Western Times News

Gujarati News

સલમાન ખાન ફાયરિંગ કેસ:આરોપીની આત્મહત્યા કેસની મેજિસ્ટ્રેટ તપાસ થશે

મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં સીઆઈડી તપાસની સાથે મેજિસ્ટ્રિયલ તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

મુંબઈ,મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં સીઆઈડી તપાસની સાથે મેજિસ્ટ્રિયલ તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ગુરુવારે દક્ષિણ મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અભિનેતા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપનની આત્મહત્યાથી મામલો વધુ ઘેરો બન્યો છે.

અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ માટે હથિયાર સપ્લાય કરવાના આરોપી થાપને બુધવારે ક્રાઈમ બ્રાંચના લોકઅપ બાથરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો છે. આ સંદર્ભે કેસની સીઆઈડી તપાસની સાથે મેજિસ્ટ્રેટ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં સીઆઈડી તપાસની સાથે મેજિસ્ટ્રિયલ તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ગુરુવારે દક્ષિણ મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક ડોકટરોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, થાપને ક્રાઈમ બ્રાંચના લોકઅપ બાથરૂમની બારીમાંથી લટકાવવા માટે કાપડની બનેલી કાર્પેટનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવમાં, લોકઅપથી બાથરૂમમાં પ્રવેશવા સુધીની જગ્યા સીસીટીવીની દેખરેખ હેઠળ છે, પરંતુ જ્યાં તેણે ફાંસી લગાવી તે બાથરૂમની અંદર કોઈ સીસીટીવી નથી.

તેથી હવે આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા પોલીસે કાર્યવાહી કરી પંજાબમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ૩૭ વર્ષીય સોનુ સુભાષ ચંદ્રા અને ૩૨ વર્ષીય અનુજ થપનનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરતો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

બ્રાન્ચનો દાવો છે કે આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ ૧૪ એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો અનુજ અને સુભાષ દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. ફાયરિંગ કરનારા આરોપી વિકી અને સાગરને અનુજ અને સુભાષે દેશી બનાવટની બે પિસ્તોલ અને કારતૂસ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે, થપન વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને ખંડણીના ઘણા કેસ નોંધાયેલા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.