Western Times News

Gujarati News

આધાર હાઉસિંગ ફાઇનાન્સનો IPO 8 મે, 2024ના રોજ ખૂલશે

અમદાવાદ, 3 મે, 2024 – આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (કંપની) બુધવાર, 8 મે, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે (ઓફર).

આઈપીઓમાં રૂ. 10,000 મિલિયન (ફ્રેશ ઇશ્યૂ)ના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને બીસીપી ટોપ્કો 7 પીટીઈ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 20,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના જેટલી સંખ્યા સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇશ્યૂની સાથે મળીને, ઓફર). Aadhar Housing Finance IPO to open on May 8: Price band Rs.300-315 per share

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો ઉપયોગ (1) ઓનવર્ડ લેન્ડિંગ માટે ભાવિ મૂડી જરૂરિયાતોને પહોચી વળવા માટે તથા (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે.

બ્લેકસ્ટોનના પ્રાઇવેટ ઇક્વિટી એશિયાના હેડ અમિત દિક્ષીતે જણાવ્યું હતું કે “આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ માટે આ લિસ્ટિંગ નોંધપાત્ર સીમાચિહ્ન છે અને તેનું પરિવર્તન અમે જે કંઈ શ્રેષ્ઠ કરીએ છીએ તેનું ઉદાહરણ છેઃ એવા બિઝનેસીસ ઊભા કરવા જે ભારતનું નિર્માણ કરે. અમે બિઝનેસ વધારવા માટે અમારા સ્કેલ, નેટવર્ક અને શ્રેષ્ઠ ગ્લોબલ પ્રેક્ટિસીસ લાવ્યા છીએ અને કંપનીને તેની પ્રોસેસીઝ ડિજિટાઇઝ કરવા માટે સશક્ત બનાવી છે, ઓરિજિનેશનથી કલેક્શન સુધી. આ ખૂબ જ અદ્ભુત ભાગીદારી રહી છે અને આજે બિઝનેસ જ્યાં પહોંચ્યો છે તેનાથી અમે ગર્વ અનુભવીએ છીએ.”

બ્લેકસ્ટોન પ્રાઇવેટ ઇક્વિટીના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર મુકેશ મહેતાએ જણાવ્યું હતું કે “વંચિત ભારતીયોને પોતાનું ઘર ખરીદવા માટે સક્ષમ બનાવવા તથા કંપનીના પરિવર્તન તથા વૃદ્ધિમાં મહત્વનો ભાગ બનવામાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મિશનનો ભાગ બનવું સન્માનની વાત છે. અમારી પ્રાથમિકતા કંપનીની લીડરશિપ સાથે ઘનિષ્ઠપણે જોડાઈને તથા કેપિટલ, રિસોર્સીસ માટે બ્લેકસ્ટોનની એક્સેસ તેમજ અમારી ટેક્નોલોજીકલ નિપુણતાનો ઉપયોગ કરીને નિર્માણ કરવાની છે.”

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિશી આનંદે જણાવ્યું હતું કે “પોતાનું ઘર ખરીદવા માટે લોકોને તથા પરિવારોને સશક્ત બનાવવાની અમારી સફરમાં આ નોંધપાત્ર સીમાચિહ્ન છે. ઘર બનેગા, તો દેશ બનેગાના સાચા અર્થમાં અમે રાષ્ટ્રનિર્માણની જવાબદારી ઉઠાવીએ છીએ અને મજબૂત સમુદાયો માટેનો પાયો નાંખીએ છીએ.”

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ જેની વ્યાખ્યા કરવામાં આવી નથી તેનો મતલબ આરએચપીમાં જણાવ્યા મુજબનો થશે.

ઇક્વિટી શેર્સ બેંગ્લોર ખાતે કર્ણાટકની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી)માં ફાઇલ કરેલા 30 એપ્રિલ, 2024ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (આરએચપી) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે. આરએચપી દ્વારા ઇશ્યૂ કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) (બીએસઈની સાથે મળીને એનએસઈ, સ્ટોક એક્સચેન્જીસ) જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ એનએસઈ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.