Western Times News

Gujarati News

પેલેસ્ટાઈનને યુએનના પૂર્ણ સભ્યપદની દરખાસ્તને ભારતે સમર્થન આપ્યું

ગયા મહિને આવી દરખાસ્તને અમેરિકાએ વીટો વાપરી અટકાવી હતી

૧૫ સભ્યોની સિક્યોરિટી કાઉન્સિલમાં તાજેતરમાં પેલેસ્ટાઇનને યુએનનું સંપૂર્ણ સભ્યપદની દરખાસ્ત થઈ હતી

નવી દિલ્હી,સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના સંપૂર્ણ સભ્ય બનવા માટેની પેલેસ્ટાઈનની અરજી પર પુનર્વિચાર કરવામાં આવશે અને તેની માન્યતા મળશે, તેવી ભારતે આશા વ્યક્ત કરી હતી. અમેરિકાએ ગયા મહિને યુએનની સિક્યોરિટી કાઉન્સિલમાં પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્રનું સંપૂર્ણ સભ્યપદ આપવાની દરખાસ્ત વિરુદ્ધ વીટો વાપરી તેને અટકાવી દીધી હતી.

૧૫ સભ્યોની સિક્યોરિટી કાઉન્સિલમાં તાજેતરમાં પેલેસ્ટાઇનને યુએનનું સંપૂર્ણ સભ્યપદની દરખાસ્ત થઈ હતી. દરખાસ્તની તરફેણમાં ૧૨ મત પડ્યા હતા. સ્વિટ્‌ઝર્લેન્ડ અને યુકે મતદાનથી દૂર રહ્યાં હતાં, જ્યારે અમેરિકાએ વીટોનો ઉપયોગ કર્યો હતો. દરખાસ્તનો સ્વીકાર થાય તે માટે ઓછામાં ઓછા નવ કાઉન્સિલ સભ્યોએ તેની તરફેણમાં મતદાન કરવું જરૂરી છે.

જોકે કાઉન્સિલના પાંચ કાયમી સભ્યો વીટો ન વાપરે તે પણ જરૂરી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું હતું કે સભ્યપદ માટે પેલેસ્ટાઇનની અરજી વીટોને કારણે મંજૂર કરવામાં આવી ન હતી. ભારતના વલણને ધ્યાનમાં રાખીને અમે આશા રાખીએ છીએ કે આ અંગે યોગ્ય સમયે પુનઃવિચાર કરવામાં આવશે અને પેલેસ્ટાઈનના સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનવાના પ્રયાસને સમર્થન મળશે.

હાલમાં પેલેસ્ટાઇન યુએનમાં “બિન-સભ્ય નિરીક્ષક દેશ છે. આ દરજ્જો પેલેસ્ટાઈનને વિશ્વ સંસ્થાની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપે છે પરંતુ તે ઠરાવો પર મતદાન કરી શકતું નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.