Western Times News

Gujarati News

ષડયંત્રઃ ઓનલાઈન મંગાવેલું પાર્સલ ખોલતા થયો બ્લાસ્ટઃ બેનાં મોત

પ્રતિકાત્મક

 -૩ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા

(એજન્સી)વડાલી, સાબરકાંઠામાં એક વ્યક્તિએ ઈલેક્ટ્રોનિકની વસ્તુ ઓનલાઈન મંગાવી હતી. જેનું પાર્સલ ઘરે હોમ ડિલિવરીમાં આવી ગયું અને બાદમાં વ્યક્તિએ જ્યારે હોંશે હોંશે આ પાર્સલ ખોલ્યું કે તરત જ મોટો બ્લાસ્ટ થયો હતો.

આ ઘટના એટલી ગંભીર છે કે પાર્સલ બોક્સ નીચે પડી ગયું અને ૧ વ્યક્તિનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અન્ય ૩ શખસો તેની પાસે હતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અત્યારે આ પાર્સલની તપાસ ચાલી રહી છે અને અન્ય લોકોને હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં વધુ એકનું મોત થયું હોવાથી મૃત્યુઆંક વધી ૨ ઉપર પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના સાબરકાંઠાના વડાલી ખાતે બની છે. જેમાં એક વ્યક્તિએ ઓનલાઈન ઈલેક્ટિÙક પ્રોડક્ટ સર્ચ કરી અને પછી મંગાવી દીધી હતી. હવે આ સમયે જ્યારે હોમ ડિલિવરીમાં આ વસ્તુ પાર્સલમાં પેક થઈ ને આવી કે મોટી દુર્ઘટના ઘટી હતી. સૌથી પહેલા તો વ્યક્તિએ અહીં પાર્સલ કલેક્ટ કરીને તેમાં શું આવ્યું છે એ જોવા ઓપન કરવાનું શરૂ કર્યું હતું. તેને ટેપ અને અન્ય વસ્તુથી પાર્સલ અનવ્રેપ કર્યું કે તરત જ આમાં મોટો બ્લાસ્ટ થયો હતો.

આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ખોલતાની સાથે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાજુ ઊભેલા ૩ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. લોકો ત્યારપછી અહીં એકઠા થઈ ગયા અને બોક્સના ચિથડે ચિથડા ઊડી ગયા હતા એવી હાલતમાં તે મળી આવ્યું હતું. જોતજોતમાં જે ઈજાગ્રસ્ત હતા તેમની સ્થિતિ ગંભીર થતા તેમને પહેલા ઈડરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પરંતુ ત્યાંથી વધારે સારી સારવાર આપવા માટે તેમને બધાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ પાર્સલમાં બ્લાસ્ટ એવો પ્રચંડ હતો કે ઘરમાં રહેલો સામાન વેરવિખેર થઈ ગયો હતો. આના ધમાકાને લીધે દૂર ૧ કિલોમીટર સુધી અવાજ ફેલાયો અને જાણે આસપાસની સોસાયટીના ઘરો પણ ધણધણી ઉઠ્‌યા હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

અત્યારે ડીવાયએસપી, જિલ્લા એલસીબી સહિત વડાલી પોલીસ કર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધારે તપાસ શરૂ કરી દીધી છે. આ યુવકે ક્યાંથી ઓનલાઈન ઓર્ડર કર્યો હતો અને એમાં કઈ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ હતી તેની તપાસ પણ હાથ ધરવામાં આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ઘણીવાર પાર્સલ ખોલો તો પથ્થર કે નકલી વસ્તુઓ આવે છે. આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં લોકોની સાથે છેતરપિંડી ઘટી હોય પરંતુ પાર્સલ ખોલતાની સાથે જ અંદર રહેલી ઈલેક્ટિÙક પ્રોડક્ટમાં બ્લાસ્ટ થવો અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.