Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૫ મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

*૧ લી મે ગુજરાત સ્થાપના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫૧મું અંગદાન*

*અમદાવાદ સિવિલ મેડિસિટીની યુ.એન.મહેતા હોસ્પિટલમાં થયું ૨૫ મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ*
……
*ફક્ત દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ૨૫ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ*
……
*જેમાં ૧૬ પુરુષો અને નવું મહિલાઓમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું*
……
ગુજરાત સ્થાપના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫૧ મું અંગદાન થયું છે. Ahmedabad civil hospital heart transplant

સાબરકાંઠા જિલ્લાના ૪૦ વર્ષના મહિલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ તેમના સ્વજનનું ગુપ્તદાન થી અંગદાન કર્યું છે.
આ ૧૫૧  માં અંગદાનમાં હૃદય ,બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ આ દર્દી જ્યારે બ્રેઇન્ડેડ થયા ત્યારે તબીબોએ તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ ગુપ્તદાન થકી અંગદાન કરવાનો નિર્ણય કર્યો.

અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે કુલ ચાર અંગોનું દાન મેળવવામાં સફળતા મળી છે. જેને સિવિલ મેડિસિટીની જ કિડની અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

અહીં મહત્વની બાબત એ પણ છે કે ,અંગદાનમાં મળેલા હૃદય નું યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

આ ટ્રાન્સપ્લાન્ટ યુ એન મહેતા ઇન્સ્ટિટયૂટનું ૨૫ મુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બની રહ્યું છે.

અહીં નોંધનીય બાબત એ પણ છે કે ,  ફક્ત દોઢ વર્ષના ટૂંકા ગાળાની અંદર યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માં કુલ ૨૫ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે . જેમાં ૧૬ પુરુષ અને નવું મહિલાઓને હાર્ટ ટ્રાન્સપન્ટ કરવામાં આવ્યા છે.

યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયૂટ ના ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ દોશી એ જણાવ્યું હતું કે અમારી ઇન્સ્ટિટયૂટ ના તજજ્ઞ તબીબોની અથાક મહેનતના પરિણામે જ ખૂબ જ ટૂંકા ગાળામાં ૨૫ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી થઈ છે.

સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન્ડેડ જાહેર થતાં દર્દીઓના પરિવારજનો દ્વારા અંગદાન માટેની સમજૂતી મળવાના પરિણામે જ હૃદય સહિતના અન્ય અંગો સફળતાપૂર્વક મળી રહે છે.

શરીરનું સૌથી મહત્વનું અંગ હૃદય અન્ય શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય અમારી ઇન્સ્ટિટયૂટ કરી રહી છે તેમ ડૉક્ટર દોશીએ ઉમેર્યું હતું.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે ,ગુજરાત સ્થાપના દિન એ અંગદાનમાં ૧૫૧ મો મણકો ઉમેરાયો જે ગૌરપુર્ણ ક્ષણ છે . વધુમાં આ અંગદાન થકી ચાર લોકોને નવજીવન મળ્યું છે તેનો પણ અમને આનંદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.