Western Times News

Gujarati News

ગુજરાતમાં આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થશે

અમદાવાદ, ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે શીતલહેરની અસર હેઠળ ઉત્તરના ઠંડા પવનને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ત્યારે આ ઉત્તરના ઠંડા પવની અસર બે દિવસમાં અમદાવાદ સહિત ગુજરાત સુધી પહોંચતા તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી ગગડે તેવી શક્યાત છે. તાપમાન ઘટવાની સાથે ઠંડા સૂકા પવનને કારણે રાજ્યમાં પણ ઠંડીનું જોર વધશે. જો કે બેથી ત્રણ દિવસ સુધી ઠંડીનો જોર રહ્યા બાદ ફરી ઉત્તરી પવનનો જોર ઘટતા ઠંડીથી લોકોને એકાદ દિવસ માટે ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. પરંતુ મહિના અંત સુધીમાં ફરી એકવાર શીતલહેરની અસર હેઠળ રાજ્યમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જેથી લોકો ડબલ સીઝનનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વની દિશાનો પવન છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.