમો માટેની તેમની શોધમાં, સંસ્થાઓે સૌથી વધુ સરળતાથી ચલાવવામાં આવતી વ્યુહરચનાઓ માંથી એકને અવગણી શકે નહીં અને તે છે કર્મચારીની પારખવા અને તેમની કદર કરવી.

એક સર્વેક્ષણ મુજબ યુએસથી ત્રણમાંથી માત્ર એક જ કામદાર ભારપૂર્વક સંમત છે કે છેલ્લા સાત દિવસમાં સારૂં કામ કરવા બદલ તેમને માન્યતા અથવા પ્રશંસા મળી છે. કોઈપણ કંપનીમાં, કર્મચારીઓને એવુ લાગે કે તેમનો શ્રેષ્ઠ પ્રયાસોનેે નિયમિતપણે અવગણવામાં આવે છે એ અસામાન્ય નથી. વધુમાં જે કર્મચારીઓ પર્યાપ્ત રીતે કદર નથી થતી તેઓ આગામી સમયમાં નોકરી છોડી દેશે એવી શક્યતા બમણી છે.

કર્મચારીની કંપની જોડેે જોડાણ અને કામગીરીનું આ તત્ત્વ સંચાલકો માટે ચુકી ગયેલી સીધી મોટી તકોમાંથી એક હોઈ શકે છે. તેથી જ મેનેજમેન્ટ આ બાબત સતર્ક રહીનેે વિવિધ રીતે કર્મચારીને સમયાંત્તરે તેમની વિવિધ કામગીરી અને પ્રતિભા માટે તેમની કદર અને પ્રશંસા બંન્ને કરવી રહી.

કર્મચારીને પ્રેરીત રાખવા એ ખુશ અને સંતુષ્ટ કર્મચારીઓની ચાવી છે. એક ખુશ હેપી કાર્યસ્થળમાં ઉચ્ચ ઉત્પાદકતા હોય છે. અને ઉચ્ચ ઉત્પાદકતા એ કર્મચારીઅી જાળવણીનુ માપદૃડ છે અને કામના સ્થળેે સુધી કાર્યસ્થળ અને કાર્ય સહયોગ સાથે સંશક્ત કર્મચારીઓ છે. એમ્પ્લોયરો આજેે ટીમ સ્પિરીટ, સોશ્યલ નેટવર્ક અને કામ પર ક્રિયા પ્રતિક્રિયાને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કર્મચારી પ્રેરણા વિચારો સાથે આવે છે.

તેઓ પીકનિક એવોર્ડ સમારોહ, સ્ટાર કર્મચારી મૂલ્યાંકન અને અન્ય ઘણી વ્યુહ રચનાઓને પણ પ્રોત્સાહિત કરે છે. પરંતુ અમે ઘણીવાર એ હકીકતને અવગણીએ છીએ કે સૌથી સરળ વ્યુહરચના એ કર્મચારીની પ્રેરણા જ છે. કર્મચારીની પ્રેરણા પુરસ્કારો, સામાજીક ટીમ આઉટીંગ્સ, વખાણ, અને ઉચ્ચ પ્રદર્શન કરનારાઓ માટે પોઈન્ટ દ્વારા હોઈ શકે છે.

ઉચ્ચ પ્રદર્શન કરનારાઓનેે ઓળખવા અને તેમનેે પુરસ્કાર આપવો એ ઉચ્ચ કર્મચારીઓની ઉત્પાદકતા અને પ્રદર્શન માટે શ્રેષ્ઠ સાધન છે. જો એ વિશેના ઉદાહરણની વાત કરીએ તો આપણી આજુબાજુમાં પણ પ્રસંગો અને ઉદાહરણો જોવા મળશે. ડોમિનોઝ કે મેકડોનાલ્ડમાં તમે જોશો કે તે કર્મચારીને તેની સારી કામગીરી બદલ કોઈ સ્ટાર કે તે પ્રકારના કોઈ બેજ આપેલા હશે. કે જે તેને પોતાના કપડાં પર લગાડ્યો હશે.

અને તેને જોઈને તરત જ સામેની વ્યક્તિ પણ તેની નોંધ લશે. આ નાની ઘટના પણ તે કર્મચારીનેે ઘણુ મોટુ પ્રોત્સાહન આપશે. અને આગામી સમયથી સારી કામગીરી કરશે. ત્યાં જ એ સ્ટોરમાં એમ્પ્લોયી ઓફ વીક તરીકે કોઈ કર્મચારીનો ફોટો લગાડેલ હશે અને તમે તે જોઈને તરત જ અનાયાસે જ તેને શોધશો અને જોશો કે આ અઠવાડીયાનો શ્રેષ્ઠ  કર્મચારી કોણ છે કે જેનો ફોટો અહીં પ્રદર્શિત કરેલો છે.

