Western Times News

Gujarati News

ગાંજાના કેસમાં બેને સુરત કોર્ટે ફટકારી ૧૫ વર્ષની સખ્ત કેદ

ટ્રેનમાંથી પકડાયેલા ૨.૧૦ લાખના અમદાવાદ પૂરી એક્સપ્રેસ ટ્રેનમાં તાપ્તીલાઈન ઉપર ચલથાણ રેલવે સ્ટેશને ચેકિંગ દરમિયાન ગાંજો પકડાયો હતો

સુરત, સુરતમાં આવેલા ચલથાણ રેલવે સ્ટેશન ખાતે અમદાવાદ પૂરી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસના કડક ચેકિંગ દરમિયાન કડાયેલા રૂ.૨.૧૦ લાખના ગાંજાના કેસમાં કોર્ટે બે આરોપીને કસૂરવાર ઠેરવી ૧૫ વર્ષની સખત કેદની સજા કરી હતી. સજા ઉપરાંત ૧.૨૫ લાખનો દંડ ફટકાર્યો હતો. આ કેસની વિગત એવી હતી કે, વર્ષ ૨૦૧૯માં જમ્મુ કશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા બાદ રેલવે સ્ટેશન્સ તેમજ ટ્રેનમાં તળિયાઝાટક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

સુરત રેલવે પોલીસની ટીમ દ્વારા પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ચલથાણ રેલવે સ્ટેશન પર પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સુશાંત ઉર્ફે બુદ્ધ ભાસ્કર રઘુગૌડા (રહે. ગોકમમેરી, સિન્દુરપુર, પોડામારી, પાટાપુર, સાનખેમોડી, ગંજામ) અને કાંતિ જયારામ કાંતિ દેબરાજ ફકીર દોરા (રહે. કાન્સામરી, ખામ્બાકોટા, ધર્મપુર, દિગપહંડી, ગંજામ) પાસેથી પોલીસે રૂ.૨.૧૦ લાખનો ગાંજો પકડી પાડ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આ બંને આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કેસ સુરતની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં ચાલ્યો હતો. પોલીસ તરફે રેકર્ડ ઉપરના પુરાવા રજૂ કરાયા હતાં. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને આ કેસની અંતિમ સુનાવણી સ્પેશ્યલ એન.ડી.પી.એસ.ના જજ કૃતિ સંજય ત્રિવેદીની કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ જીતુ પારડીવાલાએ વધુમાં વધુ સજા થાય તેવી દલીલ કરી હતી. કોર્ટે બંને આરોપી સુશાંત ઉર્ફે બુદ્ધ રધુગૌડા અને કાંતિ દોરાને કસૂરવાર ઠેરવી ૧૫ વર્ષની સખત કેદની સજા કરી હતી. તેમજ ૧.૨૫ લાખનો દંડ ફટકાર્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.