આ કારણે ક્યારેક કર્મચારીઓ માં સારી કામગીરીને કારણે આગામી સમયમાં આ એક નાનો ખિતાબ જીતવાની સ્પર્ધા રહેશે. અને સ્ટોરમાં તે કારણથી બધા જ સારી કામગીરી કરતા રહેશે. આવી જ રીતે તેમને વિવિધ સ્પર્ધા કે માપદંડો પર મૂલ્યાંકન કરો અને વાર્ષિક ખિતાબ પણ આપવામાં આવશે. અને તે તેમના માટે ઘણી મોટી સિધ્ધી અને પ્રોત્સાહન હશે અને બદલામાં તેઓ પોતાનુ શ્રેષ્ઠ પ્રદૃશન કરતા રહેશે.

આ તો કામને લગતી બાબતોની વાત થઈ. કાર્યક્ષેત્રની સાથે સાથે ઘણા કર્મચારીઓમાં બહુવિધ પ્રતિભાઓ હોય છે. જેમ કે તેઓ સ્પોર્ટસ, લેખન, ચિત્રકામ કે સંગીત
જેવા ઘણા વિષયોમાં નિપૂણ હોય છે. તેમની આવી બીજા ક્ષેત્રની સિધ્ધીની પણ નોંધ લેવામાં આવે તેમને તે પ્રતિભા બતાવવાનો મોકો આપવામાં આવે તો ચોક્કસપણે તેને ઘણા પ્રોત્સાહિત રહેશે અને તેમની કંપની પ્રત્યેનો લગાવ અને માન બંન્ને વધતા રહેશે.

અને આજ બધા કારણો કે આર્થિક બાબતો સાથે સકળાયેલા નથી પરંતુ તે કર્મચારીને પૈસા પણ વધુ પ્રોત્સાહિત કરશે. કારણ કે તેને અહીં તેની બીજી પ્રતિભા બદલ કંપનીમાં માન અને આદર મળ્યુ છે.

કુટુંબ અને કુટુર્બીજનો દરેક વ્યક્તિ માટેે ઘણા મહત્ત્વના હોય. જો કંપનીતેની સાથે સાથે તેના કુટુંબીજનોની સિધ્ધી અને પ્રતિભાની નોંધ લે તો સોનામાં સુગંધ જેવી પરિસ્થિતિે થશે.

ઘણી કંપનીમાં કર્મચારીના બાળકોને તેમના સ્કુલના પરિણામ અને બીજી સિધ્ધી બદલ સન્માનિત કરવામાં આવે છે. કંપનીના મેગેઝીન કે વેબસાઈટ પણ બાળકોના ફોટો મુકવામાં આવે કે તેમને બનાવેલું કોઈ ચિત્ર કે તેમને લખેલી કવિતા પ્રદર્શિત કરવામાં આવે તો તે કર્મચારી માટે ઘણુ મોટુ સન્માન એન્ડ પ્રોત્સાહન બની રહેશ.

તે આ મેગેઝીન બધાને કુટુંબમાં અને શાળામાં વર્થી બતાવશે અને તેમાં તેની સાથે સાથે તમારી કંપનીની પણ એક સારી છબી ઉભી થશે. એ જોનારા દરેક વ્યક્તિ તેની સિધ્ધીની જોડે જોડેે તમારી કંપની વિષે પણ એક હકારાત્મક ચિત્રણ કરશે. એમ વાત કરશે કે આવી જગ્યાએ જ નોકરી કરવી જોઈએ. કે બીજા કુટુબીજનોને આ કંપનીમાં નોકરી મેળવવા માટે પ્રેરિત કરશે.

આમ, તમારી કંપનીની પણ એક સારી છાપ ઉભરશે. અને ભવિષ્યમાં બીજા ઘણા લોકો તમારી સાથે જોડાવા માટે તત્પર રહેશે. કર્મચારીને સમયાંત્તરે પ્રોત્સાહિત કરવા અને તેમની આવડતની કદર કરવી એ વિષયને એક વાતાવરણ કે સંસ્કૃતિ તરીકેે જ કંપનીમાં એમલીકરણ કરવામાં આવે તો કંપની ચોક્કસ  એક પ્રેરિત અને પ્રોત્સાહિત કર્મચારીઓની ખોટ નહી પડે.

અને તે કંપની એક હેપ્પી વર્કપ્લેસ તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શકશે. અને તે કારણે કંપની સારી પ્રતિભાઓને નોકરીમાં રાખીનેે લાંબાગાળા સુધી પોતાની સાથે જાળવી રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.